Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ અહિંસા અહિંસા ધંધો, તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે ? કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ? દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યને લઈને. જબરજસ્ત પુણ્ય કહેવાય. નહીં તો આ જડતા આવત. ત્યાં કંઈ જીવો મર્યા તે ઘટ્યા નહીં, તમારા જ જીવો મહીં મરી જાય ને જડતાં આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય. પ્રશ્નકર્તા : હજુએ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલો ઊંચે ચઢેલો નીચે પડી ગયો. પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા. દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય, ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે. એવું છે કે, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો જુવારમાં ને બાજરીમાં બધામાં ? ત્યારે કહે એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધું યે કરીએ. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, ‘રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં ? હા, ભલે, બે તોલા ! નર્યું આ તે કંઈ લાઈફ છે? એ જીવનો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા. ઉત્તમ ધંધો, ઝવેરીતો ! એટલે પુણ્યશાળીને ક્યો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો ક્યો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં. પણ એમાં ય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં. અને પછી બીજે નંબરે સોના-ચાંદીનો. અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો ક્યો ? આ કસાઈનો. પછી આ કુંભારનો. પેલા નિભાડા સળગાવે છે ને ! એટલે બધી હિંસા જ છે. પ્રશ્નકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? કે પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ? દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ... જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમનાં મોઢાં પર તેજ ન આવે કોઈ દહાડો ય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય, તેને બહુ અડે નહીં. ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો. એટલે ધીઝ ઈઝ બટ નેચરલ. આ ધંધા મળવા ને એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તો ય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધા ય લોકોને મનમાં વિચાર આવે કે “છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી છોકરી રાંડે.' તો તો આપણા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં. સંઘરો એ ય હિંસા ! પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર આપે અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય, તો એ હિંસાખોરી કહેવાય ? દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે. પ્રશ્નકર્તા: હવે એ ફોગટની કમાણી કરી ને ધર્મકાર્યમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ? દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53