________________
અહિંસા
૧૫
૧૬
અહિંસા
ભાવમાં ના હોવું જોઈએ. આપણો આવો અભિપ્રાય ન હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : ગંદકી મટાડવાનો ભાવ છે. કારણ કે ગંદકી ના મટે તો બધા મનુષ્યો પાણી પીશે તો એમને નુકસાન થશે.
દાદાશ્રી : હા, પણ એ તો દોષ બેસવાના જ ને ! એવું છે ને, એવા દોષ ગણવા જાય ને, તો આ જગતમાં નિરંતર દોષ જ થયા કરે
એટલે તમારે કોઈની ચિંતા નહીં કરવાની. તમે તમારું સંભાળો. સબ સબકી સમાલો. દરેક જીવમાત્ર પોતપોતાનું મરણ ને એ બધું લઈને આવેલા છે. તેથી તો ભગવાને કહ્યું કે કોઈ કોઈને મારી શકતો નથી. પણ આ ઓપન ના કરશો, નહીં તો લોક દુરુપયોગ કરશે.
અને ઘરમાં દસ માણસ હોય અને ટાંકી બગડી છે, એને કોણ સાફ કરવા નીકળે ? જેનામાં અહંકાર હોય તે નીકળે, કે ‘હું કરી નાખીશ. એ તમારું કામ નહીં.” એટલે બધું અહંકારીને દોષ જાય.
પ્રશ્નકર્તા : પણ એ એના કરુણાના ભાવે કરે છે. દાદાશ્રી : કરુણા હોય કે ગમે તે. અને આ પાપે ય બાંધશે. પ્રશ્નકર્તા : તો શું કરવું ? એ ગમે તેવું ગંદુ પાણી પી લેવાનું?
દાદાશ્રી : આમાં ચાલે એવું જ નથી. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં. અને એવું કશું નહીં, તમારે તો અસલ ચોખ્ખું જ પાણી મળ્યા કરવાનું. કોઈ અહંકારી તમને ચોખ્ખું જ કરી આપશે. હા, આ દુનિયામાં હરેક ચીજ છે. કોઈ ચીજ એવી નથી કે જે ના મળે. પણ તમારું પુણ્ય અટક્યું છે. ફક્ત. તમારો જેટલો અહંકાર એટલો અંતરાય. અહંકાર નિર્મળ થયો કે બધી વસ્તુ તમારે ઘેર ! આ જગતની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું નહીં રહે ! અહંકાર જ અંતરાય છે.
ભણતરમાં હિંસા ?! પ્રશ્નકર્તા: આ એગ્રીકલ્ચર કોલેજમાં ભણે છે, ટુડન્ટ છે અહીંયા. તો કહે, અમારે અહીંયા પતંગિયા ભણવા માટે પકડવા પડે છે અને એને
મારવા પડે, તો એમાં પાપ બંધાય ખરું? પકડીએ નહીં તો અમને માર્કસ ના મલે પરીક્ષામાં, તો અમારે શું કરવું ?
દાદાશ્રી: તો ભગવાનને રોજ પ્રાર્થના કરો એક કલાક કે ભગવાન આ મારે ભાગે આવું ક્યાંથી આવ્યું, લોકોને બધાને કંઈ આવું હોય છે ?! તારે ભાગે આવ્યું તો ભગવાનને પ્રાર્થના કરવાની કે “હે ભગવાન ક્ષમા માગું છું. હવે આવું ન આવે એવું કરજો'.
પ્રશ્નકર્તા : એટલે, આમાં જે પ્રેરણા દેનાર માસ્તર હોયને, તે અમને એવા પ્રેરે કે તમે આ પતંગિયા પકડી ને આ રીતના આલ્બમ બનાવો, તો એમને કંઈ પાપ નહીં.
દાદાશ્રી : એનો ભાગ પડે, પ્રેરણા આપે તેને સાઈઠ ટકા અને કરનારને ચાલીસ ટકા !
પ્રશ્નકર્તા: આ કોઈ પણ વસ્તુ જે થઈ રહેલી છે એ વ્યવસ્થિતના નિયમ પ્રમાણે એ બરાબર ન ગણાય ? એ નિમિત્ત થયા ને એમને કરવાનું આવ્યું. તો પછી એમને ભાગે પાપ કેમ રહે ?
દાદાશ્રી : પાપ તો એટલા જ માટે થાય છે કે આવું કામ આપણે ભાગ ના હોવું જોઈએ છતાં આપણે ભાગે આવું આવ્યું ? બકરા કાપવાનું ભાગે આવે તો સારું લાગે ?
પ્રશ્નકર્તા : સારું તો ના લાગે. પણ દાદા, કરવું જ પડે એવું હોય તો ? ફરજિયાત કરવું જ પડે, છૂટકો જ ના હોય તો શું ?
દાદાશ્રી : કરવું પડે તો પસ્તાવાપૂર્વક કરવું પડે તો જ કામનું છે. એક કલાક પસ્તાવો કરવો પડે રોજ, એક ફુદું બનાવી આપ જોઈએ ?! ફોરેનના સાયન્ટિસ્ટ એ બનાવી આપશે એક ફુદું ?
પ્રશ્નકર્તા: ના, એ તો શક્ય જ નહીં ને દાદા !
દાદાશ્રી : તો પછી બનાવી ના શકીએ તો પછી મારી શી રીતે શકીએ ?!
એ લોકોએ બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને, કે અમારે