________________
અહિંસા
૭૪
અહિંસા
જ કરે છે, નિરંતર ભાવહિંસા થયા કરે છે. એટલે શરૂઆતમાં ભાવહિંસા, બંધ કરવાની છે અને દ્રવ્યહિંસા તો કોઈના હાથમાં જ નથી. છતાં એવું બોલાય નહીં. એવું બોલશો તો જોખમ આવશે. બહાર જાહેરમાં બોલાય નહીં. સમજુ માણસને જ કહેવાય. તેથી વીતરાગોએ બધું ય ખુલ્લું ના
બાકી દ્રવ્યહિંસા કોઈના હાથમાં જ નથી, કોઈ જીવના તાબામાં છે જ નહીં. પણ જો એવું કહેવામાં આવે ને, તો લોક આવતો ભવ બગાડશે. કારણ કે ભાવ કર્યા વગર રહે નહીં ને ! કે “આવું હાથમાં છે જ નહીં, હવે તો મારવામાં દોષ જ નહીં ને !' એ ભાવહિંસા જ બંધ કરવાની છે. એટલે વીતરાગો કેટલા ડાહ્યા ! અક્ષરે ય આમાં લખ્યો છે એ ?! જુઓ, આટલું ય લીકેજ થવા દીધું ?! કેવા તીર્થંકરો ડાહ્યા પુરુષ હતા, જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ !!
છતાં દ્રવ્યહિંસા બંધ કરે તો જ ભાવહિંસા સચવાય એવું છે પાછું. તો પણ ભાવહિંસાની મુખ્ય કિંમત છે. એટલે જીવોની ‘હિંસા-ના હિંસા'માં ભગવાને પડવાનું નથી કહ્યું આવું. ભગવાન કહે છે, તું ભાવહિંસા ના કરીશ. પછી તું અહિંસક ઠરીશ. આટલો શબ્દ ભગવાને કહ્યો છે.
આમ થાય ભાવ અહિંસા ! એટલે મોટામાં મોટી હિંસા ભગવાને કઈ કહી ? કે “આ માણસે કોઈ જીવને મારી નાખ્યા, તેને અમે હિંસા નથી કહેતા. પણ આ માણસે જીવને મારવાનો ભાવ કર્યો, માટે એને અમે હિંસા કહીએ છીએ.” બોલો, હવે લોકો શું સમજે ? કે “આણે જીવને મારી નાખ્યા, માટે આને જ પકડો.’ ત્યારે કોઈ કહેશે, ‘આણે જીવને માર્યા તો નથી ને ?” માર્યા ના હોય તેનો ય વાંધો નથી. પણ ભાવ કર્યો ને એણે, કે જીવ મારવા જોઈએ. માટે એ જ ગુનેગાર છે. અને જીવને તો ‘વ્યવસ્થિત' મારે છે. પેલો તો ખાલી અહંકાર કરે છે કે “મેં માર્યું. અને આ ભાવ કરે છે એ તો જાતે મારે છે.
તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી
બધી તૂટી ગઈ.
હવે આવી બધી ઝીણી વાતો શી રીતે મનુષ્યોને સમજાય ? એનું ગજું શું ? દર્શન ક્યાંથી એટલું બધું લાવે ? આ મારી વાતો બધી ત્યાં એ લઈ જાય તો ઊંધું બાફે પછી. પબ્લિકમાં આવું અમે ના કહીએ. પબ્લિકમાં કહેવાય નહીં ને ! તમને સમજાય છે ?
ભાવઅહિંસા એટલે મારે કોઈ પણ જીવને મારવો છે એવો ભાવ કયારેય પણ ના થવો જોઈએ ને કોઈ પણ જીવને મારે દુ:ખ દેવું છે એવો ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવી ભાવના જ ખાલી કરવાની છે, ક્રિયા નહીં. ભાવના જ કરવાની છે. ક્રિયામાં તો તું શી રીતે બચાવવાનો ? નર્યા શ્વાસોશ્વાસે લાખો જીવ મરી જાય છે અને અહીં જીવોનાં ઝોલાં અથડાય છે, તે અથડામણથી જ મરી જાય છે. કારણ કે આપણે તો એમને માટે મોટા પથરા જેવા દેખાઈએ. એને એમ કે આ પથરો અથડાયો.
મોટામાં મોટી આત્મહિંસા કષાય ! જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની હિંસા છે. ભાવહિંસાનો અર્થ શો ? તારી જાતની જે હિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને બંધન કરાવડાવે છે, તે જાતની દયા ખા. પહેલી પોતાની ભાવઅહિંસા અને પછી બીજાની ભાવઅહિંસા કહી છે.
આ નાની જીવાતોને મારવી એ દ્રવ્યહિંસા કહેવાય અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવહિંસા કહેવાય. લોક ગમે એટલી અહિંસા પાળે. પણ અહિંસા કંઈ એવી સહેલી નથી કે જલદી પળાય. અને ખરી દરઅસલ હિંસા જ આ ક્રોધ-માન-માયા-લોભ છે. આ તો જીવડા માર્યા, પાડા માર્યા, ભેંસો મારી, એ તો જાણે કે દ્રવ્યહિંસા છે. એ તો કુદરતના લખેલા પ્રમાણે જ ચાલ્યા કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી.
એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય