________________
અહિંસા
અહિંસા
બાકી, આપણી આ ગાયો કોઈ દહાડો માંસાહાર કરતી નથી, આ ઘોડા ને ભેંસો ય કરતી નથી અને તે શોખે ય ના કરે. બહુ ભૂખી હોય, તે માંસાહાર મૂકીએ તો ય એ ના કરે. એટલું તો જાનવરોમાં હોય છે !
જ્યારે અત્યારે તો આ હિંદુઓનાં છોકરા અને જૈનોનાં છોકરા, જેમનાં માબાપ માંસાહાર નથી કરતાં, તે ય માંસાહાર કરવાનું શીખી ગયા છે. ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારે માંસાહાર કરવો હોય તો મને વાંધો નથી, પણ જાતે કાપીને ખાવ. મરઘી હોય, તે તમે જાતે કાપીને ખાવ.” અલ્યા, લોહી જોવાની તો શક્તિ નથી ને માંસાહાર કરે છે ? લોહી જુએ તો આમ આમ ગભરાઈ જાય ! એટલે ભાન નથી કે આ શું ખાઉં તે અને લોહી જોઈશ તો તે ઘડીએ તને અરેરાટી છટશે. આ તો લોહી જુઓને, તેમનું કામ છે. જે લોહીમાં રમેલા હોય એ ક્ષત્રિયોનું આ કામ છે. લોહી જુએ તો ગભરાઈ જાય કે નહીં ?!
પ્રશ્નકર્તા : અકળામણ થઈ જાય.
દાદાશ્રી : તો પછી એનાથી માંસાહાર ખવાય જ કેમ કરીને ?! કોઈક કાપે અને તમે ખાવ એ મિનિંગલેસ છે. તમે એ મરઘુ કપાતું હોય, તે ઘડીએ એની જે આર્તતા સાંભળોને, તો આખી જિંદગી સુધી વૈરાગ ના જાય, એટલી આર્તતા થાય. મેં જાતે સાંભળેલું. ત્યારે મને થયું કે ઓહોહો, કેટલું દુઃખ થતું હશે ?!
મહિમા સાત્વિક આહારતો ! પ્રશ્નકર્તા: ભગવાનની ભક્તિમાં શાકાહારી લોકોને અને માંસાહારી લોકોને કંઈ રૂકાવટ આવી શકે ? એમાં આપનું શું મંતવ્ય છે ?
દાદાશ્રી : એવું છે ને, માંસાહારી કેવો હોવો જોઈએ ? એની મધરના દૂધમાં માંસાહારનું દૂધ હોવું જોઈએ. એવા માંસાહારીને ભગવાનની ભક્તિ માટે વાંધો નથી. એની મધરનું દૂધ માંસાહારી ના હોય ને પછી માંસાહારી થયેલો તેનો વાંધો છે. બાકી, ભક્તિ માટે શાકાહારી અને માંસાહારીમાં વાંધો બિલકુલ ય નથી.
પ્રશ્નકર્તા : તો શુદ્ધ અને સાત્વિક આહાર વિના ભક્તિ થઈ શકે કે ના થાય ?
દાદાશ્રી : ના થઈ શકે. પણ આ કાળમાં તો હવે શું થાય ? શુદ્ધ સાત્વિક આહાર એ આપણને પ્રાપ્ત થવો કે એ હોવો બહુ મુશ્કેલ વસ્તુ છે ને માણસ આવાં કાળમાં લપટાઈ ના જાય, કળિયુગ અડે નહીં એવા માણસો બહુ થોડા હોય છે. ને ના હોય તો ભાઈબંધી પેસી જાય કે કોઈ એવો ભેગો થાયને, તે એને અવળે રસ્તે ચઢાવી દે. કુસંગ પેસી જાય.
- પ્રશ્નકર્તા : અજાણપણે અઘટિત ખોરાક લીધો હોય તો પછી એની કંઈ અસર પડે ખરી ?
દાદાશ્રી : બધાંનું અજાણપણે જ થઈ રહ્યું છે. તો ય એની અસર થાય. જેમ અજાણપણે આપણો હાથ દેવતામાં પડે તો ? નાના છોકરાને યુ ના બાળે ? નાના છોકરા હઉ બળી જાય. એવું આ બધું જગત અજાણપણે કે જાણપણે બધાને સરખું ફળ આપે છે. ફક્ત ભોગવવાની રીત જુદી છે. અજાણવાળાને અજાણ રીતે ભોગવાઈ જાય અને જાણવાળો જાણી જાણીને ભોગવે એટલો જ ફેર છે.
પ્રશ્નકર્તા ઃ એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ?
દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે. આ ખોરાક ખાય છે, તે પેટની મહીં એની બ્રાન્ડી થઈ જાય છે અને બ્રાન્ડીથી આખો દહાડો બેભાનપણે તન્મયાકાર રહે છે. તે આ સાત્વિક ખોરાક છે ને, એની પણ પણ બ્રાન્ડી નહીં જેવી થાય છે. પેલી બોટલની બ્રાન્ડી પીવે છે ત્યારે ભાન જ ના આવે, એવું છે. એવું આ ખોરાક મહીં જાય છે, એની બધી બ્રાન્ડી જ થઈ જાય છે. આ લાડવા છે, શિયાળાના વસાણા કહે છે, એ બધું ન્હોય એ સાત્વિક ! સાત્વિક એટલે ખૂબ હલકો ફૂડ અને લડુ તો કેફ વધારનારો. પણ લોકો ય ફાવતું લઈ લે, સગવડિયું કરી નાખે છે.
પ્રશ્નકર્તા : આ માંસાહારની આધ્યાત્મિક વિચારોમાં કંઈ અસર થાય ખરી ?
દાદાશ્રી : ચોક્કસ. માંસાહાર એ સ્થળ ખોરાક છે, એટલે આધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ના થાય. આધ્યાત્મમાં જવું હોય તો લાઈટ