Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ બન્ને વિનાશી જ હોય. દરેક વસ્તુ, જગત સ્વયં, સ્વભાવથી જ વહન કરી રહ્યું હોવાથી સમસરણ માર્ગમાં જેટલાં જીવો સિદ્ધક્ષેત્રમાં જાય છે, તેટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં પ્રવેશે છે, જેનાં થકી વ્યવહારની અકબંધતા જળવાય છે. જો એક પણ જીવ ખૂટે તો કુદરતનું પ્લાનિંગ પડી ભાંગે ને આજે ચંદ્ર તો કાલે સૂર્ય ગેરહાજર થઈ જાય ! વસ્તી વધારા કે ઘટાડાની હદ કુદરતના હાનિ-વૃદ્ધિના અફર નિયમની બહાર જઈ જ ના શકે ! આત્મા સ્વભાવથી જ મોક્ષગામી છે, વચ્ચે ડખોડખલ ના થાય તો ! શુભ વિચારોથી હલકાં પરમાણુઓ ગ્રહાય છે જેથી આત્માનું ઉર્ધ્વગમન થાય છે ને ભારે ને ભારેખમ પરમાણુઓ પ્રહાવાથી વનસ્પતિકાય સુધી પહોંચી - જ્યાં નાળીયેરી, કેરી કે રાયણામાં પ્રવેશી, કીધલાં પ્રપંચોનું લોકોનું આજીવન મીઠાં મધુરાં ફળ આપી, ઋણમુક્ત, કર્મમુક્ત બને છે ! અને અંતે શુદ્ધાત્મા થયા પછી સ્વભાવમાં રહીને તેમ જ પુદ્ગલ પ્રસંગનો પૂર્ણપણે નિકાલ થતાં, મોક્ષે જવાય. આ વૈજ્ઞાનિક નિયમોમાં કોઈનું કંઈ સ્વતંત્ર ચલણ નથી ! જગતમાં ભાસતું ભિન્નત્વ ભ્રાંતિને કારણે, અવસ્થાએ કરીને છે, બુદ્ધિની-ડીગ્રી દ્રષ્ટિએ જોવાથી ! મૂળ તત્વે કરીને સેન્ટરમાં જોવાથી અભિન્નતા છે, એ જ પરમાત્મ દર્શન છે !!! જ્ઞાની ‘જેમ છે તેમ' જોઈને બોલે. જે ‘છે” તેને ‘નથી” ના કહે ને જે ‘નથી’ તેને ‘છે' ના કહે. વીતરાગોએ સનાતન તત્ત્વોનાં ગુણો ઉત્પા, વ્યય ને ધ્રૌવ-એમાં ઉત્પન્ન થવું ને વિનાશ થવું એ વસ્તુના પર્યાયોનું અને સ્થિર રહેવું, એ વસ્તુના ગુણને કહ્યું. જેના સ્થૂળ રૂપકોમાં લોકોએ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ માન્યા ને તેમની મૂર્તિઓ મૂકી !!! અરે, ગીતાની, ગાયત્રીની પણ મૂર્તિઓ મૂકી !!! ગીતામાં શ્રીકૃષ્ણ કહેલા અંતરઆશયને સૂક્ષ્મતમમાં ભજવાને બદલે સ્થળ મૂર્તિ ભજી ! ગાયત્રીના મંત્રને જપવાને બદલે મૂર્તિમાં સંતોષાયા !! વાતનું વૈજ્ઞાનિક હાર્દ વિસરાયું ને જાડું કંતાયું ! બ્રહ્મા, વિષ્ણુ ને મહેશની મૂર્તિઓને સત્ત્વ, રજો ને તમો ગુણના પ્રતીકરૂપે મુકી છે. રૂપકોમાં સત્યતાની આડગલીમાં અટવાઈ જવા કરતાં પાછા પોતાને ઘેર વળી જવું ઉત્તમ ! અવળી દિશામાં પૂરપાટ વેગે પ્રવહન કરતાં લોકોને જ્ઞાની સાચી દિશાએ વાળે છે તે ય નિમિત્તભાવે, કર્તાભાવે નહીં ! સત્યનું શોધન તો નિરાગ્રહનાથી જ થાય. આગ્રહ એ અહંકાર છે. હું ચંદુલાલ, આનો કાકો, આનો મામો... આ ‘રિલેટિવ' સત્ય ‘રિયલમાં તો અસત્ય ઠરે છે ! જ્ઞાની હંમેશાં વાસ્તવિકતા જ ‘ઓપન’ કરે, કોઈ એને ન સ્વીકારે તો પોતાનું ખરું કરાવવા જ્ઞાની સામાની સાથે એના પગથિયે બેસી ના રહે. તારી દ્રષ્ટિએ સાચું છે ! કહીને છૂટી જાય ! પોતાના પરમસત્યનો પણ આગ્રહ જ્યાં નથી ત્યાં સંપૂર્ણ વીતરાગત પ્રકટે છે ! અજ્ઞાન જાણે તો જ્ઞાન સામે કિનારે રહેલું જડી જ જાય. આત્મા જાણે તો પુદ્ગલ જાણી જાય. ને પુદ્ગલ જાણે તો આત્મા સમજી જાય. વેદાંતીઓ પુદ્ગલનો પાર પામવામાં પડ્યાં ને નેતિ નેતિ કહી અટકયા ! કેવળજ્ઞાનીઓ નિજ આત્મસ્વરૂપ પ્રથમ પામી, શેષ રહ્યું એ પુદ્ગલ કરીને મુક્ત થયા !!! ખરેખર આત્મજ્ઞાન જાણવાનું નથી. પોતે પોતાના સ્વરૂપનું ભાન થવાનું છે. શબ્દ-આત્મા જાયે કંઈ વળે નહીં. અભેદનું નિરુપણ કરાવતાં વેદ થકી પણ ભેદબુદ્ધિનું જ ઉપાર્જન થાય છે, અબુધતા પમાય તો જ અભેદબુદ્ધિ ફલિત થાય, જ્ઞાની પુરુષે ‘વેદ’ એ ‘થિયરેટિકલ' છે, વિજ્ઞાન એ ‘પ્રેક્ટિકલ' છે એમ કહી દીધું. વેદ બુદ્ધિગમ્ય જ્ઞાન ‘ઇન્ડિરેક્ટ’ પ્રકાશ ને જ્ઞાન ‘ડિરેક્ટ’ પ્રકાશ છે ! જ્યાં ન પહોંચ્યા વેદ ત્યાં પહોંચ્યા ‘જ્ઞાની’ ! ચાર વેદો, ચાર અનુયોગો આત્મતત્ત્વને ચીધે પણ તેને પમાડી ના શકે. શ્રુતવાણી ચિત્તને નિર્મળ બનાવે, જ્ઞાનનો ઉત્તમ અધિકારી બનાવે. પણ મૂળ વસ્તુનો સાક્ષાત્કાર તો અસાધારણ કારણરૂપ જ્ઞાની પુરુષ એમની સંજ્ઞાથી કરાવે ! ત્યાં શબ્દરૂપ વેદ નિઃશબ્દ આત્માને કેમ કરીને વર્ણવે ? વેદ જ્ઞાનસ્વરૂપ ને વત્તા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 171