________________
|
-૨
મારો જન્મ સંવત ૧૯૬૫ મહા સુદ ૭નાં રોજ સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસેનાં ઘેલા નદીનાં કીનારે દેશીવૈદ્યો અને આરોગ્યપ્રદ આહવાવાળ પરગામમાં થયો હતે. મારા પિતાશ્રીનું નામ માવજીભાઈ ગાંગજીભાઈ, મારા માતુશ્રીનું નામ ટબલબાઈ, મારે એક વડીલભાઈ પોપટલાલ અને એક લઘુ બંધુ દલીચંદ અને લઘુબહેન કંચનબેન. હું વચેટ પુત્ર. મારું નામ અમરચંદ.
સાત વરસની ઉંમરે તાલુકાસ્કૂલમાં દાખલ થયે. પાંચ ગુજરાતીને અભ્યાસ કર્યો. ધામક અભ્યાસ પાઠશાળામાં કર્યો. ૧૨ વરસની ઉંમરે સંવત ૧૯૭૭માં હું પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં વધુ અભ્યાસ માટે દાખલ થયો. ત્યાં મને સન્મિત્ર પૂજ્ય શ્રી કરવિજયજી મહારાજને સત્સમાગમ પ્રાપ્ત થયે, ધામકસંસ્કારનું બીજ રોપણુથ ચું,
સંવત ૧૯૮૧માં હું સાત ગુજરાતી અને સાડા ત્રણ અંગ્રેજીને અભ્યાસ કરી, યેગ અધ્યાત્મનાં અભ્યાસ માટે પાટણ જેન બેડીંગમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી જવા માટે ગુરૂકુલમાંથી રજા લઈ સ્વવતન ગયે. માતાપિતાની સ્થિતી સાધારણ હતી. પિતાશ્રી મુંબઈ નોકરી કરતા હતા. પૂજ્ય માતુશ્રીએ પાટણ જવાની આજ્ઞા આપી નહીં અને ધંધાની ધુંસરીયે પલેટાઈ કુટુંબની ફરજ અદા કરવા ફરમાવ્યું. ૧૯૮૧ થી ૮૩ સુધી ત્રણ વરસમાં અનેક નોકરીઓમાં જોડાઈ અનુભવ મેળવ્યા. ' ઊંઠા સુધી ભણીયા અમે, વાત કરવી મેટી રમે, જે છે તે છે આતમરામ, ગટનાં નાટક તમામ. સ્વાધ્યાયથી સમજણ પડી, પાટા ઉપર ગાડી ચડી,
સાધ્ય સાધન સાધના જડી, સિદ્ધિ અમર જોડે કી.- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com