________________
અહિંસા
અહિંસા
'લા અલ કહું છું.
જેવા ભાવ કર્યા હોય તેવા ભાવે જ એનો હિસાબ થાય છે. પણ મરણકાળ આવ્યા સિવાય કોઈથી મરે નહીં.
એટલે આમાં ‘સેન્ટન્સ’ કયું સમજવાનું છે ? કે એ જીવનો મરણકાળ ના આવ્યો હોય ત્યાં સુધી કોઈ મારી શકે જ નહીં અને મરણકાળ કોઈના હાથમાં નથી.
તથી ‘મરતો' કોઈ ભગવાનની ભાષામાં ! પ્રશ્નકર્તા : પણ આ જે હિંસા ના કરવી એ દૈવીગુણ છે કે નહીં ? એટલે કે હિંસા કરવી એ ગુનો ખરો કે નહીં ?
દાદાશ્રી : હું તમને ખાનગી વાત ઉઘાડી કરી દઉં ?! આ બધાની રૂબરૂમાં, કોઈ દુરૂપયોગ કરે એવો નથી એટલે કહું છું.
આ જગતમાં ભગવાનની દ્રષ્ટિએ કોઈ મરતો જ નથી. ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી, લોકભાષામાં મરે છે. આ બ્રાંતિની ભાષામાં મરે છે. આ ખુલ્લી વાત કહી. કોઈ દહાડો ય બોલતો નથી. આજે તમારી રૂબરૂ કહું છું.
ભગવાનના જ્ઞાનમાં જે વર્તતું હોય, તે મારા જ્ઞાનમાં વર્તે છે, તે એ છે કે આ જગતમાં કોઈ જીવતો જ નથી ને કોઈ મર્યો જ નથી. અત્યાર સુધી આ દુનિયા ચાલે છે ત્યારથી કોઈ મર્યો જ નથી. જે મરતું દેખાય છે તે ભ્રાંતિ છે અને જન્મતું દેખાય તે ય ભ્રાંતિ છે. આ ભગવાનની ભાષાની ખુલ્લી હકીકત કહી દીધી મેં. હવે તમારે જૂનાને વળગી રહેવું હોય તો વળગી રહેજો અને ન વળગવું હોય તો નવાને વળગજો. આ અમારી વાત સમજાઈ તમને ?
પ્રશ્નકર્તા : વાત સમજાઈ, પણ તમે બહુ મોઘમમાં કહી.
દાદાશ્રી : હા, એટલે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. હજારો માણસ ત્યાં કપાયા હોય. તે મહાવીર ભગવાન જાણે, તો મહાવીર ભગવાનને કશી અસર થાય નહીં. કારણ કે એ જાણે છે કે કોઈ મરતું જ નથી. આ તો લોકોને માટે મરે છે, ખરેખર મરતું નથી. આ દેખાય છે એ બધી ભ્રાંતિ છે. મને કશું કોઈ દહાડો ય મરતું દેખાયું નથી ને ! તમને
દેખાય છે, એટલી શંકાઓ તમને થયા કરે છે, કે ‘શું થઈ જશે, શું થઈ જશે ?” ત્યારે હું કહું કે, ‘ભઈ, કંઈ થશે નહીં. તું મારી આજ્ઞામાં રહેજે.”
એટલે આજે ઝીણી વાત મેં કરી નાખી કે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. છતાં ભગવાનને લોકોએ કહ્યું કે, ‘ભગવાન, આ જ્ઞાન ખુલ્લું જ કરી દો ને !' ત્યારે ભગવાન કહે છે, “ના, ખુલ્લું કહેવાય એવું નથી. લોકો પછી એમ જ જાણશે કે કોઈ મરતું જ નથી. એટલે એ ગમે તેને ખાઈ જવાના એવાં ભાવ કરશે, ભાવ બગાડશે.’ લોકોના ભાવ બગડે એટલા માટે ભગવાને આ જ્ઞાન ખુલ્લું કર્યું નથી. અજ્ઞાની લોકોને ભાવ બગાડતાં વાર ન લાગે ને ભાવ બગડે એટલે ‘પોતેતેવો થઈ જાય. કારણ કે જે છે તે પોતે જ છે, એનો કોઈ ઉપરી જ નથી.
એટલે જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય જ નહીં કે ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી. આ તો તમે પૂછયું બરોબર ત્યારે મારે ખુલ્લું કરવું પડ્યું. તેમાં આપણા ‘મહાત્માઓ'માં કહેવામાં વાંધો નથી. આ ‘મહાત્મા’ દુપયોગ કરે એવા નથી. તમે ‘ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી’ એવું ત્યાં આગળ બધાને કહી દેશો ?
પ્રશ્નકર્તા: મને કોઈનો ડર નથી. હું તો હિંમતથી કહું.
દાદાશ્રી : ના કહેશો. આ જ્ઞાન ખુલ્લું કરાય એવું નથી. આ ભગવાનની ભાષાનું જ્ઞાન તો જે ‘શુદ્ધાત્મા’ થયો છે તેને જ જાણવા જેવું છે. બીજાને જાણવા જેવું આ જ્ઞાન નથી. બીજા લોકોને માટે આ પોઈઝન છે.
ભારતમાં ભાવહિંસા ભારે ! પ્રશ્નકર્તા: અહિંસાનો વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગશે ?
દાદાશ્રી : ઘણો સમય લાગે તો ય પ્રચાર પૂરેપૂરો ના થાય. કારણ કે સંસાર એટલે શું ? હિંસાત્મક જ વલણ બધું. એટલે એ તો મેળ ના ખાય. આ તો હિન્દુસ્તાનમાં થોડું ઘણું અહિંસા પાળવા માટે તૈયાર થાય, બાકી અહિંસા તો સમજે જ નહીંને બધા લોકો !
પ્રશ્નકર્તા : પણ જીવોને બચાવવા એની પાછળ સૂક્ષ્મ અહિંસાનો ભાવ છે ?