________________
ની
ઝણઝણકાતથી મારામા , હું ચમક અને વેચવાની
સં. ૧૯૮૪ની સાલમાં મુંબઈમાં હું એક મુસલમાન દુધનાં વેપારીની નોકરીમાં મહેતાજી તરીકે જોડાયે. તેમને બાભે સેના તબેલા હતા અને દુધને ધંધો કરતા. મારે તેમની પેઢી ઉપર નામું લખવાનું હતું. આ નેકરીમાં હું કરીઠામ થયે છું તેમ મને લાગ્યું અને પિતાશ્રીને ટેકારૂપ બન્ય.
એક રાત્રે પેઢીમાં હું નામું લખી રહ્યો હતે. ભેંસોનાં વેપારીઓ સાથે શેઠ વાત કરી રહ્યા હતા. એક ભેંસ ગુજરાતમાંથી તાજી વહેંચાયેલી આવેલી, તેનું પાડુ મરી જવાથી તે વટકી ગઈ એટલે તેને કસાયને વેચવાની વાત થતી હતી. તે મેં સાંભળી હું ચમક્યો. કસાયખાને વેચવાની વાતથી મારામાં બીજરૂપે રહેલા સંસ્કાએ મને ઝણઝણાટી થઈ, હું કઈ ગાદી ઉપર બેઠે છું? પાપની ધગધગતી ગાદી ઉપર બેઠે છું એનું મને ભાન થયું. મને આ હત્યાકાંડની ખબર નહોતી. આ ભેંસને બચાવવા માટે મને પ્રેરણ થઈ, શેઠને વાત કરી, આ ભેંસને કત્તલખાને વેચવાને બદલે અમારા મહાજનવાળાઓને આપે તે તેને જીવ બચી જાય. શેઠે ખુશીથી પાંચ રૂપીયા ઓછા લઈને આપવા જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારે કાંઈ કસાયને વેચવી એવું નથી. અમારે તે દુધ હોય ત્યાં સુધી ખીલે બાંધવાની, દુધ ઘટે એટલે તેને વેચી તેની જગ્યાએ બીજી નવી લાવવાની. એટલે આ તે અમારે દુધને ધંધે છે. પરંતુ તેને કઈલેનાર હોય તે અમે વધુ ખુશી છીએ.
આ ભેંસને અભયદાન અપાવવાનું મેં બીડું ઝડપ્યું, રાત્રે ઘેર ગયે. સુતા સુતા આ ભેંસને કેમ બચાવવી તેનાંજ વિચારો આવવા લાગ્યા. સવારે જૈન દેરાસરાની પેઢીઓએ ગયે અને આ ભેંસની હકીકત જણાવી. મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com