________________
1 : બ્રહ્માનિતા વિષે. સુષ્ટિની રચના પરખાય, તેને કત્તો બ્રહ્મ જણાય. વિરાગ ગુણ છે પ્રભુની માંય, નથી લિપા માયા માંય; છે ઐશ્વર્ય ઈશમાં સાર, સહને સરજે છે કર.. માટે ગુણ છે પ્રભુને ધર્મ, કરે ન્યાય તપાશી કર્મ; સહુ જન ઉપર અધિકે નેહ, કોટિ માતથી ઝાઝે તેહ. ૧૭
જેને જેવું જોઈયે તેમ, યથાયોગ્ય સરજે છે એમ - અન્ન કપાસ આદિ સહ વસ્ત, છ માટે રચ્યું સમસ્ત
સૃષ્ટી કેરું કરવા કામ, સૂર્યાદિક સરજ્યા ગુણધામ, પાળે આજ્ઞા પ્રભુની તેહ, કામ કરે સૃષ્ટીનું એહ. રચાં બીજમાં જેણે વૃક્ષ, બીજે કે નહિ એ દક્ષ; બિંદુમાંથી પ્રકટે દેહ, પિતા સરીખા દીસે તેહ.
સ્થાવરાંત બ્રહ્માદિક દેહ, ચેવી તાના છે તેહ, નામ રૂપ ગુણને આકાર, પૃથક પૃથક છે સહુનાં સાર- ૨૧ પરમ ચાતુરી પ્રભુની ઘણી, દેવ અનેક શકે નહિ ગણી; પ્રભુ અખંડ છે જ્ઞાનસ્વરૂપ, સદા સર્વને નિરખે ભૂપ. સાની રાખે છે સંભાળ, પરબ્રહ્મ છે પરમ કૃપાળ; સર્વ જીવ અલ્પજ્ઞ ગણાય, જાગૃત સ્વમ સુષુપ્તિ થાય. જાગૃત જ્ઞાન સ્વમમાં જાય, સુષુપ્તિમાં નહિ કાંય જણાય; જડતનુ ધારી છે સહ જંત, દેહવિહીન રહે ભગવંત બ્રહ્મ એક છે બીજે નહિ, આદ્ય મધ્ય ને અંતે સહી. તેના જ અંશ અનેક, પ્રભુ આનંદ કંદ છે એક.
૨૫ અવિનાશી પ્રભુ એક સદાય, નાશવંત તે જાણે માય,
૨૩
Scanned by CamScanner