________________
અહિંસા
૮૮
અહિંસા
‘આ માલિકીપણું ના માલિકીપણું કોને કહેવું એ અમને દેખાડો.’ ત્યારે મેં કહ્યું, ‘હું આપને દાખલો આપીને સમજાવું.”
‘એક ગામમાં એક એરિયા એવો સરસ છે, આજુબાજુ દુકાનો ને વચ્ચે પાંચેક હજાર ફૂટનો આમ કિંમતી એરિયા. તેને માટે કો’કે અરજી કરી સરકારને કે આ જગ્યામાં એક્સાઈઝનો માલ દબાયેલો છે. એટલે પોલીસવાળું ખાતું ત્યાં ગયું, ચોમાસું ગયેલું, એટલે તે જગ્યા ઉપર આમ સરસ લીલી ઝાડી ને છોડવા બધું ઉગેલું. તે જગ્યા પહેલાં ખોદી નાખી. પછી બે-ત્રણ ફૂટ ઊંડું ખોલ્યું, ત્યારે પછી મહીંથી પેલો એક્સાઈઝનો માલ બધો નીકળ્યો. એટલે ફોજદારે આજુબાજુવાળાને પૂછાવડાવ્યું કે, ‘આનો
ઓનર કોણ છે ?’ એટલે લોકોએ કહ્યું કે, “આ તો લક્ષ્મીચંદ શેઠનું છે. પછી ફોજદારે પૂછયું કે, “એ ક્યાં રહે છે ?” ત્યારે ખબર પડી કે અમુક જગ્યાએ રહે છે, એટલે પોલીસવાળાને મોકલ્યા કે લક્ષ્મીચંદશેઠને પકડી લાવો. પોલીસી લમીચંદશેઠ પાસે ગયા. ત્યારે લક્ષ્મીચંદશેઠે કહ્યું કે, ભાઈ, આ જગ્યા મારી છે એવું તમે કહો છો એ બરોબર છે. પણ મેં તો પંદર દહાડા પહેલાં વેચી દીધેલી છે. આજે હું આ જમીનનો માલિક નથી. ત્યારે પેલાએ પૂછયું કે, કોને વેચી છે એ કહો. તમે એનો પુરાવો દેખાડો. પછી શેઠે પુરાવાની નકલ દેખાડી. એ નકલ જોઈને એ લોકો જેણે આ જગ્યા વેચાતી લીધી હતી, તેમની પાસે ગયા. તેને કહે છે કે, ભાઈ, આ જગ્યા તમે વેચાતી લીધી છે ? ત્યારે પેલો કહે છે, હા, મેં લીધી છે. પોલીસવાળાએ કહ્યું કે, તમારી જમીનમાંથી આવું નીકળ્યું છે. ત્યારે પેલો કહે છે, પણ મેં તો આ જમીન પંદર દહાડા પર જ લીધી છે અને આ માલ તો ચોમાસા પહેલાં દબાયેલો લાગે છે, એમાં મારો શો ગુનો ? ત્યારે પોલીસવાળો કહે છે, એ અમારે જોવાનું નથી. ‘હુ ઈઝ ધી ઓનર નાઉ ? આજ કોણ માલિક છે ?* આજે માલિકીપણું નથી તો જોખમદાર નથી. માલિક છો તો જોખમ છે.”
એટલે એ લોકો ય સમજી ગયા. જો પંદર દહાડા પર જ લીધું તો ય જોખમદાર થયો ને ? બાકી, આમ બુદ્ધિથી જોવા જતાં એ ચોમાસા પહેલાં દબાયેલું છે.
હવે આટલી બધી ઝીણવટથી સમજે તો ઉકેલ આવે. નહીં તો
ઉકેલ જ આવે કેમ કરીને ? આ તો પઝલ છે. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. આ પઝલ સોલ્વ કેમ કરી શકાય ? ધેર આર ટુ વ્યુ પોઈન્ટસ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. આ જગતમાં જો પઝલ સોલ્વ નહીં કરે તો એ પઝલમાં જ ડિઝોલ્વ થયેલો છે. આખું જગત, બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે.
પ્રશ્નકર્તા: આવાં અર્થ કરીને પછી બધાં લોકો મઝા જ કરે ને, કે હું માલિક નથી એમ ? ને પછી બધાં આવી રીતે કહીને દુરુપયોગ કરે ને ?
દાદાશ્રી : માલિક નથી એવું કોઈ બોલે - કરે નહીં. નહીં તો હમણે ધોલ મારીએ ને, તો ય માલિક થઈ જાય ! ગાળ ભાંડીએ તો ય માલિક થઈ જાય, તરત જ સામો થઈ જાય. એટલે આપણે જાણવું કે માલિક છે આ. માલિક છે કે માલિક નથી એનો પુરાવો તરત જ મળે ને ?! એનું ટાઈટલ દેખાઈ જ જાય કે આ માલિક છે કે નથી ? ગાળ ભાંડીએ કે તરત જ ટાઈટલ દેખાડે કે ના દેખાડે ? એટલે વાર જ ના લાગે. બાકી, આમ મોઢે બોલે તે કંઈ દહાડો વળે કે ?
પ્રશ્નકર્તા : પણ આ ગાડીઓમાં ફરે એમાં પાપ નથી ?
દાદાશ્રી : આ પાપ તો, નર્યું આ જગત જ પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય. નહીં તો આ દેહનો માલિક છે ત્યાં સુધી બધા પાપ જ છે.
આપણે શ્વાસ લઈએ તો કેટલાંય યુ જીવ મરી જાય ને શ્વાસ છોડતાં ય કેટલાંય જીવ મરી જાય છે. અમથા અમથા આપણે ઠંડીએ ને, તો ય કેટલાંય જીવને આપણો ધક્કો વાગ્યા કરે છે ને જીવો મર્યા કરે છે. આપણે આમ હાથ કર્યો તો ય જીવો મરી જાય છે. આમ, એ જીવો દેખાતા નથી તો ય જીવો મર્યા કરે છે.
એટલે એ બધું પાપ જ છે. પણ આ દેહ તે હું નથી એવું જ્યારે ભાન થશે, દેહનું માલિકીપણું નહીં હોય, ત્યારે પોતે નિષ્પાપ થશે. હું આ દેહનો છવ્વીસ વર્ષથી માલિક નથી. આ મનનો માલિક નથી,