________________
અહિંસા
અહિંસા
વાતને સમજો.... એ બધી વાત ભગવાને કહી છે ને, એ તમને સમજવા માટે કહ્યું છે. આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો.
જ્ઞાનીઓ પૂંછડું પકડાવે એવા નથી હોતા. આ બીજાં તો પૂંછડાં પકડાવે. જ્ઞાનીઓ તો શું કહેતા હતા કે લાભાલાભનો વેપાર જુઓ ! શરીરને ડુંગળીથી પચ્ચીસ ટકા ફાયદો થયો અને પાંચ ટકા ડુંગળીને લઈને નુકસાન થયું, એટલે મારે ઘેર વીસ રહ્યા. એવી રીતે કરતા હતા. જ્યારે આ લોકોએ લાભાલાભનો વેપાર ઉડાડી દીધો છે અને મારી-ઝડીને ‘ડુંગળી બંધ કરને, બટાકા બંધ કરને કહેશે. અલ્યા, શા માટે ? બટાકા જોડે તમારે વેર છે ? કે તમારે ડુંગળી જોડે વેર છે ? અને પેલાને તો જે છોડ્યું હોય ને, તે જ યાદ આવ્યા કરે. ભગવાનની પેઠ એ જ યાદ આવ્યા કરે !
અમે' પણ નિયમો પાળેલા ! જો કે હું તો જૈન નહોતો. હું જૈનેતર હતો. તો ય મારે આ જ્ઞાન થતાં પહેલાં કાયમ કંદમૂળ ત્યાગ હતો, કાયમ ચોવિયાર હતા, કાયમ ગરમ પાણી (ઊકાળીને) પીતો હતો. બહારગામ જઉં કે ગમે ત્યાં જઉં તો યે ઉકાળેલું પાણી ! અમે ને અમારા ભાગીદાર બન્નેવ ઉકાળેલાં પાણીની શીશીઓ જોડે રાખતા. એટલે અમે તો ભગવાનના નિયમમાં રહેતા હતા.
હવે કોઈને આ નિયમો કડક પડતા હોય તો કંઈ એવું નથી કે તમારે બધા પાળવા જ જોઈએ. હું તમને એમ ના કહું કે તમે આમ જ કરો. તમારાથી થાય તો કરજો. આ સારી વસ્તુ છે, હિતકારી છે. ભગવાને તો હિતકારી જાણી કહી છે, એને પકડી રાખવા માટે નથી કહ્યું. એના આગ્રહી થઈ જવા માટે નથી કહ્યું.
અમારે જ્ઞાની પુરુષને તો ત્યાગાત્યાગ ના હોય. પણ આ કેટલાંય લોકો એટલા બધા દુઃખી થાય છે કે, ‘તમે ચોવિયાર ના કરો ?! અમને બહુ દુ:ખ થાય છે.” મેં કહ્યું, ‘ચોવિયાર કરીશું.” શું કરું ત્યારે ?! એ તો જ્ઞાની
થયા પછી તો ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી લોકોને સમજણ પડે એવું ગોઠવે. બાકી, અમને કોઈ ચીજની ખપ જ નહીં ને ! અમે તો, હિંસાના સાગરમાં ભગવાને અમને અહિંસક કહ્યા છે. બાકી, અમે તો પહેલેથી કાયમ ચોવિયાર કરતા હતા. હવે તો અમારે આ સત્સંગ ગોઠવ્યો હોય ને, એટલે કોઈ દિવસ ચોવિયાર હોય અને બે-ચાર દિવસ અમારે ચોવિયાર ના ય થાય. પણ અમારો હેતુ ચોવિયારનો ! એ મુખ્ય વસ્તુ છે.
ઉકાળેલું પાણી; પીવામાં ! પ્રશ્નકર્તા : આ પાણીને ઉકાળીને પીવાનું કહે છે, એ શાથી ?
દાદાશ્રી : એ શું કહેવા માગે છે ? પાણીના એક ટીપામાં અનંત જીવો છે. એટલે પાણીને ખૂબ ઉકાળો એટલે એ જીવો મરી જાય. અને પછી એ પાણી પીવો તો તમને શરીર સારું રહેશે ને તો આત્મધ્યાન રહેશે. ત્યારે તેનું આ લોકો ઊંધું સમજી બેઠા છે.
ભગવાને તો શરીર સારું રહેવા માટે બધા પ્રયોગ બતાવ્યા છે. એટલે ઊલટું પાણી ઉકાળીને પીવાનું કહે છે. પાણી ના ઉકાળીએ, તેને જીવહિંસા પાળી કહેવાય. પોતાનું શરીર ભલે બગડે પણ આપણે પાણી ઉકાળવું નથી. તેને બદલે આ તો ભગવાન પાણી ઉકાળીને પીવાનું કહે છે, તો તમારું શરીર સારું રહે. અને આઠ કલાક પછી ફરી પાછું મહીં જીવ પડી જશે, માટે ફરી એ ના પીશો. પાછું બીજું ઉકાળીને એ પીજો, એમ કહે છે.
એટલે આ પાણી ગરમ કરવાનું તે હિંસા માટે નથી કહ્યું, એ શારીરિક તંદુરસ્તી માટે કહ્યું છે. પાણી ગરમ કરવાથી એ જળકાય જીવો ખલાસ થઈ જાય છે. પણ એના પાપને માટે નથી કહ્યું. તમારા શરીરને બહુ સારું રહે, પેટમાં જીવાત ઊભી ના થાય અને જ્ઞાનને આવરણ ના કરે એટલા માટે કહ્યું છે. એ પાણી ગરમ કરે એટલે મોટાં જંતુ હોય, તે બધા ય મરી જાય.
પ્રશ્નકર્તા : તો એ હિંસા થઈને ? દાદાશ્રી : એ હિંસાનો વાંધો નથી. કારણ કે શરીર તંદુરસ્ત હોય