________________
અહિંસા
૧૨
અહિંસા
કરે. આત્મા કોઈને કેડે જ નહીં. આ બધું અનાત્મા થઈને દંડ દઈ રહ્યું છે જગતને. પરમાત્મા દંડ ના દે. આત્મા ય દંડ ના દે, આ તો બાવળિયાની શૂળો જ બધાંને વાગ વાગ કરે છે.
ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડે માથા ઉપર તો ઉપર જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે નથી ગબડાવ્યો ? પછી કોઈ ના દેખાય એટલે ચપ ! અને કોઈકે આપણી ઉપર કાંકરી મારી હોય ત્યાં હલદીઘાટની લડાઈ જમાવે. કારણ શું છે ? કે ભ્રાંતદ્રષ્ટિ છે !
આ “અક્રમ વિજ્ઞાન’ શું કહે છે? કે પેલો કાંટો ય નિમિત્ત છે ને ભાઈયે નિમિત્ત છે, દોષ તમારો જ છે. આ ફૂલને કચડે તો તેનું ફળ ના આવે ને કાંટાને કચડે તો ફળ આવે, તેવું આ મનુષ્યમાં ય છે. માટે જાળવીને ચાલો ! કાંટો વાગવો અગર તો વીંછીનું કેવું બેઉ કર્મફળ છે. આ ફળ આવ્યું, પણ કોનું ફળ ? મારું પોતાનું. ત્યારે કહે, “એમને શું લેવા-દેવા ?” એ તો બિચારાં નિમિત્ત છે. જમાડનારાં કોણ હોય ને પીરસનારાં કોણ હોય !!
માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જુદી જાતનું છે. તદન ન્યાય સ્વરૂપ છે. મેં આખી જિંદગીથી હિસાબ કાઢ્યો છેને, તે હિસાબ કાઢતાં કાઢતાં એવો સરસ હિસાબ કાઢ્યો છે, ને જગતને હું આપીશ એક દહાડો એ હિસાબ ! ત્યારે જગતને ઠંડક વળશે. નહીં તો ઠંડક ના વળે. અનુભવમાં તો લેવું પડે ! અનુભવના સ્ટેજ ઉપર લઈએ ત્યારે જ કામ થાય ને ?! કે “આનું શું પરિણામ આવશે’ એવું રિસર્ચ તો કરવું પડેને ?!
કોઈતો જીવવાનો રાઈટ, તોડાય ? આ મેં તપાસ હઉ કરેલી પાછી. શું અક્કલવાળાએ આબરૂ મેળવી ! ઉંદર એ બિલાડીનો ખોરાક છે. ખાવા દોને એને ! અને આ છછુંદર જતું હોય ને, તો બિલાડી એને ના અડે. બિલાડી જો ભૂખી જ હોય ને ઉંદર, જીવડાં, જીવોને ખાઈ જતી હોય ત્યારે છછુંદરને કેમ નથી ખાતી ? પણ એ છછુંદરને ના અડે. આના પર વિચાર કરજો.
આ કંઈક પુણ્ય કરેલી તેથી બેઠાં બેઠાં ખાવાનું મળ્યું. અને આ મજૂરોને તો મહેનત કરે ત્યાર પછી પૈસા લાવે ત્યારે ખાવાનું મળે. માટે
આપણે હવે કોઈને દુઃખ ના થાય, જાનવરને – નાના જીવડાંને દુઃખ ના થાય એવી રીતે વર્તન રાખવું. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે. સાપ નીકળ્યા હોય તો મારી નાખે, માકણને ય મારી નાખે. એવાં શૂરવીર (!) લોકો !! એવું લોકો મારે ખરાં ? ભારે શુરવીર કહેવાય ને ?! એટલે લોકો મારવામાં શૂરા પાછાં ! અને આ સર્જન કોનું, તે વિસર્જનમાં પોતે તૈયાર થઈ જાય છે ?! તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો. કંઈ ન્યાય હોય કે ના હોય ?!
એવું છેને, આ તો રિલેટિવ વ્યુપોઈન્ટથી માકણ છે ને રિયલ વ્યુપોઈન્ટથી શુદ્ધાત્મા છે. તમારે શુદ્ધાત્માને મારવો છે ? ના ફાવે તો બહાર જઈને નાખી આવજો ને ! હવે બધાંને મારીને માણસ સુખ ખોળે છે આમાં. મચ્છરાં મારવા, માકણ મારવા, જે આવ્યું હોય તેને મારવું અને સુખ ખોળવું, એ બે શી રીતે સાથે બને ?!!!
પ્રશ્નકર્તા : ઘરમાં કીડીઓ ખૂબ ઉભરાય તો શું કરવું ?
દાદાશ્રી : જે રૂમમાં કીડીઓ નીકળી હોય તે રૂમ બંધ રાખવો. આને ઉપદ્રવ કહેવામાં આવે છે. કુદરતનો નિયમ એવો છે કે અમુક દિવસ એનો ઉપદ્રવ ચાલ્યા કરે. પછી એનો ટાઈમ પૂરો થઈ જાય એટલે ઉપદ્રવ બંધ થઈ જાય, એની મેળે કુદરતી જ ! એટલે આપણે રૂમ બંધ રાખવો, આ બધું તમે તપાસ કરશો તો ય જડશે. આ પરમેનન્ટ ઉપદ્રવ છે કે ટેમ્પરરી ?
પ્રશ્નકર્તા : મોટાભાગે કીડીઓ બધી રસોડામાં જ આવતી હોય છે, તો રસોડું કેમ બંધ રાખવું ?
દાદાશ્રી : એ તો બધા વિકલ્પ છે. આપણે આ સમજી લેવાનું. ઉપદ્રવ હોય ત્યાંથી ખસી જવાનું, બે રસોડા રાખો. એક સ્ટવ જુદો રાખો. તે દિવસે કંઈ બાફીને ખાઈ લેવું. મારીને જોખમદારી બહુ જબરજસ્ત છે.
પ્રશ્નકર્તા : રોજીંદા વહેવારના અવરોધમાં આવે છે, એને જ મારી નાખીએ છીએ ને બીજા બધાને તો મારવા જતા નથી.
દાદાશ્રી : જેને જીવડાં મારવા છે એને એવા સંયોગ મળી આવે