Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ ‘જ્ઞાની’ સ્વમુખેથી વહેલું આત્મતત્ત્વ, તેમ જ અન્ય તત્ત્વો સંબંધીનું વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજન થાય છે. પૂર્વાર્ધ ખંડમાં (૧) આત્મા શું હશે ? કેવો હશે ? સંબંધી અનેક પ્રશ્નો પ્રશ્નકર્તા પૂછીને સમાધાન મેળવે છે. જ્યારે ઉત્તરાર્ધ ખંડમાં (૨) ‘હું કોણ છું ? જાણવું કઈ રીતે ? પોતાના સ્વરૂપની ઓળખાણ, સાક્ષાત્કાર કઈ રીતે પામવો તેની હવે વાચકને- પ્રશ્નકર્તાને તાલાવેલી લાગી છે, તે માટે પ્રશ્નો પૂછી પૂછીને માર્ગદર્શન પામી રહ્યો છે ! આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે ? શું કરતો હશે ? જન્મ-મરણ શું ? કોના જન્મ-મરણ ? કર્મ શું ? ચાર ગતિઓ શું ? તેની પ્રાપ્તિનાં રહસ્યો, મોક્ષ શું ? સિદ્ધગતિ શું ? પ્રતિષ્ઠિત આત્મા, મિશ્રચેતન, નિશ્ચતેન-ચેતન, અહંકાર, વિશેષ પરિણામ, જેવા સેંકડો પ્રશ્નોનાં સમાધાન અત્રે અગોપ્યાં છે. જીવ શું ? શિવ શું ? દ્વૈત, અદ્વૈત, બ્રહ્મ, પરબ્રહ્મ, એકોહમ્ બહુસ્યામ, આત્માનું સર્વવ્યાપકપણું, કણકણમાં ભગવાન, વેદ અને વિજ્ઞાન વિ. અનેક વેદાંતનાં રહસ્યો પણ અત્રે ખુલ્લાં થાય છે. અધ્યાત્મની પ્રાથમિક પણ પાયાની યથાર્થ સમજ, કે જેના આધારે આખો મોક્ષ માર્ગ કાપવાનો હોય છે એમાં સહેજ પણ સમજફેર થાય તો ‘જ્ઞાની’ની ‘પેરેલલ’ રહી પંથ કપાવાને બદલે એક જ દોરો ફંટાયો તો લાખો માઈલ પંથ કપાતાં એક જ દ્વારે પહોંચવાને બદલે કંઈ ભળતા જ સ્થાને જઈ પહોંચાય ! ‘આપણે પરમાત્માના અંશ છીએ' એ ભ્રાંત માન્યતા વર્તતી હોય ત્યાં ‘પોતે’ પરમાત્મા જ છે, સંપૂર્ણ સ્વતંત્ર છે, અંશ નહીં પણ પોતે સર્વાશ છે' એ ક્યારે સમજાય ? અને એ ‘બિલીફ'માં જ ના હોય તો પછી એ પદને પ્રાપ્ત કેમ કરાય ? આવી તો કેટલીય ભ્રામક માન્યતાઓ લોકસંજ્ઞાએ કરીને ગ્રહાયેલી છે જે યથાર્થ દર્શનથી વેગળી વર્તાવે છે ! તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુદ્ધ જ છે માત્ર ‘પોતાને’ રોંગ ‘બિલીફ’ બેસી ગઈ છે જે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! લાખો પ્રશ્નો-વિકલ્પીના કે જીજ્ઞાસુના આવે છતાં જ્ઞાનીના ઉત્તરો સચોટ મર્મસ્થાને અને એક્ઝેક્ટનેસ ઓપન’ કરનારાં નીકળે છે, જે જ્ઞાનીના સંપૂર્ણ નિરાવરણ થયેલાં દર્શનની પ્રતીતિ કરાવે છે. તેમનાં જ શબ્દમાં કહીએ તો ‘હું કેવળજ્ઞાનમાં આમ જોઈને જવાબ આપું છું.’ વળી વાણીનો પણ માલિકીભાવ નથી. ‘ટેપરેકર્ડ’ બોલે છે. ‘પોતે’ બોલે તો ભૂલવાળું નીકળે, ‘ટેપરેકર્ડ’માં ભૂલ ક્યાંથી હોય ? ‘પોતે’તો ‘ટેપરેકર્ડ’ના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. જિજ્ઞાસુ-મુમુક્ષુને આત્મપ્રાપ્તિ અર્થે, આત્માસંબંધી, વિશ્વસંબંધી ઊઠતી સેંકડો પ્રશ્નોત્તરીને પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત કરવામાં આવી છે જે સુજ્ઞ-આત્માર્થીને પોતાની જ ભાષામાં વાતની, ‘વસ્તુ’ની સ્પષ્ટતા કરાવે છે. પરંતુ ‘વસ્તુ’ને તથારૂપ દ્રષ્ટિમાં લાવવા અનુભવવા તો પ્રત્યક્ષ-પ્રગટ સ્વરૂપે બિરાજેલા જ્ઞાની શ્રી દાદાશ્રી પાસેથી જ પ્રાપ્ત થાય તેમ છે. બાકી આત્મજ્ઞાન કે કેવળજ્ઞાનની ઊંડી ઊંડી વાતો નિજ આત્મપ્રકાશના એકુંય કિરણને પ્રકટ કરવામાં નિષ્ફળતામાં પરિણમે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ ‘જ્ઞાની’નો સુયોગ સધાય નહીં, ‘જ્ઞાની’નું જ્ઞાન લાધે નહીં, ત્યાં સુધી શબ્દાત્મામાં રમણતા રહે છે અને પ્રત્યક્ષ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 171