Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 41
________________ ઉપસંહાર આ અભયદાનના અનુભવે જે મારા જીવન ચરિત્રનાં વર્ષોમાં જે અનુભવ્યા હતા તે માત્ર પરમાર્થ હેતુથી જીવદયાની ભાવનાને પ્રદિપ્ત કરવા માટે જીવનયાત્રાના સ્વરૂપમાં ટૂંકાણથી મારી બુદ્ધિ અનુસાર આલેખી ધવલપત્ર ઉપર પ્રકાશીત કર્યા છે. હું તો એક સામાન્ય માનવ છું, આખું જીવન નોકરીયાત પણે સંસ્થાઓની સેવા કરી ઉપજીવન સામાન્યરીતે ચલાવી તેમાં મને જે જે તકે સેવાની સાંપડી છે તેને સદ્દઉપયોગ મન-વચન કાયાથી કર્યો છે. | જીવન સંસ્મરણો પિતેજ આલેખવા એ અઘટીત છે પરંતુ અનુભવેનું આલેખન એ સિવાય અશક્ય હતું. એમાં મારી ઘણી ત્રટીઓ, ગૌણ પણે રહી ગઈ હોય, વિશેષતા ઉપસાવી હેય તે માટે હું મિચ્છામી દુક્કડં ઇચ્છી લઉં છું. મારા બંધુઓ, ભત્રિજાઓ, કુટુંબીઓએ મને મારા સેવાયજ્ઞમાં નિવૃત્તિ આપી મારા શીરેથી કુટુંબની જવાબદારી ઉપાડી લઈ મને નિશ્ચિત રાખે છે. સંસ્થાઓએ મારામાં સંપૂર્ણ વિશ્વાસ મુકી મને સેવાકાર્યમાં ઘણી જ સગવડતા આપી છે. વર્તમાન પત્રના અધિપતિ સાહેબએ મારા જેવા સામાન્ય લેખકનાં ગદ્ય-પદ્ય લખાણે બહુ પ્રેમપૂર્વક પ્રસિદ્ધ કરી મને આભારી બનાવ્યું છે. સૌ મિત્રએ, મુરબ્બીઓએ મને પિતાનો બનાવ્યું છે. એ સૌને આ તકે અંત:કરણ પૂર્વક આભાર માની મારૂં હવે પછીનું જીવન-આરોગ્ય, સુખ–શાંતિમય, જીવદયાને પંથે, અધ્યાત્મ યંગ સાધનામાં પસાર થાય અને મારી શક્તિઓને સદ્વ્યય થાય તેવી ભાવના પૂર્વક વિરમું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50