Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ અહિંસા - ૧૯ ૨ અહિંસા દાદાશ્રી : ના. એ ‘પ્લસ-માઈનસ’ કરવામાં નથી આવતું. ચોપડે તો બેઉ લખાય. ‘પ્લસ-માઈનસ’ થઈ જતું હોય ને, તો તો કોઈને ત્યાં જરાય દુ:ખ ના હોય, તો તો કોઈ મોક્ષે જ ના જાત. એ તો કહેત, ‘અહીં સારું છે, કાંઈ દુ:ખ નથી.’ લોકો તો બહુ પાકાં હોય. પણ એવું કશું બને નહીં. અને જગત આખું તો પાપમાં જ છે ને પુણ્યમાં ય છે. પાપની જોડે જોડે પુણ્ય પણ થાય છે. પણ ભગવાને શું કહ્યું કે લાભાલાભનો વેપાર કરો. સ્પેશ્યલ પ્રતિક્રમણ, ખેડૂતો માટે ! પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે “મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો’ એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ? - દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ. પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને? દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો આપણે આવું કરતા નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી જવાબદારી અમારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ? પ્રશ્નકર્તા: સમજ્યો. દાદાશ્રી : આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ, પાપ તો મનથી થાય છે, શરીરથી પાપ થાય નહીં. તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે. પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ? દાદાશ્રી : નાછૂટકે જે જે કાર્ય કરવું પડે, તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું. તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં. ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમે તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ ? ખેતરમાં ગયા એટલે ખેડો – કરો, એટલે પાપ તો થવાના જ. મહીં કેટલાંય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારાં ? પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછાં બેસે અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો. ખેતીવાડીમાં જીવજંતુ મરે, તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું, તેનાં જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું, તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર. સ્વરૂપજ્ઞાતીતે પુણ્ય-પાપ અડે નહીં ! પ્રશ્નકર્તા : જંતુનાશક દવા આપણે બનાવીએ અને પછી એ ખેતરમાં છાંટીએ, એમાં કેટલાંય જીવો મરી જાય છે. તો પછી એમાં પાપ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53