Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 47
________________ અહિંસા અહિંસા હોય, એમાં એકેય કડવી ના નીકળે. એટલે સ્લાઈસ એક જ પ્રકારની હોય એટલે અહિંસામાં હિંસા ના હોય અને સંપૂર્ણ હિંસા હોય તેમાં અહિંસા ય ના હોય. પણ આંશિક હિંસા, આંશિક અહિંસા એ વસ્તુ જુદી વસ્તુ છે. પ્રશ્નકર્તા : આંશિક અહિંસા એ દયા કહેવાય ને ? દાદાશ્રી : હા, એ દયા કહેવાય. એ દયા કહેવાય. દયા ધર્મનું મૂળ જ છે અને દયાની પૂર્ણાહુતિ એ ધર્મની પૂર્ણાહૂતિ થાય છે. હિંસા-અહિંસાથી પર ! પ્રશ્નકર્તા: દયા હોય ત્યાં નિર્દયતા હોય જ. એવું હિંસા અને અહિંસાની બાબતમાં ખરું ? દાદાશ્રી: ખરુંને ! અહિંસા છે તો હિંસા છે. હિંસા છે તો અહિંસા ઊભી રહી છે. છેવટે પણ શું કરવાનું છે ? હિંસામાંથી બહાર નીકળીને અહિંસામાં આવવાનું છે અને અહિંસાની પણ બહાર નીકળવાનું છે. આ કંકથી પર જવાનું છે. અહિંસા એ પણ છોડી દેવાની છે. પ્રશ્નકર્તા : અહિંસાથી પર, એ કઈ સ્થિતિ ? દાદાશ્રી : એ જ, અત્યારે અમે હિંસા-અહિંસાથી પર જ છીએ. અહિંસા અહંકારને આધીન છે અને અહંકારથી પર એ આ અમારી સ્થિતિ ! હિંસા-અહિંસા હું પાળું , એનો પાળનાર અહંકાર હોય. એટલે હિંસા ને અહિંસાથી પર એટલે વંદ્વથી પર થાય તો જ એ જ્ઞાની કહેવાય. તમામ પ્રકારના વંદ્વથી પર. એટલે આપણા સાધુ મહારાજો એ બહુ દયાળુ હોય. પણ નિર્દયતા ય મહીં ભરેલી હોય. દયા છે માટે નિર્દયતા છે. એક ખૂણામાં ભલે ખુબ દયા છે. એંસી ટકા દયા છે, તો વીસ ટકા નિર્દયતા છે. ઇક્યાસી ટકા દયા છે તો બાર ટકા નિર્દયતા. છનું ટકા દયા છે તો ચાર ટકા નિર્દયતા છે. પ્રશ્નકર્તા : એવું હિંસામાં ય ખરું. છનું ટકા અહિંસા હોય તો ચાર ટકા હિંસા ખરી એવું. દાદાશ્રી : સરવાળો જ દેખાય છે ને ! ઈટસેલ્ફ જ બોલે છે ને ! કે અહિંસા છનું છે એટલે રહ્યું છું ત્યારે ? ચાર હિંસા રહી. પ્રશ્નકર્તા: તો એ હિંસા કેવા પ્રકારની હોય છે ? દાદાશ્રી : એ છેલ્લા પ્રકારની. પોતે જાણે અને નિકાલ કરી નાખે. ઝટપટ એ નિકાલ કરીને છૂટો થાય. જ્ઞાતી, હિંસાતા સાગરમાં સંપૂર્ણ અહિંસક ! અરે, અમને જ લોક પૂછે છે કે આપ જ્ઞાની થઈ અને મોટરોમાં ફરો છો, તો મોટર નીચે કેટલી જીવહિંસા થતી હશે, એની જવાબદારી કોની ? હવે જ્ઞાની પુરુષ જો સંપૂર્ણ અહિંસક ના હોય તો જ્ઞાની કહેવાય જ કેમ કરીને ? સંપૂર્ણ અહિંસક એટલે હિંસાના સાગરમાં ય સંપૂર્ણ અહિંસક ! એનું નામ જ્ઞાની !! એમને કિંચિત્માત્ર હિંસા ન બેસે. પછી અમને એ લોકો કહે છે કે, ‘આપનું પુસ્તક અમે વાંચ્યું, બહુ આનંદ આપનારું છે અને અવિરોધાભાસ લાગે છે. પણ આપનું વર્તન વિરોધાભાસ લાગે છે.’ મેં કહ્યું, ‘કયું વર્તન વિરોધાભાસ લાગે છે ?” ત્યારે કહે છે, “આપ ગાડીમાં ફરો છો તે.” મેં કહ્યું, ‘તમને સમજાવું. ભગવાને શાસ્ત્રમાં શું કહ્યું છે તે પહેલું સમજાવું. પછી આપ જ ન્યાય કરજો.’ ત્યારે કહે છે, “શું કહ્યું છે. શાસ્ત્રમાં ?” મેં કહ્યું, ‘આત્મસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને જવાબદારી કેટલી છે !? જ્ઞાની પુરુષને દેહનું માલિકીપણું ના હોય. દેહનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે કે આ પુદ્ગલનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે પોતે આના માલિક નથી. અને માલિકીપણું નહીં હોવાથી એમને દોષ બેસતો નથી. બીજું, જ્ઞાની પુરુષને ત્યાગ સંભવે નહીં.” ત્યારે કહે છે, “એ માલિકીપણાનું મને સમજાયું નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘આપને એમ શાથી લાગે છે કે મારાથી હિંસા થઈ જશે ?” ત્યારે કહે, “મારા પગ નીચે જીવ આવી જાય તો મારાથી હિંસા થઈ કહેવાયને ?” એટલે મેં કહ્યું, ‘આ પગ તમારો છે માટે હિંસા થાય છે. જ્યારે આ પગ મારો નથી. આ દેહને આજે તમારે જે કરવું હોય એ કરી શકો છો. આ દેહનો હું માલિક નથી.” પછી કહે છે,

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53