________________
A-e ગીરમાંથી ૧૨ વરસ પહેલા રૂ. ૩૦૦) માં લાવેલે તેનું દિવસનું પોણમણ દુધ હતું. આ ભેંસ વેચતા મને પણ દુ:ખ થયું. મેં જણાવ્યું કે આ ભેંસ લઈ ગયા નથી, તે મને આપી દ્યો હું પાંજરાપોળમાં મુકાવી દઈસ ને તમને પૈસા અપાવી દઈશ. શેઠ ખુશી થયા અને કસાયને સોળે ફેક કર્યો. શેઠ લલ્લુભાઈને હકીકત જણાવી. તેમણે ભેંસ લઈ આવવા જણાવ્યું. શેઠ ભેંસને નવરાવી તેલ ચોળીને ભૈયા સાથે મોકલી. ઘરડી છતાં જાફરાવાદી સીંગડા, હાથી જેવું કદ, પગ સુધીનું લાંબુ પુંછડું, પાઘડી ઘાટનું તેનું માથું. આ ભેંસને શેઠ લલ્લુભાઈએ જોઈ આવા પાપકારી જાનવરો આખરે સ્વાર્થ સરતા વૈદ્ય વેરી જેમ કસાયને વેચે છે તેથી દુ:ખ થયું અને આ ભેંસને ફેટો પડાવી પછી પાંજરાપોળમાં મુકવા જણાવ્યું તેને ફેટો પડાવ્યું, હું સાથે હતો. આ ફેટે જીવદયા મંડળીનાં રજત મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ થયે. સને ૧૯૩૪માં જીવદયા પરિષદનું ૭મું અધિવેશન ભરાયું હતું તેમાં મેં ભાગ લીધો હતે. આ ભેંસનું કરૂણ વૃતાંત દેનીક પત્રોમાં પ્રસિદ્ધ થયું અને હિંદનું હીર કઈ રીતે ભારતવર્ષમાં હણાઈ રહ્યું છે તે દર્શાવ્યું. મેં એક કાવ્ય શતક હરિગીત છંદમાં “હિંદનું હણાતું હીર યાને મુંબઇના દુધાળા ઢેરાની કરૂણ કથની” નામનું ૧૩૦ કડીનું લખ્યું અને તેમાં તે ફેટે મુકીને જીવદયા મંડળીએ તેનું પ્રચાર માટે પ્રકાશન ૧૯૩૪માં કર્યું હતું.
જીવદયા મંડળી તરફથી જેની ત્રણ આવૃતી પ્રસિદ્ધ થઈ હતી. જીવદયા માસિક અને ગોગ્રાસ ગોછવ લનમંડળ - તથા ગ્રાસ ભિસા ત૨ફથી, શ્રી જયંતિલાલ નારણલાલ
ભાસ્કરના તંત્રી પણ નીચે “જીવદયા અને ગ્રામ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com