________________
અહિંસા
અહિંસા
વાણીનો માલિક નથી. માલિકીભાવના દસ્તાવેજ જ ફાડી નાખેલા છે, એટલે એની જવાબદારી જ નહીં ને ! એટલે જ્યાં માલિકીભાવ ત્યાં ગુનો લાગુ થાય. માલિકીભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે અમે તો સંપૂર્ણ અહિંસક કહેવાઈએ. કારણ કે આત્મામાં જ રહીએ છીએ. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અને ફોરેનમાં હાથ ઘાલતા જ નથી. એટલે આ બધા હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ.
પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી અહિંસક થઈ જાય છે ?
દાદાશ્રી : આ જ્ઞાન તો મેં તમને આપ્યું છે કે આ તમને પુરુષ બનાવ્યા છે. હવે અમારી આજ્ઞા પાળવાથી હિંસા તમને અડે નહીં. તમે પુરુષાર્થ કરો તો તમારો. પુરુષાર્થ કરો તો પુરુષોત્તમ થશો, નહીં તો પુરુષ તો છો જ. એટલે અમારી આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે. અહિંસકને હિંસા કેમ અડે ?
પ્રશ્નકર્તા : નવ કલમો જે અનુભવમાં લાવે, એને હિંસા નડે જ નહીં.
દાદાશ્રી : હા, એને ય હિંસા નડે. પણ નવ કલમો બોલે તેનાથી તો અત્યાર સુધી હિંસા થયેલી હોય એ ધોવાઈ જાય. પણ આ જે પાંચ આજ્ઞા પાળને, એને તો હિંસા અડે જ નહીં. હિંસાના સાગરમાં ફરે, નર્યો સાગર જ આખો હિંસાનો છે. આ હાથ ઊંચો કરે તો કેટલાંય જીવ મરી જાય. નર્યું જીવથી જ ભરેલું જગત છે. પણ અમારી પાંચ આજ્ઞા પાળે તે ઘડીએ આ દેહમાં પોતે ના હોય. અને દેહ છે તે સ્થળ હોવાથી બીજા જીવોને દુ:ખદાયી થઈ પડે છે. આત્મા સૂક્ષ્મ હોવાથી કોઈને ય નુકસાન કરતું નથી. માટે અમે અમારા પુસ્તકમાં ચોખું લખ્યું છે કે અમે હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ. સાગર છે હિંસાનો, તેમાં અમે સંપૂર્ણ અહિંસક છીએ. અમારું મન તો હિંસક છે જ નહીં, પણ વાણી જરા હિંસક છે થોડી જગ્યાએ, તે ટેપરેકર્ડ છે. અમારે એનું માલિકીપણું નથી. છતાં ય ટેપરેકર્ડ અમારી, એટલા પૂરતો ગુનો અમને. એનાં પ્રતિક્રમણ અમારે હોય. ભૂલ તો પહેલાં અમારી જ હતી ને ! હું ઈઝ ધી ઓનર ?!. ત્યારે આપણે કહીએ કે ‘વી આર નોટ ધી ઓનર.’ ત્યારે કહે કે પહેલાના
ઓનર એ. તમે વચ્ચે વેચેલી નહતી, વચ્ચે વેચાયેલી હોય તે જુદી વસ્તુ.
પ્રશ્નકર્તા : દાદા, તમારી અહિંસક વાણીથી અમે બધાં મહાત્માઓ અહિંસક બની રહ્યાં છીએ.
દાદાશ્રી : અમારી આજ્ઞા પાળો તો તમે અહિંસક છો, એવું આટલું બધું સુંદર કહું છું પછી ! અને તે અઘરી હોય તો મને કહી દો, બદલી આપીએ.
સંપૂર્ણ અહિંસા ત્યાં પ્રગટે કેવળજ્ઞાત ! એટલે ધર્મ કયો ઊંચો કે જ્યાં આગળ સૂક્ષ્મ ભેદે અહિંસા સમજમાં આવેલી હોય. સંપૂર્ણ અહિંસા એ કેવળજ્ઞાન ! એટલે હિંસા બંધ થાય તો સમજવું કે અહીં સાચો ધર્મ છે.
હિંસા વગરનું જગત છે જ નહીં, જગત જ આખું હિંસામય છે. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પુરી આવશે નહીં. હિંસા નામ ના હોવી જોઈએ. હિંસા કોની કરે છે ? આ બધું પરમાત્મા જ છે, બધાં જીવમાત્ર પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ?!.
ચમ અહિંસાનું વિજ્ઞાત ! જ્યાં સુધી તમને એમ લાગે છે કે ‘હું ફૂલ તોડું , મને હિંસા લાગે છે.’ ત્યાં સુધી હિંસા તમને લાગશે અને એવું નથી જાણતા, તેને ય હિંસા લાગે છે. પણ જાણી અને જે તોડે છે છતાં પોતે સ્વભાવમાં આવી ગયેલા છે, તેને હિંસા લાગે નહીં.
કારણ કે એવું છે ને, ભરત રાજાને તેરસો રાણીઓ સાથે, લડાઈ લડતાં પણ જ્ઞાન રહ્યું હતું. ત્યારે એ અધ્યાત્મ કેવું ? અને આ લોકોને એક રાણી હોય તો ય નથી રહેતું. ભરત રાજાએ ઋષભદેવ ભગવાનને કહ્યું કે, ‘ભગવાન, આ લડાઈઓ લડુ છું અને કેટલાંય જીવોની હિંસા થાય છે અને આ તો મનુષ્યોની હિંસાઓ થાય છે, બીજાં નાનાં જીવોની