Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ અહિંસા ૨૯ દાદાશ્રી : હા, આવતી અટકાવો. એના મૂળ માલિકને સમજાવો કે આવી રીતે ના કરશો. અત્યારે તો ગોવર્ધન અને ગોરક્ષા, પહેલા આ બે કાયદા પકડો. બીજાં બધા સેકન્ડરી ! આ કમ્પ્લિટ થઈ જાય, પછી બીજા. એટલે આ ગોવર્ધન અને ગોરક્ષા, આ બે કૃષ્ણ ભગવાને વધારે પકડ્યું હતું. અને ગોવર્ધન કરનારા ગોપ અને ગોપી. ગોપ એટલે ગોપાલન કરનારા ! પ્રશ્નકર્તા : ગોવર્ધન, આ વાત બહુ નવી જ મળી. દાદાશ્રી : હા, વાતો છે જ બધી. પણ જો એનું વિવરણ થાય તો કામનું. બાકી તો વાતો બધી હોય છે જ ને સાચી જ હોય છે. પણ આ લોકો પછી એને સ્થૂળમાં લઈ ગયા. કહેશે, ‘ગોવર્ધન પર્વત ઊંચક્યો,’ એટલે પેલા ફોરેનના સાયન્ટિસ્ટો કહેશે, ‘ગાંડી છે આ વાત, પર્વત ઊંચકાતો હશે કોઈથી ?!' ઊંચકે તો હિમાલય કેમ ના ઊંચક્યો ?! અને પછી તીર વાગવાથી કેમ મરી ગયા ?! પણ એવું ના હોય. ગોવર્ધન એમણે બહુ સુંદર રીતે કરેલું. કારણ કે તે વખતમાં હિંસા બહુ વધી ગયેલી, જબરજસ્ત હિંસા વધી ગયેલી. કારણ કે મુસ્લિમો એકલા હિંસા કરે છે એવું નથી. હિંદુઓમાં અમુક ઉપરની ક્વૉલિટી જ હિંસા નથી કરતી, બીજી બહુ બધી પ્રજા હિંસા કરનારી છે. હિંસક ભાવ તો ના જ હોવો જોઈએ ને ?! માણસને અહિંસક ભાવ તો હોવો જ જોઈએ ને ! અહિંસા માટે જીવન ખર્ચી નાખવું, એનું નામ અહિંસક ભાવ કહેવાય. નહીં ? શું પૂજાતા પુષ્પમાં પાપ ? પ્રશ્નકર્તા : મંદિરમાં પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં પાપ છે કે દાદાશ્રી : મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં આવે છે એ બીજી દ્રષ્ટિથી જોવાનું છે. ફૂલ તોડવા એ ગુનો છે. ફૂલ વેચાતા લેવા એ પણ ગુનો છે. પણ બીજી દ્રષ્ટિથી જોતાં એમાં લાભ છે. કઈ દ્રષ્ટિ એ હું તમને સમજાવું. અહિંસા આજે કેટલાંક લોકો માને છે કે ફૂલમાં મહાદોષ છે અને કેટલાંક લોકો ફૂલને ભગવાન ઉપર ચઢાવે છે. હવે એમાં ખરી હકીકત શું છે ? આ વીતરાગોનો માર્ગ જે છે તે લાભાલાભનો માર્ગ છે. બે ફૂલ ગુલાબનાં તોડી લાવ્યો, તે એણે હિંસા તો કરી. એની જગ્યા પરથી તોડ્યું એટલે હિંસા તો થઈ જ છે. અને એ ફૂલ પોતાને માટે વાપરતો નથી. પણ એ ફૂલ ભગવાન ઉપર ચઢાવ્યા અગર જ્ઞાની પુરુષ ઉપર ચઢાવ્યા, એ દ્રવ્યપૂજા થઈ કહેવાય. હવે આ હિંસા કર્યા બદલ ફાઈવ પરસેન્ટનો દંડ કરો અને ભગવાન ઉપર ફૂલ ચઢાવ્યા તો ફોર્ટી પરસેન્ટ પ્રોફિટ આપો અગર તો જ્ઞાની પુરુષ ઉપર ફૂલ ચઢાવ્યાં તો થર્ટી પ૨સેન્ટનો પ્રોફિટ આપો. તો પણ પચ્ચીસ ટકા બચ્ચાને એટલે લાભાલાભના વેપાર માટે બધું છે આ જગત. લાભાલાભનો વેપાર કરવો જોઈએ. અને જો લાભ ઓછો થતો હોય ને અલાભ થતો હોય તો એ બંધ કરી દો. પણ આ તો અલાભ કરતાં લાભ વધારે થાય છે. પણ તું ફૂલ ચઢાવીશ નહીં, તો તારો વેપાર બંધ થઈ ગયો. ૩૦ પુષ્પ પાંખડી જ્યાં દુભાય... પ્રશ્નકર્તા : અત્યાર સુધી જે પુષ્પો તોડ્યાં હશે, તો એનાં કંઈ પાપ દોષ લાગ્યા હશે ? દાદાશ્રી : અરે, પુષ્પો એક હજાર વર્ષ તોડે અને એક જિંદગી લોકોની જોડે કે ઘરમાં કષાય કરે, ઘરમાં કકળાટ કરે, તો પેલા કરતાં આ કષાયનો દોષ વધી જાય. તેથી કકળાટ પહેલો બંધ કરવાનો કહ્યો છે ભગવાને. પુષ્પોનો તો કશો વાંધો નથી. છતાં ય પુષ્પો જરુરિયાત ન હોય તો ન તોડવા જોઈએ. જરૂરિયાત એટલે દેવ ઉપર મૂકવા તોડીએ તો વાંધો નહીં. શોખને માટે ન તોડવા જોઈએ. પ્રશ્નકર્તા : પણ એવું કહે છે ને, ‘પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં ત્યાં આજ્ઞા.' દાદાશ્રી : એ તો કૃપાળુદેવે કહ્યું છે. તીર્થંકરોએ લખેલું, તે કૃપાળુદેવે તીર્થંકરના શબ્દો લખ્યા છે. પણ એ તો ક્યાં આગળ ? કે જેને આ સંસારની કશી ચીજ જોઈતી ના હોય એવી શ્રેણી ઉત્પન્ન થાય

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53