________________
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: એ પેલી બીજી સીટમાં જે બેસાઈ જવાય છે, તે ત્યાં કેવી રીતે ના બેસવું અને પેલામાં જ કેવી રીતે ચોંટી રહેવું ? એટલે કર્તાપણામાં આવી જાય છે વારેવારે !
દાદાશ્રી : પેલી સીટ ઉપર બેસી ગયા અને શોક લાગે એટલે જાણવું કે આપણી ન્હોય આ. અને શૉક લાગે એટલે ઊઠી જવું. શૉક લાગે એ ખુરશી આપણી ન્હોય.
પ્રશ્નકર્તા : શોક લાગે છે તો ય બેસી રહેવાય છે. દાદાશ્રી : તો મજા કરે. લહેર, પાણી ને ભજીયાં કરો.
પ્રશ્નકર્તા : શોક લાગે પણ ઊઠતો નથી, તો ઊઠે કઈ રીતે ? કારણ કે જ્ઞાતા-દ્રષ્ટા એનાથી રહેવાતું નથી, તો એ કઈ રીતે રહેવું ?
દાદાશ્રી : ઊઠતા નથી, એને તમે જુઓને ! જે ઊઠતાં નથી, તે તમે હોય. એક “ચંદુભાઈ છે અને એક ‘તમે' છો. તે ઊઠતા નથી એ ચંદુભાઈ. ચંદુભાઈને કહીએ, “ચાલો સૂઈ રહો, બેસવું હોય તો બેસો બા, ગમતું હોય તો ! હું ‘જોયા” કરીશ અને તમે બેસી રહો.’ સોલ્યુશન તો હોવું જોઈએને !
[૧.૫] સીટનું સિલેક્શન, સ્વ-પરતું !
સેંગ સીટમાં બેઠા તેથી... પ્રશ્નકર્તા : દાદા, ચંદુભાઈને જે કરવું છે, એના કરતાં ચંદુભાઈએ જે કરવું જોઈએ એ બે વસ્તુ જુદી છે. એટલે દાખલા તરીકે ચંદુભાઈને સિનેમા જોવા જવું છે અને ઘરમાં ખુબ મહેમાન આવ્યા હોય તો એને ઘરમાં કામ કરવું જોઈએ, એવી એને ખબર છે. પણ એમાં એની સિન્સીયારીટી નથી. તો એમાં સિન્સીયારીટી કેવી રીતે લાવવી ?
દાદાશ્રી : તમે થોડી ધીરજ પકડો ને શું થાય છે એ ‘જોયા’ કરો. એટલે બસ થઈ ગયું. એટલે કમ્પ્લિટ સિન્સિયારિટી આવી ગઈ.
પ્રશ્નકર્તા : પણ ચંદુભાઈ એવા છે કે આગમાં જ હાથ ઘાલવા જાય.
દાદાશ્રી : ના, તો ય આપણે ‘જોવું જોઈએ કે ચંદુભાઈએ કેટલો હાથ ઘાલ્યો, આટલો હાથ ઘાલ્યો કે આટલો હાથ ઘાલ્યો એ ‘જોવું'. તમે તો ક્લિયર છો, મેં તમને ક્લિયરન્સ જગ્યા ઉપર બેસાડેલા છે. તમે શા માટે અનક્લિયર થાવ છો ? તમે કઈ સ્થિતિ ઉપર બેસો છો ? રિઝર્વેશન ઉપરને ! તમારું રિઝર્વેશન કર્યું છે ત્યાં બેસો છોને કે અનરિઝર્વડ જગ્યાએ બેસો છો? ચંદભાઈ તો શોખીન છે એટલે અનરિઝર્વડ જગ્યા ઉપર બેસી આવે એવા છે.
પ્રશ્નકર્તા : એટલે બધું થાય છે એ નોંધ કર્યા કરવાની ?
દાદાશ્રી : બધી ક્રિયાને ‘જોવાની’. એ જો કચકચ કરતો હોય તો એને ય પાછો જોવો આપણે કે ‘તે ય મારું સ્વરૂપ હોય’ કહીએ. એવું આ દાદાનું જ્ઞાન છે. ઉપર કોઈ નહીં, વિધાઉટ બોસ. ઉપરીના ઉપરી એ દાદા ભગવાન !
પ્રશ્નકર્તા : એટલે કચકચ કરે છે, એ કયો ભાગ ? દાદાશ્રી : એ બીજો ભાગ છે એ ચંદુભાઈના પક્ષનો. પ્રશ્નકર્તા : એટલે એ જે કચકચ કરે છે એને પણ જોવાનું. દાદાશ્રી : એને ય પણ જોવો !