Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
ક્
સભ્યા બની શકતા. ઉદાહરણાથે લેખાંક ૪૮ માં પિતાના નામ આગળ શ્રેષ્ઠીપદ છે પણ પુત્રના નામ આગળ નથી; લે. ૪૬ માં પિતાનેા મંત્રી તરીકે ઉલ્લેખ છે પણ પુત્ર અંગે નથી, તે એમ દર્શાવે છે કે પિતા ખાદ્ય પુત્રને એ પદે! પ્રાપ્ત ન થયાં. આ મતલખનાં ખીજા પણ અનેક પ્રમાણેા લેખામાં છે.
(૧૧) ઉપયુક્ત પદોની જેમ જ નામ આગળ સન્માનર્દેશક અંક–સંખ્યા મૂકવાની પ્રથા પણ લેખેામાં દૃષ્ટિગેાચર થાય છે. આચાયૅનાં નામ આગળ ૧૦૮ કે ૧૦૦૮ ની સંખ્યાના પ્રયાગ સુવિદિત છે, કિન્તુ રાજાએ તથા શ્રેષ્ઠીએનાં નામ આગળ પણ કોઇ અકે। મૂકતા; ઉદાહરણાથે લેખાંક ૩૩૬ માં નિહાલચંદ્ઘ તથા લે૦ ૩૩૪ માં ઠાકર પ્રતાપસિંહનાં નામ આગળ અનુક્રમે ૫ તથા ૭ ના આંકા મૂકાયાં છે.
(૧૨) મૃત્યુ પામેલી વ્યક્તિએનાં નામ આગળ ‘સ્વસ્થ’ પૂર્વ પદ્મને ઉપયોગ લેખેામાં કયાંય નથી. અલખત્ત, જેમનાં શ્રેયાર્થે પ્રતિષ્ઠા થઈ હાઇ તે વ્યક્તિની અવિદ્યમાનતાનું સૂચન મળી રહે છે જ. કિન્તુ કેટલાક લેખામાં “સ્વ”ની વિરૂદ્ધ ‘વિ૰” પૂર્વી પદને પ્રયાગ ખાસ નોંધનીય મની રહે છેઃ જુએ લેખાંક ૮૮૦ અને ૮૮૧. જેમનાં નામ આગળ “વિ” પૂર્વ પદ્ય છે તેએ વિદ્યમાન અને બાકીના અવિદ્યમાન હતા એમ દ્વારા સૂચવાય છે.
નામાભિધાન સંબંધક ઉપયુક્ત મુદ્દાઓ તત્કાલીન લેાકભાષા તેમ જ રીત-રિવાજો, માન્યતાએ આદિ સાંસ્કૃતિક અધ્યયનની અપૂર્વ સામગ્રી પ્રસ્તુત કરતા હાઇને તેનું હજી ઉંડાણપૂર્વક અન્વેષણ થવું ઘટે છે. અહીં તે માત્ર તેનું સૂચન જ છે. પહેલાં અપભ્રંશ ભાષાની પરંપરાનું સાહિત્ય લેાકભાગ્ય હાઇને તેને પ્રભાવ અધિક હતા. લેખેાક્ત અપ ભ્રંશનાં નામે એ લેાકભાષાના વ્યવસ્થિત અધ્યયન માટે પાયાની ગરજ સારે છે.
સતીપ્રથા :
જૈન ધર્મો સતી પ્રથાના નિષેધ કરે છે; જૈનાચાર્યાએ સતી થવા જતી સ્ત્રીઓને પ્રતિબેાધ આપીને ત્યાગ માર્ગે વાળી હોવાનાં ઉદાહરણા પણ જૈન ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે; છતાં લેખાંક ૪૮૮ માંથી સ. સેાનપાલની ત્રણે પુત્રવધૂએ સતી થઈ હાવાનુ પ્રમાણ સાંપડે છે. કુરપાલ–સેાનપાલની ખંધુ બેલડીએ ભારતના રાજકીય ઇતિહાસમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ અંગે પાછળથી ઉલ્લેખ કરીશું. તેમના પુત્ર રૂપચંદ--જેના પાળિયા ઉપરથી પ્રસ્તુત લેખ પ્રાપ્ત થાય છે–તે પણ મહા લડવૈયા હતા, તેની પત્નીએ સતી થાય તે તેમનું ક્ષાત્રતેજ દર્શાવે છે. આપણે જોયું કે અનેક રાજપૂતા જૈન ધર્માવલંબી થઇને એશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત થઈ ગયા હતા, તેમની નામાભિધાન પ્રથા પણ પ્રણાલિકાગત ચાલુ રહી હતી; તેવી જ રીતે સ્વાભાવિક રીતે જ સતીપ્રથા પણ જાતીય સંસ્કારવશ ચાલુ રહે એ નવાઇ પામવા જેવું નથી. અભ્યાસીઓ માટે આ મુદ્દો નોંધનીય છે કે આજ સુધીમાં જેટલાં જૈન પ્રમાણેા ઉપલબ્ધ થયાં છે તે બધા જ ઓસવાળ સ ંબંધિત જ છે.
આ પાળિયા અમદાવાદમાં દુધેશ્વરના કૂવાના થાળામાં જડાયેàા હતા, ત્યાં મિત્રા સાથે સહેલગાહે ગયેલા ગુજરાતના ઇતિહાસકાર રત્નમણિરાવે તે શેાધી કાઢીને તે અંગે
ઉત્પાાહ કરેલે×
× જૈન સાહિત્ય સંશેાધક' ખ. ૩, અ. ૪ માં જુએ રત્નમણિરાવ ભીમરાવ જોટેને લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com