________________
અહિંસા
હિંસા થઈ હોય તો ઠીક છે પણ આ તો મનુષ્ય હિંસા ! અને તે લડાઈઓ લડીએ છીએ માટે થાય છે ને !’ એટલે ભગવાને કહ્યું કે, ‘આ બધો તારો હિસાબ છે અને તે ચૂકવવાનો છે.’ ત્યારે ભરત રાજા કહે છે કે, “પણ મારેય મોક્ષે જવું છે, મારે કંઈ આવું બેસી રહેવું નથી.’ ત્યારે ભગવાન કહે છે કે, અમે તને અક્રમ વિજ્ઞાન આપીએ છીએ, એ તને મોક્ષે લઈ જશે. એટલે સ્ત્રીઓ સાથે રહેવા છતાં લડાઈઓ લડવા છતાં કશું અડે નહીં. નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે એવું જ્ઞાન આપીએ છીએ.’ શંકા ત્યાં લગી દોષ !
૯૧
‘આ’ જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થઈ ગયો. હવે દરઅસલ શુદ્ધાત્મા સમજમાં આવે તો કોઈ પણ જાતની હિંસા કે કશું અશુભ કરે, એ પોતાના ગુણધર્મમાં છે જ નહીં. એને શુદ્ધાત્માનું લક્ષ પૂરેપૂરું છે. પણ જ્યાં સુધી હજુ પોતાને શંકા પડે છે કે મને દોષ બેઠો હશે ! જીવ મારાથી વટાઈ ગયો ને મને દોષ બેઠો છે એવી શંકા પડે છે ત્યાં સુધી સવારના પહોરમાં પોતે નિશ્ચય કરીને નીકળવું. ‘કોઈ જીવને મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના હો' એવું પાંચ વખત બોલીને નીકળો, એવું ‘આપણે’ ‘ચંદુભાઈ’ પાસે બોલાવડાવવું. એટલે આપણે આવું સહેજ કહેવું કે ચંદુભાઈ, બોલો, સવારના પહોરમાં ઊઠતાંની સાથે, ‘મન-વચનકાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, એ અમારી દ્રઢ પ્રતિજ્ઞા છે.’ અને એવું ‘દાદા ભગવાન'ની સાક્ષીએ બોલીને નીકળ્યા કે પછી
બધી જવાબદારી ‘દાદા ભગવાન’ની.
અને જો શંકા ના પડતી હોય તો એને કશો વાંધો નહીં. અમને શંકા પડે નહીં અને તમને શંકા પડે એ સ્વાભાવિક છે. કારણ કે તમને
તો આ આપેલું જ્ઞાન છે. એક માણસે લક્ષ્મી જાતે કમાઈને ભેગી કરેલી હોય અને એક માણસને લક્ષ્મી આપેલી હોય, એ બેના વ્યવહારમાં બહુ ફેર હોય !
ખરી રીતે જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને, એ આત્મા તો કોઈને ય કિંચિત્માત્ર કશું દુઃખ ના દે એવો છે અને કોઈ એને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો એ આત્મા છે. ખરી રીતે મૂળ આત્મા એવો છે.
૯૩
અહિંસા
વૈદક ! તિવૈદક !! સ્વસંવેદક !!!
એક માણસ મને પૂછતો હતો. એ મને કહે છે, ‘આ મચ્છરાં કૈડે એ શી રીતે પોષાય ?’ ત્યારે મેં કહ્યું, ‘ધ્યાનમાં બેસજે. મચ્છરાં કૈડે તો જોજે.’ ત્યારે એ કહે છે, ‘એ તો સહન નથી થતું.’ ત્યારે મેં કહ્યું, ‘એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું. એટલે થોડે અંશે તું પાછો તારા હોમ ડિપાર્ટમેન્ટ ભણી આવ્યો. એમ કરતો કરતો એવું સો-બસો વખત તને મચ્છરાં કૈડે, એમ કરતું કરતું પોતે નિર્વેદ થઈ જશે.’ નિર્વેદ એટલે શું ? જાણનાર ખાલી, કે ‘મચ્છરું આ અહીં આગળ કૈડ્યું.' પોતે વેદ્યું નહીં, એ નિર્વેદ ! ખરેખર પોતે વેદતો જ નથી પણ વેઠે છે એ પૂર્વ અભ્યાસ છે. પૂર્વનો અભ્યાસ છે ને, તેથી એ બોલે છે કે ‘આ મને કૈડ્યું.’ એટલે ખરેખર પોતે નિર્વેદ જ છે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ સમજી લેવાનું છે, એ આખું પદ સમજી લેવાનું છે કે આત્મા ખરી રીતે આવો છે. માટે અત્યારે આપણે શુદ્ધાત્માપદથી ચલાવી લેવાનું. એટલું બોલીએ તો ય એને કર્મ આવતા બંધ થઈ ગયા. એ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી ગયાં.
પ્રશ્નકર્તા : આ મચ્છર કૈડ્યું હોય તો ય ‘હું વેદક નથી’ કહેવું ? દાદાશ્રી : હા, આ તમે આમ બેઠા હોય અને અહીં હાથે મચ્છર બેઠું. એટલે ‘બેઠું’ એ તમને પહેલો અનુભવ થાય. એ તમને જાણપણું થાય. આ મચ્છર બેઠું તે ઘડીએ જાણપણું હોય છે કે વેદકપણું હોય છે ? તમને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : બેઠું હોય તે વખતે તો જાણપણું જ થાય.
દાદાશ્રી : હા, પછી એ ડંખ મારે છે તે ઘડીએ પણ જાણપણું છે. પણ પછી ‘મને મચ્છર કૈડ્યું, મને કૈડ્યું' કહે છે એટલે એ વેદક થાય છે. હવે ખરેખર પોતે નિર્વેદ છે, એટલે મચ્છર ડંખ મારે તે ઘડીએ આપણે કહેવું કે, ‘હું તો નિર્વેદ છું.’ પછી ડંખ ઊંડો જાય ત્યારે આપણે ફરી કહેવું, ‘હું નિર્વેદ છું.'