Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ અહિંસા ૨૫ અહિંસા ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની એને જવાબદારી ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે સારું છે, ખોટું નથી. પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ? દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને ! પ્રશ્નકર્તા: લક્ઝરીયસ લાઈફ જીવવા માટે સંહાર કરીને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો એ શું કહેવાય ? દાદાશ્રી : એ ગુનો જ કહેવાય ને ! જેટલો ગુનો હોય એટલો આપણને દંડ પડે. જેટલા ઓછા પરિગ્રહથી જીવાય એ ઉત્તમ જીવન છે. સામતો, પણ શાંતિથી ! પ્રશ્નકર્તા : ચોરી ન કરવી, હિંસા ન કરવી એમ આપ કહો છો. તો કોઈ વ્યક્તિ આપણી વસ્તુ ચોરી જાય, એ આપણી સાથે છેતરપિંડી કરે. તો આપણે તેનો સામનો કરવો જોઈએ કે નહીં ? દાદાશ્રી : સામનો કરવો જ જોઈએ. પણ તે આપણે એવો સામનો કરવો નહીં કે આપણું મન બગડી જાય. ખૂબ ધીમે રહીને આપણે કહીએ કે, ‘ભઈ, મેં તમારું શું બગાડ્યું છે તે આ બધું આમ કરો છો ?” અને આપણું સો રૂપિયાનું ચોરી ગયો હોય અને આપણે એની પર ગુસ્સે થઈએ તો આપણે એ સો રૂપિયા માટે આપણું પાંચસો રૂપિયાનું નુકસાન કર્યું. એટલે એવું સો રૂપિયા માટે પાંચસો રૂપિયાનું નુકસાન આપણે ન કરીએ. એટલે શાંતિથી વાત કરવી જોઈએ. ગુસ્સો નહીં કરવો જોઈએ. હિસાતો વિરોધ, બચાવે અનુમોદતાથી... પ્રશ્નકર્તા : માનસિક દુ:ખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી વગેરે સૂક્ષ્મ હિંસા ગણાય ? દાદાશ્રી : એ બધી હિંસા જ છે. સ્થળ હિંસા કરતાં આ હિંસા મોટી છે. એનું ફળ બહુ મોટું આવે છે. કોઈને માનસિક દુ:ખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે. પ્રશ્નકર્તા : પરંતુ એ સૂક્ષ્મ હિંસાને જ મહત્વ આપીને મોટી દ્રવ્યહિંસા, મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, હત્યા અને તેમના શોષણથી કે હિંસાથી મેળવવામાં આવતી સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપી મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે તો એ ઉચિત ગણાય ? દાદાશ્રી : એ ઉચિત ન ગણાય. એનો વિરોધ તો હોવો જ જોઈએ. વિરોધ નથી તો તમે એને અનુમોદના કરો છો, બેમાંથી એક જગ્યાએ છો. જો વિરોધ નહીં હોય તો અનુમોદના કરો છો. એટલે ગમે તે હોય કે જ્ઞાની હોય, પણ એમણે વિરોધ બતાવવાની જરૂર. નહીં તો અનુમોદનામાં પેસી ગયા. પ્રશ્નકર્તા : હિંસા નીચે આવેલા કોઈ પણ પશુ-પંખી કે ગમે તે હોય, તો તેના ઉદયમાં હિંસા આવેલી હોય, તો તે અટકાવવા આપણે નિમિત્ત બની શકીએ ખરાં ? દાદાશ્રી : ગમે તેના ઉદયમાં એ આવ્યું હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે હિંસાને અનુમોદના કરો છો. એટલે તમારે અટકાવવા ફરવું. એને ગમે તે ઉદય હોય, પણ તમારે તો અટકાવવા ફરવું જ જોઈએ. જેમ રસ્તામાં કોઈ જતો હોય અને એનાં કર્મના ઉદયે એ અથડાયો ને પગમાં નુકસાન થઈ ગયું, અને તમે ત્યાં રહીને જતા હો, તો તમારે ઉતરી અને આપણા કપડાંથી એનો પાટો બાંધવો. ગાડીમાં લઈને મૂકી આવવું જોઈએ. ભલે એના કર્મના ઉદયથી એને થયું હોય, પણ આપણે ભાવ બતાવવા જોઈએ. નહીં તો તમે એના વિરોધી ભાવથી બંધાઈ જશો ને મુક્ત નહીં થાવ. આ જગત એવું નથી કે મુક્ત કરી શકે. પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં રુચિ ધરાવનાર માટે હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી ગણાય ખરું ? જો જરૂરી હોય તો તે અંગે આપ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53