Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન. -- Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનમસ્તે શ્રીમદ્ આનન્દઘનજીમહારાજનું નામ જૈનકામમાં અને જૈનેતરામાં પ્રસિદ્ધ છે. અઢારમા સૈકામાં આર્યાવર્તને વિભૂષિત કરનાર શ્રીમદ્ આનન્દઘનજીએ, ભવિષ્યની આર્યાવર્તપ્રજાને એકશે! આઠ પદે અને ચાવીશી આપી છે. શ્રીમદ્ની ચાવીશીના ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિએ, તેમના લગભગ સમયમાં પૂર્યા હતા. શ્રીમદની ચાવીશીપર શ્રી જ્ઞાનસાગરજીએ પણ ટો પૂર્યો છે. શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ અને શ્રી જ્ઞાનસાગરજીના ટમા ( સ્તંભક)થી આનન્દઘનજીની ચાવીશીના ભાવાર્થપર ઘણું અજવાળું પડયું છે. અન્ય મુનિએ શ્રીમદ્ની ચાવીશીપર ટખા પૂર્યા છે એમ સાંભળવામાં આવે છે પણ તેની પ્રાપ્તિવિના તે સંબન્ધી કશું કહી શકાય તેમ નથી. શ્રીમી ચોવીશીમાંના પાંચ છ સ્તવનેાના ભાવાર્થને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પરમાત્મāાતિ ગ્રન્થમાં આલેખ્યા છે. શ્રીમદ્ આનન્દઘનજીએ મહાતેર વા એકશે। આઠ પદો રચ્યાં છે, તેના ભાવાર્થ જાણવા માટે પાના ભાવાર્થની આવશ્યકતાના આઘેષ જ્યાં ત્યાં સાંભળવામાં આવતા હતા. શ્રીમનાં પદોના ભાવાર્થ લખવા એ કંઈ સામાન્ય કાર્ય નથી. જે અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતર્યા હોય તેવા મહાત્માએ શ્રીમનાં પદોના ભાવાર્થ લખવા સમર્થ થઈ શકે. કોઈ મુનિએ આનન્દઘનજીનાં ચાલીશ પદેના બે પૂર્યો છે એમ સાંભળવામાં આવે છે. શ્રીમદ્ આનન્દઘનજીનાં પદાના ભાવાર્થ પ્રકાશવા માટે શ્રીમદ્ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીમહારાજને ઘણા ભક્ત શ્રાવકા તરફથી વિનંતિ કરવામાં આવી હતી-તેથી મુનિરાજ શ્રી મુદ્ધિસાગરજીએ મુંખાઈમાં પ્રવેશ કર્યાં બાદ પદેના ભાવાર્થ લખવા માટે કારણુયોગે વિચાર કર્યો-તેનું કારણ તે ઉપાદ્ઘાતમાં જણાવે છે. ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પદોના ભાવાર્થ લખીને સમ્યક્ પ્રકાશ પાડયો છે તે વાચકોને સ્વયમેવ વિદિત થશે. શ્રીમા સર્વે પાના ભાવાર્થ લખીને બહાર પાડવાનું શ્રીમદ્ બુદ્ધિસાગરજીને પ્રથમમાન ઘટે છે. અધ્યાત્મજ્ઞાનમાં અનુભવ પામેલા જ્ઞાનિપુરૂષા સદાના અધ્યાત્મભાવ પ્રકાશવા માટે સમર્થ થાય છે તે આ ગ્રન્થના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 812