Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 108
________________ સાધ થઈ શકે છે. અરે સાધુના પણ સાધુ થઈ શકે છે! દાખીને દ:ખ તે સહન કરવાનું છે જ પરંતુ એટલી જ સહનશીલતાથી સતિષ પામવાને નથી! દુખી પણ બીજાના દુઃખે દુઃખી થઈ તેના દુઃખમાં ભાગ પડાવી આનંદ માણે તેમાંજ ખરી સાધુતા છે આ સાધુતા વડેજ જગતનાં દુઃખ ટળી શકે છે! ભાગવતમાં વર્ણવેલા ભરતવંશીય રતિદેવ રાજા પોતાના રાજ્યમાં દુષ્કાળ પડવાથી પિતાનું સર્વસ્વ આપી દઈ જાતે ઉપવાસી રહેતું હતું ! રાજા છતાં પણ તે શું ખાય? પરના રક્ષણ માટે તેને પિતાના દેહની કાંઈ પણ પરવાહ નહતી. એક વખત ઘણા દિવસે અડધો રેટ અને પાણી મળી આવતાં અને - તેને ગ્રાસ કરવાની તૈયારી કરતાં જ તેની આગળ ઉપરા ઉપરી ભુખ્યા ભિક્ષુકે આવી ચઢયા તેમને તે પણ આપી દીધું! - વળી એટલામાં કઈ તરસ્ય આવ્યે તે તેને પણ પતે તૃષાતુર રહી પાણી આપી દીધું!! આમ આપતાં આપતાં આનદમાં આવી રતિદેવે કહ્યું કે, મહારે નથી જોઈતી અષ્ટ સિદ્ધિ કે નથી જોઈત મોક્ષ! સર્વ જગતમાં દુઃખ મહારામાં આવે અને જગત સુખી થાય તેવું જોઈએ છીએ. આથીજ મારી ભૂખ અને તરસ જતી રહેશે! આનું નામ તે દયા પ્રેમ અને દાન ! આવા દાનના પ્રતાપે જ દુષ્કાળ રૂપી રાક્ષસ માર્યો જાય છે. ભારતનું અવિચળ ગરવ આ દાનના પ્રતાપજ સુરક્ષીત છે ! * આર્યો! આવા સાધુઓ બને ! દાન કરો! દયાળુ બન સર્વ દુઃખી પ્રત્યે પ્રેમી બને. આમ નહિ કરો તે વિપરીત જ દયાળુ બને : Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112