Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 31
________________ અહિંસા ૫૩ ૫૪ અહિંસા ગાયો-ભેંસો, ગધેડા બધાં ફળાહારી છે. એ કંઈ જેવી તેવી વાત છે ? આ ગધેડા બહુ ભૂખ્યા થયા હોય ને માંસાહાર નાખીએ તો ના અડે. એટલે આપણે અહંકારે ય લેવા જેવો નથી કે, ‘ભઈ, અમે પ્યૉર વેજીટેરિયન છીએ.” ના અલ્યા, પ્યૉર વેજીટેરિયન તો આ ગાયો-ભેંસો ય છે, એમાં તેં શું કર્યું બીજું ? આ પ્યૉરવાળા તો કોઈક દહાડો ઈડા ય ખાઈ આવે. જ્યારે પેલા તો કશુંય નહીં. ‘અમે પ્યૉર, પ્યૉર, હૉર’ કરવા જેવું ય નથી અને જે કરે છે એની ટીકા કરવા જેવું છે નહીં. ઈંડાં ખવાય ? પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઇંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ? - દાદાશ્રી : ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઇંડાં ! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને, એ ખવાય જ નહીં. ઇડામાં જો જીવ ના હોય તો ઇડું ખવાય નહીં, એ જડ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઈ ગઈ. આપણે જીવને ખાવું હોય તો એને આમ કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજી ય તોડ્યા પછી અમુક ટાઈમ સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઇડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઇંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું ? એ બીજી જાતનાં ઇંડાંવાળાએ આ જગતમાં એ ઈડાંને ક્યા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઇંડાંવાળાને પૂછ્યું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે, નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઈ જાતનાં છો તે ?! જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે. પ્રશ્નકર્તા : પણ આ વેજીટેરિયન ઇંડું ફળતું નથી. દાદાશ્રી : એ ફળતું નથી એ ડીફરન્ટ મેટર. પણ આ જીવતું છે. એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાંને કેટલી મુશ્કેલી ! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, ભઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તો વાંધો જ નથી પણ અજીવ તો ખવાય જ નહીં.” પછી મેં કહ્યું, ‘નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.” ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામીન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરને ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામીન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામીન ના મળે ને ! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઇડાં અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય. આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, આવડા આવડા દૂધીયાં ખાઈ જઈએ છીએ, એ બધાં જીવો જ છે ને ! નથી જીવો ? પણ ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો. પ્રશ્નકર્તા : આ ઇંડાં એ ત્રાસ પામતા નથી, તો એ ખાવા સારા કે નહીં ? દાદાશ્રી : ઇંડાં ત્રાસ પામતા નથી. પણ ઇંડાંમાં અંદર જે જીવ રહ્યો છે ને, તે બેભાન અવસ્થામાં છે. પણ એ ફૂટે ત્યારે આપણને ખબર પડે કે નહીં ? પ્રશ્નકર્તા તરત ખબર પડે. પણ ઈડું આઘુંપાછું ના થાય ને ! તો ? દાદાશ્રી : એ તો ના થાય. કારણ કે બેભાનપણામાં છે. એટલે થાય નહીં. એ તો મનુષ્યનો ય ગર્ભ ચાર-પાંચ મહિનાનો હોય, તે ઇંડાંની પેઠ જ હોય છે. માટે કંઈ એને મરાય નહીં. એમાંથી ફૂટે છે તો શું થાય છે, એ આપણે માણસ સમજી શકીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53