Book Title: Ahimsa Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ અહિંસા અહિંસા પ્રશ્નકર્તા : બચાવ કરવો, મારવું નહીં. દાદાશ્રી : હા, બચાવ કરવો. પ્રશ્નકર્તા : પણ મચ્છરને મારીએ અને ‘શ્રીરામ’ કહીએ તો એની ગતિ ઊંચી જાય ? દાદાશ્રી : પણ તે આપણી અધોગતિ કરે. કારણ કે એ ત્રાસ પામે પ્રશ્નકર્તા : સંતોને મચ્છર કરડે કે નહીં ? દાદાશ્રી : ભગવાનને કેડ્યા હતા ને ! મહાવીર ભગવાનને તો બહુ કેડ્યા હતા. હિસાબ ચૂકવ્યા વગર રહે નહી ને ! - આપણા જ હિસાબો ! એટલે એક મચ્છરું અડે છે એ ગમ્યું નથી. તો બીજી કઈ વસ્તુ ગપ્પામાં ચાલે ?! અને પાછું અહીં આગળ પગે એને અડવું હોય તો ય ના અડાય, અહીં હાથે જ અડે ત્યારે જ મેળ પડે, આ જગ્યા જ ! આટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. એટલે આ જગત કંઈ ગપ્યું છે ? બિલકુલ ‘રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે અને વર્લ્ડને નિરંતર રેગ્યુલેશન'માં જ રાખે છે અને આ બધું હું જાતે જોઈને કહું છું. ત કરાય ક્યાંય, હીટલરીઝમ ! વર્લ્ડમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડનો દોષ કાઢશો નહીં, તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે તેનાં જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો પડઘો કોઈ તમને વાગે નહીં. એટલે એક મચ્છર પણ તમને અડી ના શકે, જો તમે ડખલ ના કરો તો. આ પથારીમાં નર્યા માકણ છે ને ત્યાં તમને સુવાડે અને જો તમે ડખલ વગરના હો તો એકુંય માકણ તમને અડે નહીં. શું કાયદો હશે આની પાછળ ? આ તો માકણ માટે લોકો વિચાર કરવાના ને, કે ‘એય, વીણી નાખો, આમ કરો, તેમ કરો ?” એવી ડખલ કરે છે ને, બધા ? અને દવા ફેંકે ખરા ? હિટલરીઝમ જેવું કરે ? કરે ખરાં એવું? તો ય માકણ કહે છે, ‘અમારી વંશ નાશ નહીં થવાની. અમારી વંશ વધતી જવાની.” એટલે જો તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું સાફ થઈ જશે. ડખલ ના હોય તો કશું કે એવું નથી આ જગતમાં. નહીં તો આ ડખોડખલ કોઈને છોડે નહીં. હંમેશાં ય હિસાબ ચૂકતે થયો ક્યારે કહેવાય ? મચ્છરોની વચ્ચે બેઠો હોય તો ય મચ્છર ના અડે ત્યારે ચૂકતે થયું કહેવાય. મચ્છર એનો સ્વભાવ ભૂલી જાય. માકણ એનો સ્વભાવ ભૂલી જાય. અહીં આગળ કોઈ માર માર કરતો આવ્યો હોય ને, પણ મને દેખે તો એ મારવાનું ભૂલી જાય. એના વિચારો જ બધા ફરી જાય, એને અસર થાય, અહિંસાની એટલી બધી ઈફેક્ટ થાય. મચ્છરને ખબર નથી કે હું ચંદુભાઈ પાસે જાઉં છું કે ચંદુભાઈને ખબર નથી કે આ મચ્છર મારી પાસે આવે છે. આ ‘વ્યવસ્થિત સંયોગકાળ બધું એવું કરી આપે છે કે બન્નેને ભેગાં કરી આપીને બેઉનો ભાવ ચૂકવી અને છૂટા પડી જાય પછી. એટલું બધું આ ‘વ્યવસ્થિત છે ! એટલે મચ્છર હવામાં ખેંચાતું ખેંચાતું અહીં લાવે અને પાછો ચટકો મારીને હવામાં ખેંચાઈ જાય. પછી ક્યાંય એ માઈલ દૂર ગયું હોય ! જે વાંકો થાય તેને ફળ આપે પાછું. તથી કોઈ ફેર, કાંટા ને મચ્છરમાં ! આ મચ્છર કેડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે ને પેલો કાંટો કેડે ત્યારે શું કરે છે ? આવડો મોટો કાંટો પેસી જાય તો ? તે કાંટામાં ને મચ્છરમાં ફેર નથી જરાયે, ભગવાને ફેર જોયો નથી. જે કેડે છે ને, એ આત્મા ન હોય. એ કાંટા જ છે બધા. એ કાંટાનો દોષ નથી દેખાતો ને ! એનું શું કારણ ? પ્રશ્નકર્તા : જીવતું કોઈ નિમિત્ત દેખાતું નથીને ત્યાં ! દાદાશ્રી : અને પેલું જીવતું દેખાય છેને, એટલે એ જાણે કે આ જ મને કેડ્યું. ‘પોતેભ્રાંતિવાળો, તે જગત એને ભ્રાંતિવાળું જ દેખાયાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53