Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 37
________________ અહિંસા અહિંસા કોઈને મારી શકે. કારણ કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શી રીતે મારી શકે ? બધા કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે એ મરી જાય ! અને પછી જોડે જોડે એમે ય કહ્યું કે આ બિલકુલ ગુપ્ત રાખવા જેવી વાત છે. ત્યારે કોઈ કહેશે, “સાહેબ, આમે ય બોલો છો ને આમ ય બોલો છો ?” ત્યારે ભગવાન કહે છે, “જુઓ, આ વાત ડાહ્યા માણસો માટે, જે અહિંસાના પુજારીઓ છે એને માટે આ વાક્ય કહીએ છીએ. અને હિંસાના પુજારીઓ છે એને માટે આ નથી કહેતા. નહીં તો એ ભાવના કરશે કે મારે આ લોકોને મારી નાખવા છે. એટલે આ ભવમાં તો એ નથી થવાનું, પણ આ ભાવના કરશે તો આવતા ભવમાં ફળ આવશે.” એટલે આ વાત કોની પાસે કરવાની છે ? આ અહિંસાના પુજારીઓ પાસે આ વાત કરવાની કહી છે. ‘આ’ બધાં માટે નથી ! ભગવાને કહ્યું છે કે મારવાનો અહંકાર ના કરીશ અને બચાવવાનો અહંકારે ય ના કરીશ. તું મારીશ તો તારો આત્મભાવ મરશે, બહાર કોઈ મરવાનું નથી. એટલે એ પોતાની હિંસા થાય છે, બીજું કશું નહીં. આત્મા કંઈ એમ મરતો નથી, પણ આ તો પોતે પોતાની હિંસા કરી રહ્યો છે. એટલા માટે ભગવાને ના કહ્યું છે. અને તું બચાવીશ તે ખોટો અહંકાર કરી રહ્યો છે. તે ય તું આત્મભાવની હિંસા જ કરી રહ્યો છે. એટલે આ બન્નેવ ખોટું કરી રહ્યા છે. આ બધું તોફાન છોડ ને ! બાકી કોઈ કોઈને મારી શકે જ નહીં. પણ ભગવાને જો એવું ચોખ્ખું કહ્યું હોત કે મારી શકે જ નહીં, તો લોક અહંકાર કરત કે મેં માર્યો ! આ બધું કોઈનામાં તાકાત નથી. વગર તાકાતનું આ જગત છે. અમથા વગર કામના વિકલ્પો કરીને ભટક ભટક કરે છે. જ્ઞાનીઓએ જોયું છે. આ જગત કેવી રીતે ચાલ્યા કરે છે. એટલે આ બધા ખોટા વિકલ્પો પેસી ગયા છે, ત્યાં પછી નિર્વિકલ્પ કેમ કરીને થાય તે ?! એટલે આ બધા જીવો છે ને, તે કોઈ કોઈને મારી શકે જ નહીં. મારી શકવાની કોઈનામાં શક્તિ જ નથી. છતાં ય ભગવાન બોલ્યા કે હિંસા છોડી ને અહિંસામાં આવી. એ શું કહે છે કે મારવાનો અહંકાર છોડો. બીજું કશું છોડવાનું નથી, મારવાનો અહંકાર છોડવાનો છે. તમારાથી માથું મરાતું નથી, તો પછી અહંકાર શું કરવા કરો છો વગર કામના ? અહંકાર કરીને વધારે લપેટમાં આવશો, ભયંકર જોખમ વિહોરશો. એ જીવને એના નિમિત્તથી મરવા દો ને ! એ મરવાનું જ છે, પણ તમે અહંકાર શું કરવા કરો છો ? એટલે અહંકાર બંધ કરાવવા માટે ભગવાને અહિંસાની પ્રેરણા આપી. મારવાનો જે અહંકાર છે એ છોડાવવા માટે આ બધી વાત કરી. પ્રશ્નકર્તા : આટલું પચાવવું સાધારણ માણસ માટે વધારે પડતું નોલેજ (જ્ઞાન) ના કહેવાય ? દાદાશ્રી : ના, એ પચે એવું નથી. એટલે ખુલ્લું નથી કર્યું. બધાને એમ જ કહ્યું કે તમે બચાવો, નહીં તો આ મરી જશે. મારવા-બચાવવાનું ગુપ્ત રહસ્ય ! હવે ‘આણે જીવ માર્યો, આણે આમ કર્યું, આણે બચાવ્યો’ એ બધું વ્યવહારમાત્ર છે. કરેક્ટ નથી આ. રિયલમાં શું છે ? કોઈ પણ જીવ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. એ મારી શકવામાં તો બધાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો જ મરે. એકલો કોઈ માણસ સ્વતંત્ર આમ મારી શકે નહીં. હવે એવિડન્સ ભેગા થાય તો જ મરે અને એવિડન્સ આપણા હાથમાં છે નહીં. એટલે કોઈ પણ જીવ કોઈ જીવને બચાવી શકે જ નહીં. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હોય તો જ બચે, નહીં તો બચે નહીં. આ તો ખાલી બચાવ્યાનો અહંકાર કરે છે. પણ જોડે જોડે એવું કહ્યું કે તું મનમાંથી ભાવ કાઢી નાખ કે મારે મારવો છે. કારણ કે ભાવ એક એવિડન્સ છે. એ બીજા એવિડન્સ ભેગા થાય ને આ એવિડન્સ ભેગો થાય તો કાર્ય થઈ જશે. એટલે એમાંનું ‘વન ઓફ ધી એવિડન્સ’ ‘પોતાનો ભાવ છે. તેને લઈને બધા ય એવિડન્સનો પોતે’ ઇગોઈઝમ કરે છે. મરણકાળે જ મરણ ! આ તો અમે ઝીણી વાત કહેવા માગીએ છીએ કે કોઈ જીવને એનો મરણકાળ ભેગો થયા સિવાય કોઈથી મારી શકાય નહીં. હમણાં

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53