Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 34
________________ અહિંસા ૫૯ અહિંસા કશું વળતું નથી અને નુકસાન થાય છે. એનો અર્થ શું છે ?! એ ક્યારે ? કે ભઈ, આપણો જ રાજા હોય ત્યારે આણ ફેલાવે કે ‘ભઈ, એય તમારે અમુક દિવસે નહીં કરવું.” અત્યારે આપણાં હાથમાં સત્તા નહીં અને એવું ડહાપણ કરવાનું કોણે કહ્યું છે ? તમે તમારું કામ કરો ને ! ભગવાનને ઘેર કોઈ મરતું જ નથી. તમે તમારું કામ કરી લો અને અનુમોદના રાખો. કોઈ ખરાબ ભાવ નહીં રાખવાનો. મોટામાં મોટો અહિંસક કોણ ? પણ આ જીવ બચાવવા કરતા એક જ વસ્તુ રાખવાની કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. તે મનથી પણ દુઃખ ન હો, વાણીથી પણ દુઃખ ના હો અને વર્તનથી પણ દુઃખ ના હો ! બસ, એના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. આવો ભાવ હોય, આટલી જાગૃતિ હોવા છતાં દેહથી જે જીવડાં વટાઈ ગયાં એ ‘વ્યવસ્થિત !” અને નવી બચાવવાની વાતો કોઈની કરવી નહીં. હવે મોટા સંત તુલસીદાસ હતાને, તે એમણે કબીરસાહેબની ખ્યાતિ બહુ સાંભળી. મહાન સંત તરીકે ખ્યાતિ ફેલાયેલી એટલે તુલસીદાસે નક્કી કર્યું કે આપણે એમનાં દર્શન કરવા જવું. એટલે તુલસીદાસ પછી ત્યાંથી દિલ્હી આયા. પછી ત્યાં આગળ કો'કને પૂછ્યું કે ભઈ, કબીરસાહેબનું ઘર ક્યાં આગળ છે ? ત્યારે કહે, કબીરસાહેબ તો પેલા (વણકર) છે તેની વાત કરો છો ? ત્યારે કહે “હા.” ત્યારે કહે, ‘એ તો એણે ઝૂંપડી બાંધેલી છે, ત્યાંથી કસાઈવાડમાં રહીને જાવ.' એટલે તુલસીદાસ બ્રાહ્મણ, ચોખ્ખા માણસ, તે કસાઈવાડમાં પેઠા. આ બાજુ બાંધેલું હોય બકરુ, આ બાજુ મરઘુ બાંધેલુ હોય, તે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તે આ બાજુ આમ જુવે ને પછી આમ ઘૂંકે. એમ કરતાં કરતાં ત્યાં ગયા. તો મુશ્કેલી ના પડે ! આ તુલસીદાસ પ્રેક્ટીસમાં નહીં લાવેલાં કારણ કે હંમેશાં દરેક વસ્તુ પ્રેક્ટીસમાં લાવવી જોઈએ. તે આ ફસામણ થઈ, તે પછી તુલસીદાસ તો ત્યાં જઈને ઘેર બેઠાં. ત્યારે કહે છે કે કબીરસાહેબ તો અંદર રસોડામાં ગયા છે. એક-બે ભક્તો બેઠાં હશે તે એમણે કહ્યું, કે બેસો સાહેબ, તે બેસાડ્યા ચાર પાઈ ઉપર. પછી કબીર સાહેબ આવ્યા. કહે છે આપણે સત્સંગ કરીએ છીએ. પણ પહેલું પેલું મનમાં હતું, તે તુલસીદાસ બોલી ગયા કે, તમે આવડા મોટા સંત, આખા હિન્દુસ્તાનમાં તમારી ખ્યાતિ અને અહીં ખાટકીવાડમાં ક્યાં રહો છો ? એટલે આ તો હાજરજવાબી, એમને દોહો બનાવવો ના પડે. એ બોલે એ જ દોહો. એ બોલી ઉઠ્યા, ‘કબીર કા ઘર બાજાર મેં, ગલકટીયો કે પાસ.” ગલકટીયો એટલે ગળાં કાપનારો કસાઈની નજીકમાં અમારું ઘર છે. પછી કહે છે, “કરેગા સો પાનાં, તું કર્યું હોવે ઉદાસ?” આ જે કરશે, તે એનું ફળ ભોગવશે. તું શું કરવા ઉદાસ થાય છે તે ?! એટલે તુલસીદાસ સમજી ગયાં કે મારી બધી ભક્તિની ધૂળ કાઢી નાખી, આબરૂ લઈ નાખી. એવી આબરૂ ના જાય એવું રહેવું જોઈએ. આપણે ભાવના સારી રાખવી. આ કાળથી નહીં, અનાદિકાળથી આવું ને આવું ચાલ્યું જ આવે છે. રામચંદ્રજીનાં નોકર હઉ માંસાહાર કરતા'તા. કારણ કે ક્ષત્રિયો માંસાહાર વગર રહેતાં હશે કે ? આપણે ભાવના સારી રાખવી. આ હુલ્લડમાં પડવું નહીં, આ ટોળામાં. કારણ કે એ લોકો અણસમજણથી ઝઘડા ઊભાં કરે છે. એથી અભયદાન, ક્યા જીવો માટે ? પ્રશ્નકર્તા: હું તો વાત કરું છું કે ત્યારે દસ વર્ષ પહેલાથી, જીવોને જો અભયદાન મળતું હોય તો કંદમૂળની તરત જ બંધી લઈ લીધી હતી અમે. દાદાશ્રી : અભયદાન તો, એ જીવ હાલી-ચાલી શકે એવો હોય, એ જીવ ગભરાતો હોય, ભયને સમજતો હોય, તેને અભયદાન આપવાનું છે. ભયથી ત્રાસ થતો હોય, એને અભયદાન આપવાનું છે. બીજા લોકો ભયને સમજતા નથી, એને અભયદાન કેવા હોય ? અભયદાન એટલે જે જીવો ભય પામી શકે એવા છે, નાની કીડી પણ આપણે હાથ અડાડીએને તો એ ભય પામે. એને અભયદાન આપો. પણ આ ઘઉંનો દાણો, બાજરીનો દાણો એ ભય પામતો નથી. એને શું નિર્ભય બનાવવાના ? ભય સમજતા જ નથી, અભયદાન કેમનું આપવાનું છે ? પ્રશ્નકર્તા : એકદમ કરેક્ટ વાત છે. દાદાશ્રી : એટલે આ સમજણ વગરનું બધું ચાલે છે. તે આ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53