Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ અહિંસા ૫૫ અહિંસા દૂધ લેવાય ? પ્રશ્નકર્તા ઃ જેવી રીતે વેજીટેરિયન ઇંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય. દાદાશ્રી : ઈંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું દહીં ખવાય, અમુક માણસથી માખણે ય ખવાય. ના ખવાય એવું કંઈ નથી. - ભગવાને શા સારું માખણ નહોતું ખાવાનું કહ્યું ? તે જુદી વસ્તુ છે. તે પણ અમુક જ માણસને માટે ના કહ્યું છે. ગાયના દુધનો દુધપાક કરીને ખાજો નિરાંતે. એની બાસુંદી કરજો ને તો ય વાંધો નથી. કોઈ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો જાવ, એ શાસ્ત્ર ખોટું છે. છતાં એવું કહે છે કે વધારે ખાઈશ તો તરફડામણ થશે. એ તમારે જોવાનું. બાકી લિમિટમાં ખાજે. પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે. આપણા માટે નથી મૂક્યું. દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતી ને, તેને પાડું ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનું ય ખરું અને આપણે બધાએ દૂધ લેવાનું ય ખરું. અને તે આદિઅનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ લિટર દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં. ચક્રવર્તી રાજાઓ તો હજાર-હજાર, બબ્બે હજાર ગાયો રાખતા. એને ગોશાળા કહેતા હતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે ? કે હજાર ગાયો હોય ગોશાળામાં, એ હજાર ગાયોનું દૂધ કાઢે, તે સો ગાયોને પાઈ દે. એ સો ગાયોનું દૂધ કાઢવાનું, તે દસ ગાયોને પાઈ દે. એ દશ ગાયોનું દૂધ કાઢવાનું તે એક ગાયને પાવાનું અને એનું દૂધ ચક્રવર્તી રાજા પીતા હતા. હિંસક પ્રાણીતી હિંસામાં હિંસા ? પ્રશ્નકર્તા : કોઈ પણ પ્રાણીને મારવું તે હિંસા છે. પરંતુ હિંસક પ્રાણી કે જે બીજા પ્રાણી કે મનુષ્યને હિંસા પહોંચાડી શકે અથવા જાનહાનિ કરી શકે, તો તેની હિંસા કરવી કે નહીં ? દાદાશ્રી : કોઈની હિંસા કરવી નથી એવો ભાવ રાખવો. અને તમે સાપને નહીં મારો તો બીજો કોઈ મારનાર મળી આવશે. એટલે તમારામાં સાપ મારવાની શક્તિ નહીં હોય તો અહીં તો મારનારા બધા બહુ છે, પાર વગરના અને મારનારી અન્ય જાતો પણ બહુ જ છે. માટે તમે તમારી મેળે તમારો સ્વભાવ બગાડશો નહીં. એટલે હિંસા કરવામાં ફાયદો નથી. હિંસા પોતાને જ નુકસાન કરે છે. જીવો જીવસ્ય જીવતમ્ ! પ્રશ્નકર્તા: માનવી બુદ્ધિજીવી પ્રાણી છે તો એણે પશુહિંસા ન કરવી જોઈએ. પણ એક પ્રાણી બીજા પ્રાણીને ખાય ને જીવી શકતું હોય તો એ માનવી અને પ્રાણી વચ્ચે બુદ્ધિના તફાવતને કારણે આવો ભેદભાવ છે ? પ્રાણી અને પ્રાણી વચ્ચેની હિંસાનું શું ? દાદાશ્રી : પ્રાણી અને પ્રાણીની વચ્ચેની હિંસામાં યુ આર નોટ રીસ્પોન્સીબલ એટ અલ. કારણ કે આ દરિયામાં અંદર કંઈ ખેતરાં હોતાં નથી કે આ કંટ્રોલના અનાજની દુકાનો હોતી નથી. એટલે ત્યાં તો હિંસા ચાલ્યા જ કરે છે. મોટું પહોળું કરીને મોટાં માછલાં દરેક બેસી રહે છે, તે નાના માછલાં મહીં એના પેટમાં જ પેસી જાય છે. છે કશી ભાંજગડ ? પછી મોટું વાસી દે એટલે બધું ખલાસ ! પણ તમે એને માટે જવાબદાર નથી. એટલે એ તો દુનિયાનો કાયદો જ છે. આપણે ના કહીએ અને પેલા બધાં બકરાને ખાઈ જાય. મોટા જીવ નાના જીવને ખાય, નાનો એથી નાનાને ખાયા કરે, એ નાનો એથી નાનાને ખાયા કરે. એમ કરતાં કરતાં આખું દરિયાનું બધું જગત ચાલી રહ્યું છે. જયાં સુધી મનુષ્ય જન્મનો વિવેક ના આવે ત્યાં સુધી બધી છૂટ છે. હવે ત્યાં આગળ કોઈ બચાવવા જતો નથી અને આપણે અહીં આગળ લોકો બચાવવા જાય છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53