Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 43
________________ અહિંસા ૭૮ અહિંસા ભાવમરણનો અર્થ શો ? કે સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. અવસ્થામાં હું એ વિભાવનો જન્મ થયો અને “આપણે” અવસ્થાને જોઈએ એટલે સ્વભાવનો જન્મ થયો. એટલે આ પુદ્ગલહિંસા હશેને, તો એનો કંઈક ઉકેલ આવશે. પણ આત્મહિંસાવાળાનો ઉકેલ નહીં આવે. આવું ઝીણવટથી લોક સમજણ નથી પાડતા ને ! તે જાડુ કાંતી આપે ! અહિંસાથી વધી બુદ્ધિ.. એવું છે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો મુસલમાનોને થાય, ક્રિશ્ચિયનોને થાય, બધાને થાય ને આપણા લોકોને ય થાય, એમાં ફેર શો ? ડીફરન્સ શો ? ઉર્દુ આપણા લોકોને વધારે થાય. કારણ કે જીવહિંસામાં જરાક મર્યાદા રાખી છે. અહિંસા ધર્મ પાળે છે એ બદલ વધારે થાય છે. કારણ કે એનું મગજ બહુ તોર હોય, બુદ્ધિશાળી હોય. અને જેમ બુદ્ધિ વધારે એમ દુષમકાળમાં ભયંકર પાપો બાંધે. અને વધારે બુદ્ધિશાળી ઓછી બુદ્ધિવાળાને મારે હ8. ફોરેનવાળા ને મુસ્લિમો, કોઈ બુદ્ધિથી મારે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકો તો બુદ્ધિથી મારે છે. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ. પણ બુદ્ધિ હોય તો મારે ને ?! ત્યારે બુદ્ધિ કોને હોય ? એક તો આ જીવોની જે ઘાત ના કરતાં હોય, અહિંસક ધર્મ પાળતા હોય, છ કાયની હિંસા ના કરતા હોય, એમને બુદ્ધિ વધે. પછી કોઈક કંદમૂળ ના ખાતા હોય, તેમને બુદ્ધિ વધે. તીર્થંકરની મૂર્તિના દર્શન કરે, તેમને બુદ્ધિ વધે. અને આ બુદ્ધિ વધી, તેનો શો લાભ થયો ?! પ્રશ્નકર્તા : આ લોકોને તમે અન્યાય કરો છો. બિચારા મંદકષાયી હોય છે. અહિંસાનો ધર્મ પાળે છે, જન્મજાતથી જ નાના જીવોને નહીં મારવું એવું એની બિલિફમાં છે, એના દર્શનમાં છે, એ વધારે તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય. પ્રશ્નકર્તા : જન્મથી જ અહિંસા પાળે છે એટલે એટલા વધારે મૃદુ કહેવાય ને? દાદાશ્રી : મૃદુ ના કહેવાય. અહિંસા પાળવાનું ફળ આવ્યું. તેનું ફળ બુદ્ધિ વધી ને બુદ્ધિથી લોકોને મારામાર કર્યા છે, બુદ્ધિથી ગોળીઓ મારી. એમ ને એમ ખૂન કરી નાખે તો એક અવતારનું મરણ થયું, પણ આ તો બુદ્ધિથી ગોળી મારવામાં અનંત અવતારનું મરણ થશે. મોટી હિંસા, લડાઈની કે કષાયતી ? પહેલાના જમાનામાં ગામના શેઠ હોય, તે વધારે બુદ્ધિવાળા હોય ને ! ગામમાં બે જણને ઝઘડો હોય તો શેઠ એમનો લાભ લેતા નથી ને બેઉને પોતાને ઘેર બોલાવે અને બંનેના ઝઘડાનો નિકાલ કરી આપે ને પાછાં પોતાને ઘેર જમાડે. કઈ રીતે નિકાલ કરે ? કે બેમાંથી એક જણ કહે કે, “સાહેબ, મારી પાસે બસો રૂપિયા છે નહીં, તો હમણે શી રીતે આપીશ ?” ત્યારે શેઠ શું કહે કે, ‘તારી પાસે કેટલા છે ?” ત્યારે પેલો કહે, ‘પચાસેક છે.’ તો શેઠ શું કહે કે, ‘તો દોઢસો લઈ જજે.” અને ઝઘડાનો નિકાલ લાવે. અને અત્યારે તો હાથમાં આવેલું ચકલું ખઈ જાય ! આ હું કોઈને આક્ષેપ નથી કરતો. હું આખા જગતને નિરંતર નિર્દોષ જ જોઉં છું. આ બધી વ્યવહારિક વાતો ચાલે છે. મને ગાળો દે, માર મારે, ધોલો મારે, ગમે તે કરે, પણ હું આખા જગતને નિર્દોષ જ જોઉં છું. આ તો વ્યવહાર કહું છું. વ્યવહારમાં જો ન સમજે તો આનો ઉકેલ ક્યારે આવશે ? અને જ્ઞાની પુરુષ પાસે સમજ્યા વગરનું કામ નહીં લાગે. બાકી, મારે કોઈની જોડે ભાંજગડ નથી. પ્રશ્નકર્તા : આટલું નાનું છોકરું પણ આપણે અહીં અહિંસા પાળતું હોય છે, એ એના પૂર્વના સંસ્કાર છે ને ? દાદાશ્રી : અન્યાય નથી કરતો. વધુ બુદ્ધિશાળી છે માટે એમને નુકસાન થશે, એવું મેં પુસ્તકમાં લખ્યું છે. જેમ છે એમ ના કહીએ તો વધારે ઊંધે રસ્તે ચાલશે. બુદ્ધિથી મારવા એ ભયંકર ગુનો છે. તો બુદ્ધિ વધી તેનો આવો દુરુપયોગ કરવાનો છે ? ને જાગૃતિ ઓછી હોય એ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53