Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વાચનથી સમજાશે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજનો અધ્યાત્મ પ્રદેશમાં અનુભવ હોવાથી તેમણે પદને અધ્યાત્મશૈલીએ જે ભાવાર્થ લખ્યો છે તે સંબધી તેમના કરતાં વિશેષ જ્ઞાનિયે આલોચના કરી શકે. અધ્યાત્મ રસના ઉભરાઓથી આત્માને અનેક પાત્રોથી વારંવાર સ્તવવામાં આવ્યું હોય તેથી ત્યાં પુનરૂક્તિદોષની શંકા કરવી નહિ. જાપ-મંત્ર-અધ્યાત્મ-વૈરાગ્ય વગેરે વિષયોમાં એકની એક બાબત વારંવાર આવતી હોય તે તેમાં પુનરૂક્તિદોષ ગણતો નથી; એમ પૂર્વાચાર્યોએ અનેક ઠેકાણે દર્શાવ્યું છે. અધ્યાત્મજ્ઞાન એ સર્વે જ્ઞાનમાં શ્રેષ્ઠ છે, એમ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા ?? એ હેડીંગવાળા લેખથી માલુમ પડે છે. અધ્યાત્મજ્ઞાનની શ્રેષ્ઠતા વિશેષ પ્રકારે મનુષ્યના હૃદયમાં ઠસાવવા માટે શ્રીમદ્ ગુરૂ શ્રી એ પુનરૂક્તિદોષ ન આવે એવી રીતે વિષયાંતરવિચારસંકલનાએ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતાનો લેખ લખ્યો છે. શ્રીમના ચરિતવિભાગથી અઢારમા સૈકામાં પ્રવર્તતી જૈન કેમપ૨ ઘણું અજવાળું પડે છે. અઢારમા સૈકામાં વિદ્યમાન મુનિવરના ચારિત્ર્યપર અજવાળું પાડનાર શ્રીમનો ચરિતવિભાગ અત્યંત ઉપયોગી જણાય છે. શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતવિભાગમાંથી ઘણું જાણવાનું મળી શકે તેમ છે. અનેક કિંવદન્તીઓમાંથી ઘણે સાર ખેચી શકાય તેમ છે. શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતપ્રસંગે, શ્રીમદ્દ ઉપાધ્યાય યશવિજયજી સંબન્ધી કેટલુંક લખવામાં આવ્યું છે. શ્રીમદ્દ અને ઉપાધ્યાય એ બંનેની તુલના અમુક વિચારશ્રેણિએ કરવામાં આવી છે તે મનન કરવા યોગ્ય છે. શ્રીમના ચરિતવિભાગની સાથે ઘણા મુનિયોનો સંબંધ છે તે પૈકી કેટલાક મુનિવરની પ્રાસંગિક હકીકત આલેખવામાં આવી છે તે વાચકોને સહેજે જણાશે. શ્રીમદ્ આનન્દઘનજી અઢારમા સૈકામાં એક મહાપુરૂષ તરીકે તે વખતના મુનિવરે માં ગણાતા હતા તેમનું આત્માપણું કેવું હતુંતેઓ આગમોને આગળ કરીને કેવી રીતે પ્રવર્તતા હતા-નિવૃત્તિમાર્ગમાં તેમની કેવી નિષ્ઠા હતી–તેમણે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરીને કેવી રીતે પરિષહ સહ્યા હતા–તેમના પ્રતિપક્ષીઓ તેમને સતાવતા હતા અને જે જે કહેતા હતા તે સંબધી અજવાળું પાડવામાં આ ગ્રંથન ચરિતવિભાગ ખરેખર વાચકેને અત્યંત ઉપયેગી થઈ પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 812