Book Title: Aptavani 08 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ વિજ્ઞાનસ્વરૂપ છે ! વિજ્ઞાન તો સ્વયં ક્રિયાકારી હોય, જ્ઞાન નહીં ! વેત્તા વેદને જાણે, વેદ વેત્તાને નહીં. તમામ દર્શનો, તમામ નયો, તમામ દ્રષ્ટિએ એક છે ને ભિન્ન પણ છે. દાદરો એક, પણ પગથિયાં ભિન્ન ભિન્ન !!! કૃષ્ણ ભગવાને વેદને ય ત્રિગુણાત્મક કહી દીધું ને અર્જુનને આત્મા પામવા વેદથી પર જવા કહ્યું ! વેદાંત બુદ્ધિને વધારનારું છે. પણ વેદાંત ને જૈન, બન્ને માર્ગે સ્વતંત્રપણે સમકિત થાય. આત્મા નથી દૈત કે નથી અદ્વૈત ! આત્મા વૈતાદ્વૈત છે !!! Àતઅદ્વૈત બંને વિકલ્પો છે, જ્યારે આત્મા નિર્વિકલ્પ છે. વૈત-અદ્વૈત બંને દ્વન્દ્ર છે, આત્મા વંદ્વાતીત છે. સંસારિક અસરો થાય ત્યાં સુધી “અદ્વૈત છું’ એવું મનાય જ નહીં. અદ્વૈત એ નિરાધાર કે નિરપેક્ષ વસ્તુ નથી, દ્વતની અપેક્ષાએ છે. ‘રિલેટિવ વ્યુપોઈન્ટથી આત્મા દ્વતને ‘રિયલ વ્યુપોઈન્ટથી અદ્વૈત છે ! માટે “જ્ઞાની'એ આત્માને તાદ્વૈત કહ્યો. “સ્વ” એ અદ્વૈત ને ‘પરી’ એ દ્વત. સ્વમાં જ ઉપયોગ રાખવાથે અદ્વિત કહેવાયું. દેહ અને કેવળજ્ઞાન બને છે ત્યાં સુધી જ વૈતાદ્વૈત પછી મોક્ષમાં કોઈ વિશેષણ રહેતું નથી. અદ્વૈત સ્વયં વિશેષણ છે. શું જગત મિથ્યા છે ? દાઢ દુઃખે ને આખી રાત ‘મિથ્યા છે'ની માળા ફેરવવાથી શું દુઃખ મિથ્યા થાય છે ? જગતને મિથ્યા માનનારા કેમ રસ્તા પર પૈસા કે પોતાની પ્રિય પોટલી ફેંકી દેતા નથી ?! જગત મિથ્યા નથી ને બ્રહ્મ ય મિથ્યા નથી. જગત ‘રિલેટિવ' સત્ય છે કે બ્રહ્મ ‘રિયલ’ સત્ય છે. મૂળ વસ્તુને યથાર્થ સમજવા ના દે તે માયા. બ્રહ્મજ્ઞાન એ આત્મજ્ઞાનનું પ્રવેશદ્વાર છે. સાધનો, સ્વરૂપની એકાગ્રતા કરાવે પણ સ્વરૂપની પ્રાપ્તિ નહીં. આત્મજ્ઞાનથી જ સ્વરૂપની પ્રાપ્તિ થાય. જગતની વિનાશી વસ્તુઓની નિષ્ઠા ઊઠી, અવિનાશી બ્રહ્મની નિષ્ઠા બેસે, બ્રહ્મનિષ્ઠ બને, તેને બ્રહ્મજ્ઞાન કહ્યું. ને આત્મનિષ્ઠ પુરુષ તે સ્વયં પરમાત્મા જ કહેવાય ! આત્મનિષ્ઠ અબુધ હોય ને બ્રહ્મનિષ્ઠમાં બુદ્ધિ રહે ! શબ્દબ્રહ્મ, નાદબ્રહ્મ એ બધા ‘ટર્મિનસ’ જતાં વચ્ચેના ‘ફલેગ’ સ્ટેશનો છે જે બહુ ત્યારે એકાગ્રતામાં રાખે. એકાગ્રતાથી અધ્યાત્મની આદિ છે, છતાં આત્મા તેનાથી અસંખ્ય માઈલો દૂર છે ! શબ્દ સનાતન નહીં પણ બે-ત્રણ વસ્તુના સંયોગથી ઉત્પન્ન થતી વસ્તુ છે, અસ્વાભાવિક છે. છતાં જે શબ્દ અનુભવ કરાવે તે સાચો, પણ અંતે તો શબ્દનું ય અવલંબન છૂટે છે ને નિરાલંબ દશાને પમાય છે. બ્રહ્મમય સ્થિતિ થયા બાદ જાગૃતિ પૂર્ણતાએ પૂગે ને જીવમાત્રમાં શુદ્ધ જ ભળાય. ‘અહં બ્રહ્માસ્મિ' એમાં પોતાની જાતનો અહંકાર છે. આ અહંકાર એટલે પોતે જ્યાં નથી ત્યાં ‘હું 'નો આરોપ કરે છે. બ્રહ્મપ્રાપ્તિનું પરિણામ નિરંતર પરમાનંદનું સ્વસંવેદન ! જનકવિદેહી જેવી દશા !! સંસારના સર્વ સંયોગોમાં ય પરમ અસંગતતાનો અનુભવ !!! બ્રહ્મપ્રાપ્તિ માટે મળ વિક્ષેપને અથવા તો રાગ-દ્વેષને કાઢવા ભવોભવ વૃથા ફાંફાં મારે છે ! કિંતુ બ્રહ્મપ્રાપ્તિનું બાધક-કર્તા, ‘રૂટ કોઝ” અજ્ઞાન છે, જે કોઈ કાઢી શકતું નથી સિવાય કે “જ્ઞાની પુરુષ'! આત્માને આવરનારું અજ્ઞાન છે, નહીં કે અહંકાર ! જ્ઞાનની આંતરિક જાગૃત દ્રષ્ટિ કેવી હોય ? પ્રથમ વિઝનમાં સ્ત્રી, પુરુષો ‘કમ્પ્લીટ’ ‘નેકેડ' દેખાય. દ્વિતીય ‘વિઝન'માં ત્વચારહિત કાયા દેખાય ને તૃતીય ‘વિઝન'માં ચીરેલો દેહ, આંતરડા, માંસ-હાંડવાળો દેખાય !!! અને અંતમાં સર્વમાં બ્રહ્મસ્વરૂપ દેખાય !!!! પછી રાગ-દ્વેષ થાય ? જીવમાત્રમાં ચેતન તત્ત્વ રહેલું છે, જે સ્વભાવે કરીને એક છે, દ્રવ્ય કરીને નહીં, દ્રવ્ય કરીને તો પ્રત્યેક ચેતન ભિન્ન ભિન્ન ને સંપૂર્ણ સ્વતંત્ર છે. સર્વ આત્માઓ એક જ હોત તો રામચંદ્રજી મોક્ષે ગયા તો બધા જાય ને ?! “એકોહમ્ બહુસ્યામ' શું બ્રહ્મને એવી ઈચ્છા થઈ શકે ? આત્મા પરમાત્મામાં વિલીન થતો જ નથી. વિલીનીકરણમાં પ્રત્યેક આત્માએ સંપૂર્ણ પોતાપણું. પોતાની સ્વતંત્રતા ગુમાવી, અન્યમાં હોમી દેવાની ? જ્ઞાનીઓ જીવમાત્રમાં સંપૂર્ણ સવંગ ને સ્વતંત્ર રહેલાં પરમાત્માનાં દર્શન કરે છે ! આત્મા એક હોત તો રામચંદ્રજી મોક્ષસુખ માણે ને તો મહીં દુઃખ શાને હોય ? આત્મા પરમાત્માનો આવિર્ભાવ હોયPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 171