________________
અહિંસા
ફૂડ જોઈશે કે જેનાથી મદ ચઢે નહીં ને જાગૃતિ વધે. બાકી, આ લોકોને જાગૃતિ છે જ ક્યાં ?!
૪૯
પેલા ફોરેનના સાયન્ટિસ્ટો આપણી વાત ના સમજે. એ સાયન્ટિસ્ટો કહે, ‘ઓહો ! આ તો બહુ વિચારવા જેવી વાત છે. પણ અમારા માન્યામાં નથી આવતી.’ તે મેં કહ્યું, ‘હજુ ઘણો ટાઈમ લાગશે. ઘણા કૂકડા ને મરઘા ખઈ ગયા છો એટલે વાર લાગશે. એ તો દાળભાત જોઈશે. પ્યૉર વેજીટેરિયનની જરૂર છે.' વેજીટેરિયન ફૂડ હોય છે એનું આવરણ પાતળું હોય છે એટલે એ જ્ઞાનને સમજી શકે, બધું આરપાર જોઈ શકે અને પેલું માંસાહારીને જાડું આવરણ હોય.
શું માંસાહારથી તર્કગતિ ?
પ્રશ્નકર્તા ઃ કહેવાય છે કે માંસાહાર કરવાથી નર્કગતિ થાય.
દાદાશ્રી : એ વાત તદન સાચી છે અને ખાવાની બધી બહુ ચીજો છે. શું કરવા બકરાને કાપો છો ? મરઘીને કાપીને ખાય છે તો એને ત્રાસ નહીં થતો હોય ? એનાં માબાપને ત્રાસ નહીં થતો હોય ? તમારા છોકરાને ખાઈ જાય તો શું થાય ? એ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. નરી પાશવતા છે બધી, અવિચારૂ દશા છે અને આપણે તો વિચારશીલ છીએ. એક જ દહાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય, પશુ જેવા થઈ જાય. એટલે મગજ જો સારું રાખવું હોય તો ઇંડાં ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ. ઇંડાંથી નીચેની બધી
પાશવતા જ છે.
આ માંસાહારમાં એ જીવને મારવાનો દોષ છે ને, તેનાં કરતાં તો મહીં આવરણનો દોષ વધારે બેસે છે. મારવાના દોષનો તો ગુનો ઠીક છે એ તો. એ ગુનો કેવી રીતે થાય છે ? મૂળ વેપાર કરે તેને વહેંચાઈ જાય છે. ખાનારને ભાગે તો અમુક જ દોષ જાય છે. પણ આ તો પોતાને મહીં આવરણ કરે ને, એટલે મારી વાત એને સમજવા માટે બહુ આવરણ કર્યા કરે. આ વ્યવહારની વાત કેટલાંક લોકો સ્પીડીલી સમજી જાય છે, એ ગ્રાસ્પિંગ પાવર કહેવાય.
૫૦
અહિંસા
હિસાબ પ્રમાણે ગતિ !
પ્રશ્નકર્તા : પણ એવું બને ખરું કે હિંસક માણસ અહિંસક યોનિમાં જાય અગર તો અહિંસક માણસ હિંસકની યોનિમાં જાય ?
દાદાશ્રી : હા, ખુશીથી જાય. અહીં અહિંસક હોય ને બીજા ભવમાં હિંસક થાય. કારણ કે એને ત્યાં એનાં માબાપ હિંસક મળ્યાં. એટલે પછી આજુબાજુ સંજોગ મળ્યાં એટલે એવો થઈ ગયો.
પ્રશ્નકર્તા : એનું કારણ શું ?
દાદાશ્રી : એવું છે, અહિંસક હોય ને, તે જાનવરમાં જાય તો ગાયમાં જાય, ભેંસમાં જાય. હિંસાવાળો અહીંથી વાઘમાં જાય, કૂતરામાં જાય, બિલાડીમાં જાય, જ્યાં હિંસક જાનવર હોય ત્યાં જાય. પણ મનુષ્યમાં અહિંસક હોય ને, તો ય હિંસકને ત્યાં અવતાર લે છે. પછી એના પાછાં હિંસકના સંસ્કાર પડે. એ ય ઋણાનુબંધ છે ને ?! હિસાબ છે ને ! રાગ-દ્વેષ થાય એ જ ઋણાનુબંધ. જેની જોડે રાગ થયા એટલે ચોંટ્યું. એની પર દ્વેષ કરે તો ય ચોંટે. દ્વેષ કરે કે “આ નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે', તો ત્યાં જ અવતાર થાય.
ત અડે કશું અહિંસકતે !
પ્રશ્નકર્તા : આ કૂતરું કરડે એમાં ક્યાં ઋણાનુબંધ હોય ?
દાદાશ્રી : ઋણાનુબંધ વગર તો એક રાઈનો દાણો તમારા મોઢામાં ના જાય, બહાર જ પડી હોય.
પ્રશ્નકર્તા : જો કૂતરો આપણને કરડે છે તો આપણે કંઈ એની જોડે કર્મ બાંધ્યું હશે ?
દાદાશ્રી : ના, એવું એની જોડે કર્મ બાંધેલું નહીં. પણ આ તો આપણે ત્યાં મનુષ્ય થઈને ય બચકાં નથી ભરતો ?! એવું પણ લોક બોલે છેને, કે મૂઓ આ મને બચકાં ભરે છે ! એક જણ તો મને કહે છે કે,
મારી વાઈફ તો સાપણ જ જોઈ લો. રાતે બચકાં ભરે છે. હવે એ ખરેખર
બચકાં ભરતી નથી. પણ એવું કંઈ બોલે છે તે આપણને બચકું ભરવા