________________
अक्षरमाळा. સાંભળ ઉત્તર એને કહું, કરી વિવેક જે મનમાં ગ્રહ. ૩ ઉભય પ્રકારે સૃષ્ટી થાય, પહેલી ઈશ્વરકૃત કહેવાય; અન્ય જીવકૃત જાણે તમે, બેઉને ભિન્ન માનિયે અમે. બ્રહ્માદિક સ્થાવર પર્વત, ઈશ્વરકૃત સુષ્ટી કહે સંત; ઘટપટ આદિક સુણી જેહ, જીવે સર્વ કરે છે તેહ, દેહ રહિત ઈશ્વર છે એક, દેહવંત છે જીવ અનેક; દેહ રહિત દેહીને ઘડે, ચમત્કાર એ કે જડે. રે હસ્ત વિના કર્તા જેહ, હસ્તવાનથી થાય ના તેહ; અંડજકેરા ઈંડામાંય, કેવળ નીર ભર્યું છે ત્યાંય. તેમાં પક્ષીને મૃદુ દેહ, રચે કર વિના કર્તા તેહ; હાથવંત કર્તા સાકાર, તેમાં પેસે નહિ લગાર. તે તે ક્યાં પંખી તનુ ઘડે, સ્થૂળ દેહ પેસે તે અડે; દિવ્ય દેહધારી કહે કેય, તે પણ જગકર્તા નવ હાય. ૯ દિવ્ય દેહ પણ પ્રાકૃત તેહ, માટે પેશી શકે ન એહ; , સ્વસ્વરૂપને કહેશે દેહ, દેહમાંહિ ગણ નહિ તેહ... ઉદભવ આદિક કામ અનેક, દેહવંત ક્યમ કરશે એક ગગનતણું દીધું દષ્ટાંત, તેણે નવ સાધ્યું સિદ્ધાંત. ૧૧ ગગન અવસ્વરૂપી જેહ, તે છે નહિ કર્તા તેહ; સચ્ચિદરૂપી વસ્તુ એક, વેદ શાસ્ત્રમાં કર્યો વિવેક. એક દેશી જે કુંભાર, તે નહિ એ જગકર્તાર; કે જન એવું મુખ ઉચરે, એક દેશી છે ક7 ખરે. કર્તૃત્વશક્તિ સઘળે રહી, ઉદ્ભવ આદિક સાધે સહી; એક દેશી જ્યમ રવિ કહેવાય, ભાસ સર્વ દેશમાં જાય. ૧૪
Scanned by CamScanner