Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ અહિંસા - ૨૧ અહિંસા લાગે કે ના લાગે ? પછી એ દવા બનાવવી એ પાપ કહેવાય કે નહીં ? દાદાશ્રી : હા. કારણ કે એ દવા જીવો મારવાના ઉદેશથી જ બને છે. દવા લાવે છે તે ય જીવો મારવાના ઉદેશથી જ લાવે છે અને દવા નાખે છે તે જીવો મારવાના ઉદેશથી જ નાખે છે. એટલે બધું પાપ જ છે. પ્રશ્નકર્તા : પણ એમાં હેતુ એવો છે કે પાક વધારે સારા થાય, વધારે પાકે. દાદાશ્રી : એવું છે, આ પાક શેના આધારે થાય છે, ખેડૂત સેના આધારે ખેડે છે, શેના આધારે વાવે છે, એ બધું શેના આધારે ચાલે છે એ હું જાણું છું. આ બધું નહીં જાણવાથી લોકોના મનમાં એમ થાય છે. કે “આ તો મારા આધારે ચાલતું હતું. આ તો મેં દવા છાંટી તેથી બચ્યું.” હવે આ આધાર આપવો એ જ ભયંકર પાપ છે. અને નિરાધાર થયું કે એ બધું પડી જાય. પ્રશ્નકર્તા : તો પછી પુરુષાર્થ ક્યાં ગયો ? દાદાશ્રી : પુરુષાર્થ તો, શું બને છે એને જોવું-જાણવું એ જ પુરુષાર્થ છે, બીજું કંઈ નહીં. બીજું, મનના વિચારો આવે છે એ ‘ફાઈલ’ છે. એને તો તમારે જોવાના છે. બીજા ડખામાં ઉતરવાનું નહીં. પ્રશ્નકર્તા : તો પછી આ ખેતી કરવી કે ના કરવી ? દાદાશ્રી : ખેતીનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : પણ પેલો પાપનો ભાર વધે તેનું શું ? દાદાશ્રી : એવું છે, આ જ્ઞાન પછી તમને તો પાપ હવે અડે નહીં ને ! તમે ‘પોતેહવે ‘ચંદુભાઈ’ નથી રહ્યા. તમે ‘ચંદુભાઈ’ હો ત્યાં સુધી પાપ અડે. ‘હું ચંદુભાઈ છું એવું નક્કી છે તમને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી પાપ ક્યાંથી અડે ? આ ચાર્જ જ નહીં થાય ને ! જે ખેતી આવી હોય તેટલાનો નિકાલ કરવાનો. એ ‘ફાઈલ’ છે. આવી પડી તે “ફાઈલ’નો સમભાવે નિકાલ કરવાનો. પણ જો મારા કહ્યા પ્રમાણે ‘હું શુદ્ધાત્મા છું' ક્યારેય પણ ચૂકે નહીં. તો ગમે એટલી દવા નાખશે તો ય એને અડશે નહીં. કારણ કે ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ છે. અને દવા નાખનારો કોણ ? “ચંદુભાઈ છે. અને તમને જો દયા આવતી હોય તો ‘તમે’ ‘ચંદુભાઈ” થઈ જાવ. પ્રશ્નકર્તા : એ દવા બનાવવાથી, વેચવાથી, ખરીદવાથી, નાખવાથી એને કર્મનો બંધ લાગે કે નહીં ? દાદાશ્રી : હા, પણ એ તો દવાઓના કારખાના જેમણે કરેલાં છે એ બધા મને પૂછે કે, “દાદા, હવે અમારું શું થશે ?” મેં કહ્યું, “મારા કહ્યા પ્રમાણે રહેશો તો તમને કશું થનાર નથી.” પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો કે શુદ્ધાત્મા ભાવથી હિંસા કરી શકાય ને ? દાદાશ્રી : હિંસા કરવાની વાત જ નથી. શુદ્ધાત્મા ભાવમાં હિંસા હોય જ નહીં. કરવાનું કશું જ ના હોય ને ! પ્રશ્નકર્તા તો પછી આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય ? દાદાશ્રી : આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય. આચારસંહિતા ક્યારે હોય ? કે તમે ચંદુભાઈ છો ત્યાં સુધી આચારસંહિતા. તો એ દ્રષ્ટિએ દોષ જ કહેવાય. પણ આ “જ્ઞાન” પછી હવે તમે તો ચંદુભાઈ નથી, શુદ્ધાત્મા થઈ ગયા અને તે તમને નિરંતર ખ્યાલમાં રહે છે. “હું શુદ્ધાત્મા છું' એવો નિરંતર આપણને ખ્યાલ રહેવો એ શુક્લધ્યાન છે. ‘હું ચંદુભાઈ છું’ એ અહંકારી ધ્યાન છે. આપણા મહાત્માઓ આટલાં છે, પણ કોઈએ દુપયોગ કર્યો નથી. આમ મને પૂછે ખરાં, અને પાછાં કહે છે કે, “અમે ધંધો બંધ કરી દઈએ ?” મેં કહ્યું, “ના. ધંધો બંધ થાય તો બંધ થવા દેજો ને બંધ ન થાય તો ચાલવા દેજો.” હિંસક વેપાર ! પ્રશ્નકર્તા: આ જે ધંધો પહેલાં કરતા'તા, જંતુનાશક દવાઓનો

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53