Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 45
________________ અહિંસા હો.' એવો ભાવ બોલી અને પછી સંસારી ક્રિયા ચાલુ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જાય. પછી આપણા પગે કોઈ જીવ વટાઈ ગયું તો ય તમે જોખમદાર નથી. કારણ કે આજે તમારો ભાવ નથી એવો. તમારી ક્રિયા ભગવાન જોતાં નથી, તમારો ભાવ જુએ છે. કુદરતને ચોપડે તો તમારો ભાવ જુએ છે અને અહીંની સરકાર અહીંના લોકોના ચોપડે તમારી ક્રિયા જુએ છે. લોકોનો ચોપડો તો અહીં ને અહીં જ પડી રહેવાનો છે. કુદરતનો ચોપડો ત્યાં કામ લાગશે. માટે તમારો ભાવ ક્યાં છે તે તપાસ કરો. ૧ એટલે સવારના પહોરમાં એવું પાંચ વખત બોલીને નીકળ્યો એ અહિંસક જ છે. ગમે ત્યાં પછી લપઝપ કરી આવ્યો તો ય એ અહિંસક છે. કારણ કે ઘેરથી નીકળ્યો ત્યારે નિશ્ચય કરીને નીકળ્યો હતો અને પછી ઘેર જઈને પાછું તાળું વાસી દેવું. ઘેર જઈને એવું કહેવું કે આખા દહાડામાં નિશ્ચય કરીને નીકળ્યો છતાં જે કંઈ કોઈને દુઃખ થયું હોય તેની ક્ષમાયાચના કરી લઉં છું. બસ થઈ રહ્યું. પછી તમારે જોખમદારી જ નહીં ને ! કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી અને મારા મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. એટલી ભાવના રહી કે તમે અહિંસક થઈ ગયા ! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. મનમાં ભાવના નક્કી કરી, નક્કી એટલે ડિસીઝન. એટલે આપણે જે નક્કી કરીએ ને તેને કમ્પ્લિટ સિન્સિયર રહ્યા, એની એ જ વાતને વળગી રહ્યા તો મહાવ્રત કહેવાય અને નક્કી કર્યું પણ વળગી ના રહ્યા, તો અણુવ્રત કહેવાય. ચેતો, છે વિષયમાં હિંસા ! ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. લોક જાણે કે આમાં શું હિંસા છે ? આપણે કોઈને વઢતા નથી. પણ ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગાં થાય છે, તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે અને તેનાથી બહુ દોષો બેસે છે. એક જ ફેરાના વિષયથી લાખો જીવો મરી જાય છે, તેનો દોષ બેસે છે. એટલે ઈચ્છા ના હોય છતાં એમાં ભયંકર હિંસા છે. એટલે રૌદ્રસ્વરૂપ થઈ જાય છે. અહિંસા એક વિષયને લીધે તો સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રીવિષય ના હોય ને, તો બીજાં બધાં વિષય તો કોઈ દહાડો નડતાં જ નથી. એકલા આ વિષયનો અભાવ થાય તો ય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજાં બધાં વિષયો બધું જ કાબુમાં આવી જાય. અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવરગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે. સમજણ ના હોય છતાં ય જોખમદારી વહોરે છે ને !! ૮૨ એટલે જ્યાં સુધી સંસારીપણું છે, સ્ત્રીવિષય છે, ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે. એમાં ય પરસ્ત્રી એ મોટામાં મોટું જોખમ છે. પરસ્ત્રી હોય તો નર્કનો અધિકારી જ થઈ ગયો. બસ, બીજું કશુંય એણે ખોળવું નહીં અને મનુષ્યપણું ફરી આવશે એવી આશા રાખવી પણ નહીં. આ જ મોટામાં મોટું જોખમ છે. પરપુરુષ અને પરસ્ત્રી એ નર્કે લઈ જનારાં છે. અને પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને ? આ તો એવું છેને, પોતાના હક્કની સ્ત્રી જોડેનો વિષય એ અજૂગતું નથી. છતાં ય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણાં બધાં જર્મ્સ(જીવો) મરી જાય છે. એટલે અકારણ તો એવું ના જ હોવું જોઈએ ને ? કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં ‘જર્મ્સ’ જ હોય છે અને તે માનવબીજનાં હોય છે. એટલે બને ત્યાં સુધી આમાં સાચવવાનું. આ અમે તમને ટૂંકમાં કહીએ. બાકી, આનો પાર આવે નહીં ને !! મતથી પર અહિંસા ! બીજી ખોટી અહિંસા માનીએ એનો અર્થ શું તે ? અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર પણ ના આવે. એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે. ખરાબ વિચાર આવવો એ પ્રકૃતિ ગુણ છે, પણ તેને ફેરવવો એ આપણો પુરુષાર્થ છે. તમે સમજી ગયા કે ના સમજી ગયા આ પુરુષાર્થની વાત ?! અહિંસક ભાવવાળો તીર મારે તો જરા ય લોહી ના નીકળે અને

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53