Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah
View full book text
________________
A-૧૮
સંવત. ૧૯૯૮ની સાલમાં-યુરોપની યાદવા સ્થળીની આગ હિંદનાં કીનારે પહોંચી, મુંબઈમાંથી હીજરત શરૂ થઈ અમે ફાગણ વદી ૧નાં હું તથા મારા પત્નિ મુંબઈ છેડી પરગામ આવ્યા મારા લઘુબંધુ દલીચંદે બીજાપુર કર્ણાટકમાં સાયકલની દુકાન કરી. અમારે મુંબઈના પૂ. પિતાશ્રીએ રચેલે ગઢ વીખાઈ ગયા. હું ભાવનગરમાં સંવત ૧૯૯૮ અષાડ શુદ ૩નાં રોજ મારા નેહી મુરબ્બી શ્રી ગુલાબચંદ લલ્લુભાઈનાં અંગુલી નિષથી અને શ્રીમાન ખાંતિલાલ અમરચંદ રાની પ્રેરણાથી, શ્રી ભાવનગર પાંજરાપોળમાં મારા જીવદયાનાં ધ્યેયને સાચવવા મેનેજર તરીકે નિમાયે અને નવું પાન શરૂ થયું “મુગી દુનીયા ”નું સુકાન સંભાળ્યું. મુંબઈના અનુભવેને પ્રેકટીકલ કરવાની તક સાંપડી. તન-મનથી પાંજરાપોળને આદર્શ બનાવવા સમઢીયાળા શાખાને આબાદ બનાવવા યોજનાઓ કરી, મદદની જનાઓ કરી, સાલમુબારક-મકરસંક્રાતી–પયુંષણ-લીલેચારો-તિથીફંડ મકાન ફંડ પેન વી. થી આવકની ની શરૂ કરી. પાંજરાપોળમાં પાલન વિભાગ–સારવાર વિભાગ-દુગ્ધાલય વિભાગ-ઉછેર વિભાગ–ખેતીવાડી વિભાગ-વીગેરે શરૂ કરાવ્યા, તેને રિપોર્ટ ૧૦ વરસને સુંદર પ્રસિદ્ધ કર્યો, સમાજમાં જાગ્રતી આવી. વ્યવસ્થીત વહીવટ ચાલુ થયા. ભાવનગરમાં વડવા વાવવાળી શેરીમાં ભાડાથી મકાન લઈ મારા પતિનને તેડાવી. મારા જીવનની નવી યાત્રા શરૂ કરી.
ભાવનગર ગીર ગે સંવર્ધન મંડળમાં મારી માનદ્ મંત્રી તરીકે નિમણુંક થયેલી, તેમાં શહેરનાં અગ્રગણ્ય નાગરીકે મુખ્ય હતા. ને ના. મહારાજા સાહેબના સાનિધ્યમાં પશુ પ્રદ. શને ગંગાજળિયા તળાવમાં ભરાયેલ અને ઈનામે વહેંચાયેલ. આ સંસ્થામાં બે વરસ સેવા આપી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50