Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 8
________________ A-૪ બા ગયા વડિલ ભાઈશ્રી તથા ભાભીશ્રીની સેવામાં, મુ. તળાજા બા ગયા! આજે સવારના ૭ વાગે ઘણું જ શાતા પૂર્વક પૂજ્ય માતુશ્રીને દેહ વિલય થયો ! ધણું વરસોથી સાથે જ હતા, જેથી મેહ અને માયાને અંગે ઘણું જ દુઃખ લાગ્યું. પૂજ્ય માતુશ્રીની ખેટ બહુ જ સાલે છે; દીવાનખાનું સુનકાર લાગે છે, ૨૦ વરસની જગ્યા એક દિવસમાં ખાલી ખમ થઈ ગઈ છે. તેમની દરેક વસ્તુઓને જોતાં જ સંસ્મરણ થઈ આવે છે, અને ગળે ડુમો ભરાઈ આવે છે, હૈયું કઠણ રાખવા કોશિષ કરું છું, પણ માતુશ્રીને સ્નેહ અને તેમને પ્રભાવ એવો હતો કે, વિસરાય તેમ નથી. બહુ જ ભાસર જીવન જીવ્યા. ૮૩ વર્ષમાં કેઈએ પણ તેમનું વચન ઉથાપ્યું નથી. જીવનમાં કોઈને પણ કડવો શબ્દ કહ્યો હોય તેવું મને યાદ નથી. અત્રે ૨૦ વરસમાં કોઈપણ દિવસ આકરા થયા હોય તેવું બન્યું નથી. કેઈપણ સંજોગોમાં તેમણે કુટુંબને જે સંસ્કારે આપી અત્યારે જે આબાદી સૌ જોઈ રહ્યું છે, તે તેમને જ પ્રતાપ છે. માતુશ્રી જતાં પુછવા ઠેકાણું ચાલ્યું ગયું, જાણે આખો યુગ બદલાયે, ૨૦૨૦ માં માતુશ્રી હતા, ૨૦૨૧ માં માતુશ્રી નથી. ગયા વરસે મારા મુખમાંથી ઉદ્ગારે નીકળી પડ્યા હતાં કે, “૨૦૨૧માં પૂજ્ય માતુશ્રી નહીં હોય” એવું જ બની ગયું છે, જેવી પ્રભુ ઈચ્છા ! હવે તે તેમની કુખને ઉજાળનારા તેનાં પૂત્રો–પ્રપૂત્રેાએ તેમનાં અમર આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ મળે તે રીતે જીવન જીવવાનું છે. તમે બને એગ્ય ટાઈમસર અત્રે આવી ગયા જેથી પૂજ્ય માતુશ્રી ઘણે જ ધર્મ પામી ગયા છે. કોઈની મૃત્યુ તિથી યાદ રહી નથી. પૂજ્ય માતુશ્રીને મૃત્યુ દિવસ આખા જીવન પર્યત યાદ રહેશે. તા. ૩-૧૧-૬૪ લઘુબંધુ બીજાપુર (કર્ણાટક) દલીચંદના વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50