Book Title: Aptavani 08 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ અંગ કપાય કે એનેસ્થેસીયા અપાય ત્યારે તેટલા ભાગમાંથી આત્મા ખસી જાય છે ! વિશ્વમાં નાસ્તિક નથી કોઈ. અસ્તિત્વનું ભાન ‘હું છું’ એ ભાન છે. એ બધાં જ આસ્તિક ! આત્મા અસ્તિત્વ, વસ્તૃત્વ ને પૂર્ણત્વ સહિત હોય. અસ્તિત્વનું ભાન જીવમાત્રને, વસ્તુત્વનું ભાન વિરલાને ને પૂર્ણત્વ તો પ્રસાદી છે વસ્તુત્વ જાણ્યાની ! એ વસ્તુત્વનું ભાન તો ભેદજ્ઞાની જ કરાવે. આત્માના અસ્તિત્વની પ્રતીતિની ખાતરી કરાવતાં ‘જ્ઞાની” કહે છે કે જેમ સુગંધ અત્તરના અસ્તિત્વને ઊઘાડું કરી દે છે, તેમ આત્મા અરૂપી છતાં તેના સુખ સ્વભાવ પરથી પરખાય. અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ એવું અનંત ગુણધામી સ્વરૂપ એ પરમાત્માનું છે અને તે “પોતે' જ છે પણ પોતાના સ્વરૂપનું ભાન થાય પછી જ એ સર્વ ગુણો નિરાવરણાં થાય ! ચેતન અને જડનો ભેદ તેમના ગુણધર્મોથી જણાય. જ્ઞાન-દર્શન, જોવું-જાણવું એ ચૈતન્ય સ્વભાવ છે, જે અન્ય કોઈમાં નથી. જીવના અસ્તિત્વની આશંકા કરનાર “મારા મોંઢામાં જીભ નથી એમ વદનારની જેમ પોતાના, વસ્તુ-અસ્તિત્વને સ્વયં ઊઘાડું પાડે છે ! જીવની શંકા જેને ઉપજે તે જ જીવ પોતે ! જડને તે શંકા પડે ? અંધારામાં પણ મોંમાં મૂકેલાં શ્રીખંડમાંની પ્રત્યેક ચીજને જે જાણે છે, તે જીવ છે ! જ્ઞાનતંતુઓ તો ખબર પહોંચાડે છે, પણ જેને ખબર પડે છે તે જીવ છે ! સદાય સુખનો ચાહક ને શોધક રહ્યો તે જ જીવ. જ્યાં લાગણીઓ છે ત્યાં આત્મા છે. જ્યાં લાગણી નથી ત્યાં આત્મા નથી. છતાં આત્મામાં લાગણી નથી, જેને લાગણીઓ થાય છે તે પુદ્ગલ છે. હલનચલન કરે, બોલે, ખાય, પીવે તે ચેતન નથી પણ જ્યાં કંઈ પણ જ્ઞાન છે કે અજ્ઞાન છે, દયા કે લાગણી છે, ત્યાં આગળ ચેતન જીવનની ત્રણે અવસ્થાઓમાં, અરે ! અનંતા જન્મ-મરણની અવસ્થાઓમાં પણ અજન્મા-અમર એવો આત્મા તેનો તે જ, નિજ સ્વભાવમાં જ, કાયમનો રહે છે ! જન્મે ય પુદ્ગલ સાથે પોતાને ભવોભવના સથવારા કરવા પડ્યા ! એ “રોંગ બીલિફ ગઈ કે થઈ ગયો પોતે સ્વતંત્ર ! સંપૂર્ણ સ્વતંત્ર !!! બાકી નથી ચોંટ્યું પુદ્ગલ આત્માને કે નથી આત્મા પુદ્ગલને ચોંટ્યો ! પુદ્ગલ એટલે પરમાણુ તત્ત્વ ને આત્મતત્ત્વના સંયોગે ‘વિશેષ પરિણામે ઉત્પન્ન થતાં પ્રથમ અહમ્, ક્રોધ, માન, માયા, લોભ એ વ્યતિરેક ગુણોવાળી પ્રકૃતિ ઉત્પન્ન થઈ ને સંસાર સર્જાયો ! આમાં “મૂળ આત્મા’ સંપૂર્ણપણે અક્રિય છે. પુદ્ગલ સક્રિય હોવાથી અને અજ્ઞાનતાને કારણે આત્માના કર્તાપણાની ભ્રાંતિ ઉત્પન્ન કરાવે છે ! આ પ્રકૃતિની સાંકળીએ બન્યા પરમાત્મા બંદીવાન ! પણ જ્યાં બંધન છે ત્યાં મોક્ષ પણ છે. અજ્ઞાનભાવે, ભ્રાંતભાવે બંધન ને જ્ઞાનભાવે મુક્તિ ! કર્તાપણાની, પોતાના સ્વરૂપ વિશેની ભ્રાંતિ તૂટે ત્યારે કોઈ કર્મનો કર્તા પોતે રહેતો નથી, ‘પોતે પરમાત્મા જ છે તેનું ભાન નિરંતર વર્ત છે ને સર્વ રીતે સંપૂર્ણ સ્વતંત્ર, મુક્ત બને છે ! જન્મ-મરણનું મૂળ કારણ અજ્ઞાન છે, ને જ્ઞાનથી છૂટકારો છે, આવાગમન જન્મ-મરણ અહંકારને છે, યોનિ પ્રાપ્તિ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ને આધીન છે, એમાં કોઈની સ્વતંત્રતા નથી, ભગવાનની પણ નહીં ! આરોપિતભાવ-સંસારીભાવને લઈને કારણ શરીર ઉત્પન્ન થયા બાદ બીજા પાર્લામેન્ટરી મેમ્બરો ભેગા થઈ ‘રિઝલ્ટ' લાવે છે. જેથી ‘ઇફેક્ટ બોડી’ થાય છે. પાર્લામેન્ટમાં ઠરાવો થયા બાદ મેમ્બરો ચાલ્યા જાય છે ! ને ઠરાવો રહી જાય છે, એ ઠરાવો એક પછી એક રૂપકમાં આવ્યા કરે છે ! સ્થૂળદેહથી આત્મા છૂટે ત્યારે આત્માની સાથે સૂક્ષ્મદેહ. કારણ કે દેહ ને ક્રોધ-માન-માયા-લોભ જાય છે. કારણદેહ આવતા ભવે કાર્યદેહ બને છે. કર્મની સિલક હોય ત્યાં સુધી જ તેજસ શરીર સાથે હોય, એટલે છે. આત્માનું સ્થાન આખા દેહમાં વ્યાપ્ત છે. જયાં દુ:ખનું સંવેદન છે ત્યાં આત્મા છે. માત્ર નખમાં ને વાળમાં જ આત્મા નથી. હૃદયમાં તો સ્થૂળ મનનું સ્થાન છે. જ્યારે સૂક્ષ્મ મન એ બન્ને ભૃકુટીની વચ્ચે અઢી ઇચ અંદર છે. આત્માના સંકોચ-વિકાસશીલ સ્વભાવને કારણે દેહનું કોઈ પણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 171