Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ અહિંસા ૪૫ આહાર, ડેવલપમેન્ટના આધારે ! ફોરેનવાળા શું કહે છે ? ‘ભગવાને આ દુનિયા બનાવી એટલે આ મનુષ્યોને બનાવ્યા. અને બીજું બધું આ બકરા-માછલા અમારા ખાવા માટે ભગવાને બનાવ્યા.' અરે, તમારા ખાવા માટે બનાવ્યા ત્યારે આ બિલાડા-કૂતરા-વાઘને કેમ નથી ખાતા ! ખાવા માટે બનાવ્યું હોય તો બધું સરખું બનાવ્યું હોય ને ? ભગવાન આવું કરે નહીં. ભગવાને બનાવ્યું હોય તો બધું તમારે માટે ખાવાલાયક ચીજો જ બનાવે. પણ આ તો જોડે જોડે અફીણે ય બનાવે છે કે નથી બનાવતા ? અને કૂચ હઉ હોય છે ને ? એને ય બનાવે છે ને ? જો ભગવાન બનાવતા હોય તો બધું શું કરવા બનાવે ? કૂચ ને એ બધાની શી જરૂર ? મનુષ્યનાં સુખને માટેની જ બધી ચીજ બનાવે નિરાંતે ! એટલે અવળું જ્ઞાન જાણી બેઠા છે કે આ ભગવાને બનાવ્યું. અને એ ફોરેનવાળા તો હજુ પુનર્જન્મ સમજતા નથી. એટલે મનમાં એમ થાય છે કે આ બધું આપણા ખાવા માટે જ છે. હવે પુનર્જન્મને સમજે તો તો મનમાં વિચાર આવે કે આપણો અવતાર થાય ત્યારે શું થાય ? પણ એમને એ વિચાર આવે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકોને વિચાર આવ્યો, ત્યારે આ બ્રાહ્મણો કહે છે, અમારાથી માંસાહાર ના અડાય. વૈશ્ય કહે છે કે, અમારાથી માસાંહાર ના અડાય. ક્ષુદ્રો કહે છે, અડાય. પણ એ લોકો તો મરેલું જાનવર હોય તેને ય ખાય. અને આ ક્ષત્રિયો છે તેય માંસાહાર ખાય. ચીઢ, માંસાહારી પર ! દાદાશ્રી : તમે વેજીટેરિયન પસંદ કરો કે નોનવેજીટેરિયન ? પ્રશ્નકર્તા : મેં હજુ નોનવેજીટેરિયનનો ટેસ્ટ કર્યો નથી. દાદાશ્રી : પણ એ સારી વસ્તુ છે, એવું બોલેલા નહીં ? પ્રશ્નકર્તા : ના. હું વેજીટેરિયન ખાઉં છું. પણ એનો અર્થ એવો નથી કે નોનવેજીટેરિયન ખરાબ છે. દાદાશ્રી : બરોબર છે. ખરાબ હું એને કહેતો નથી. અહિંસા હું પ્લેનમાં આવતો હતો. મારી સીટ ઉપર હું એકલો જ હતો, મારી જોડે બીજું કોઈ હતું જ નહીં. એક મોટો મુસલમાન શેઠ હશે, તે એની સીટ ઉપરથી ઊઠીને મારી બાજુમાં બેઠો, હું કંઈ બોલ્યો નહીં. પછી મને ધીમે રહીને કહે છે, ‘હું મુસલમાન છું અને અમે નોનવેજીટેરિયન ફૂડ ખાઈએ છીએ. તો તમને એના પર કંઈ દુઃખ ન થાય ?” મેં કહ્યું, ‘ના, ના. હું તમારી જોડે જમવા બેસી શકું છું. ફક્ત હું લઉં નહીં. તમે જે કરી રહ્યા છો તે વ્યાજબી જ કરી રહ્યા છો. અમારે એમાં લેવાદેવા નથી.’ ત્યારે શેઠ કહે, ‘તો ય અમારા ઉપર તમને અભાવ તો રહે જ ને ?” મેં કહ્યું, ‘ના, ના. એ તમારી માન્યતા છોડી દો. કારણ કે તમને આ ગળથૂથીમાં મળેલો છે. તમારા મધરે નોનવેજીટેબલ ખાધેલું છે અને બ્લડ જ તમારું આ નોનવેજીટેબલનું છે. હવે ફક્ત વાંધો કોને ? કે જેના બ્લડમાં નોનવેજીટેબલ ન હોય, જેની માતાના ધાવણમાં નોનવેજીટેબલ ન હોય, તેને લેવાની છૂટ નહીં. અને તમે લો છો તે ફાયદાકારક-નુકસાનકારક ગણ્યા વગર લેતા હો છો. ફાયદાકારક-નુકસાનકારક જાણીને લેતાં નથી.’ ૪૬ એટલે માસાંહાર જે ખાતા હોય, તેની પર ચિઢ રાખવા જેવું નથી. આ તો આપણી ખાલી કલ્પના જ છે. બાકી, જે લોકોને પોતાનો ખોરાક છે, એનો અમને વાંધો નથી. જાતે કાપીને, ખાશો !? પ્રશ્નકર્તા : પણ આજ તો સોસાયટીમાં પેસી ગયા એટલે માંસાહાર ખાતા હોય છે. દાદાશ્રી : એ બધો શોખ કહેવાય. આપણા મધરના દૂધમાં આવેલું હોય તો તમારે કાયમને માટે ખાવાનો વાંધો નથી. પ્રશ્નકર્તા : મધર માસાંહાર ના ખાતા હોય તો શું કરવું ? દાદાશ્રી : તો તો પછી તમારાથી શી રીતે ખવાય ? તમારા બ્લડમાં ના આવ્યું હોય એ તમને પાચન કેવી રીતે થશે ? એ તમને આજે પાચન થયેલું લાગે છે, પણ એ તો છેવટે એન્ડમાં નુકસાન આવીને ઊભું રહે છે. આજે તમને એ ખબર નહીં પડે. એટલે ન ખાય તો ઉત્તમ છે. છૂટે નહીં તો ‘ખોટું છે, છોડાય તો ઉત્તમ છે' એવી ભાવના રાખવી !

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53