________________
અહિંસા
20
અહિંસા
દાદાશ્રી : હા, તેથી જ સ્તો ને ! સંસ્કાર વગર તો આવું મળે જ નહીં ને ! પર્વજન્મના સંસ્કાર અને પુણ્યના આધારે એ મળ્યું, પણ હવે દુરુપયોગ કરવાથી ક્યાં જશે એ કંઈ જાણો છો ?! હવે ક્યાં જવાનું છે એ સર્ટિફિકેટ છે કોઈ જાતનું ?
પ્રશ્નકર્તા : એ તો અહિંસા જ પાળે છે. એનો દુરુપયોગ ક્યાં કરે
દાદાશ્રી : આને અહિંસા કહેવાય જ કેમ ? મનુષ્યો જોડે કષાયો કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે. એના કરતાં ફોરેનવાળાઓને એટલા કષાયો નથી હોતા. કષાયો તો જાગૃતિ વધારેવાળો જ કરે ને ! તમને એવું સમજાય કે જાગૃતિ વધારેવાળો કરે કે ઓછી જાગૃતિવાળો કરે ? તમને નથી લાગતું કષાય એ ભયંકર ગુનો છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : હા, તો એના જેવી હિંસા કોઈ નથી. કષાય એ જ હિંસા છે અને આ અહિંસા એ તો જન્મજાત અહિંસા છે, પૂર્વે ભાવના ભાવેલી છે ખાલી અને આજ ઉદયમાં આવી. એટલે ક્રોધ-માન-માયા-લોભ એ હિંસા અટકે તો હિંસા અટકી જાય.
પ્રશ્નકર્તા : એ બરોબર છે. એ સમજાયું. શાસ્ત્રમાં ય એમ કહ્યું છે. ચક્રવર્તી રાજાઓ આટલી બધી લડાઈઓ લડે છે, હિંસા કરે છે, છતાં એને અનંતાનુબંધી કષાય લાગતા નથી. પણ કુગુરુ, કુધર્મ અને કુસાધુમાં માને છે એ લોકોને જ અનંતાનુબંધી કષાય બંધાય છે.
દાદાશ્રી : બસ, એના જેવી અનંતાનુબંધી બીજી નથી ! આ તો ખુલ્લું કહ્યું છે ને !!
બુદ્ધિથી મારે એ હાર્ડ રૌદ્રધ્યાત !! પ્રશ્નકર્તા : પણ આમાં બધા કર્મના ભેદ છે કે નહીં ?
દાદાશ્રી : પણ આ ના સમજાય ? એ નાના છોકરાને સમજાય એવું છે. આપણે ફાનસ લઈને જતા હોય અને પેલાને કોડિયું હોય, એને બિચારાને અંધારામાં ના દેખાતું હોય, તો આપણે કહીએ કે ઊભા રહો કાકા, હું આવું છું, ફાનસ ધરું છું. ફાનસ ધરીએ કે ના ધરીએ ? ત્યારે બુદ્ધિ એ લાઈટ છે. તે જેને ઓછી બુદ્ધિ હોય એને આપણે કહીએ કે, ‘ભઈ, આમ નહીં, નહીં તો છેતરાઈ જશો. અને તમે આ રીતે લેજો.” પણ આ તો તરત શિકાર જ કરી નાખે. હાથમાં આવવો જોઈએ કે તરત શિકાર ! એટલા માટે મેં ભારે શબ્દો લખ્યા કે હાર્ડ રૌદ્રધ્યાન ! ચાર આરામાં ક્યારેય થયું નથી એવું આ પાંચમા આરામાં થયું છે. બુદ્ધિનો દુરુપયોગ કરવા માંડ્યો છે.
અને આ વેપારીઓ જે છે તે વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળાને મારામાર કરે છે. વધારે બુદ્ધિવાળો તો, ઓછી બુદ્ધિવાળો ઘરાક આવેને તો એની પાસે પડાવી લે. ઓછી બુદ્ધિવાળા પાસે કંઈ પણ પડાવી લેવું, ભગવાને એને રૌદ્રધ્યાન કહ્યું છે ને એનું ફળ જબરજસ્ત નર્ક કહ્યું છે. એ બુદ્ધિનો દુરુપયોગ કરાય નહીં.
બુદ્ધિ એ તો લાઈટ છે. તે લાઈટ એટલે અંધારામાં જતાં હોય, એને લાઈટ ધરવાના ય પૈસા માગો છો તમે ? અંધારામાં કોઈ માણસની પાસે ફાનસ નાનું અમથું હોય તો આપણે લાઈટ ના ધરવું જોઈએ એને બિચારાને ? બુદ્ધિથી લોકોએ દુપયોગ કર્યો એ હાર્ડ રૌદ્રધ્યાન, નર્કમાં જતાં યે છૂટાશે નહીં. હાર્ડ રૌદ્રધ્યાન કોઈ કાળે થયું નથી એવું આ પાંચમા આરામાં ચાલ્યું છે. બુદ્ધિથી મારે ખરાં ? તમે જાણો છો ?
એ બુદ્ધિથી મારેને એ ભયંકર ગુનો છે. જો આ હજુ પણ છોડી દેશેને અને અત્યાર સુધીનો પસ્તાવો લે અને હવે નવેસરથી ન કરે તો હજુ સારું છે. નહીં તો આનું કંઈ ઠેકાણું નથી. એ બેજવાબદારી છે.
આટલું કરો, તે અહિંસક બનો ! આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. “મારે કોઈની હિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, “મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન