Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ અહિંસા ૧૪ અહિંસા અને જેને નથી મારવા એને એવા સંયોગ મળી આવે. થોડો વખત ‘નથી મારવા” એવો પ્રયત્ન કરશો તો સંયોગો બદલાશે. દુનિયાના નિયમો જો સમજો તો ઉકેલ છે. નહીં તો પછી મારવાનો રિવાજ છૂટતો નથી. તો પછી સંસારનો રિવાજ તુટશે નહીં. ભૂલેચૂકે મરી જાય એનું પ્રતિક્રમણ કરી લેવું કે માફી માગું છું. પ્રશ્નકર્તા : આપણે પણ આ રોજીંદા જીવનમાં આ બધી દવાઓ છાંટી બધા જીવજંતુઓ મારીએ છીએ, તો એની ઈફેક્ટ આપણા પર થાય છે ? દાદાશ્રી : મારો છો તે ઘડીએ અંદર તરત જ મહીં પરમાણુ બદલાઈ જાય છે અને તમારી મહીં યે મરી જાય છે. જેટલું તમે બહાર મારશો એટલું મહીં મરશે. જેટલું બહાર જગત છે એટલું અંદર જગત છે. એટલે તમારે જેટલું મારવું હોય એટલું મારજો, તમારી મહીં કે મરતા રહેશે. જેટલું આ બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. એટલા બધા ચોર હોય છે કે આપણે એમાંથી બચીએ જ નહીં. આપણે કોઈ દહાડો કોઈનું ગજવું કાપવાનો, ચોરી કરવાનો વિચાર નથી કરતાં, તે આપણું એ કાપતા નથી. એટલે તમે હિંસકને બદલે અહિંસક રહેશો, તો હિંસાના સંજોગ જ તમને ભેગા નહીં થાય એવું આ જગત છે. જગત એક વખત સમજી લ્યો તો ઉકેલ આવે. સહી કરે તેતો ગુનો ! પ્રશ્નકર્તા : આ ચોમાસામાં ગામમાં માખીઓ વધારે થાય, મચ્છરો વધારે હોય, તો મ્યુનિસિપાલિટીવાળા કે આપણે ઘરમાં બધે “ફલીટ’ છાંટીએ. તો એ પાપ જ કહેવાય ને? પણ એ જો ન કરે તો રોગચાળો ભયંકર ફાટી નીકળે. દાદાશ્રી : એવું છે ને, આમાં ને આ હિટલરે બોમ્બગોળા નાખ્યા એમાં ફેર શો ? આ નાનામાં નાનો હિટલર થયો ! પ્રશ્નકર્તા: પણ આ તો ગામની વાત થઈને ! આ ચોમાસુ છે, તો ચોમાસામાં બધે ગંદકી તો હોય જ. તો મચ્છરો-માખીઓ બધું થાય. તો મ્યુનિસિપાલિટી શું કરે કે બધે ઠેકાણે દવા છાંટે. દાદાશ્રી : મ્યુનિસિપાલીટી કરે, એમાં આપણને શું લેવાદેવા ? આપણા મનમાં એવો ભાવ ના હોવો જોઈએ. આપણા મનમાં એમ હોવું જોઈએ કે આવું ના હોય તો સારું. પ્રશ્નકર્તા: તો મ્યુનિસિપાલિટીનાં જે કામ કરનારા માણસો છે, જે સત્તા ઉપર હોય, એમને દોષ લાગે ? દાદાશ્રી : ના. એમને ય લાગે-વળગે નહીં. પ્રશ્નકર્તા ઃ તો કોને લાગે ? દાદાશ્રી : એ તો ફક્ત કરનારા જ છે. એને કોણ કરાવડાવે છે? એમનાં ઓફિસરો ને એ બધા. પ્રશ્નકર્તા : તો ઓફિસરો કોના માટે કરે છે ? દાદાશ્રી : એમની ફરજો ! પણ આપણા માટે નથી. પ્રશ્નકર્તા : પણ આપણે તો કપ્લેઈન કરી, કાગળ લખીને નોટિસ આપી. દાદાશ્રી : પણ જેને ના કહેવું હોય તે ના કહે. જેને ના કરવું હોય એ કહેશે, ‘ભાઈ, મારે આ જોઈતું નથી. મને આ ગમતું નથી.” તો પછી ? તો પોતાની જવાબદારી નહીં. અને જેને ગમે છે એની જવાબદારી. પ્રશ્નકર્તા : એટલે દરેકના પોતાના ભાવ ઉપર રહ્યું ? દાદાશ્રી : હા, પોતાનો ભાવ શેમાં છે, એટલી એની જોખમદારી ! પ્રશ્નકર્તા: આ પાણીની ટાંકી હોય, એમાં ઉંદર મરી ગયો કે કબૂતર મરી ગયું, તો એ બધું સાફસૂફી કરવી પડે. સાફસુફી કરાવ્યા પછી એમાં દવા છાંટવી પડે અગર તો મ્યુનિસિપાલિટીવાળાને બોલાવીને દવા છંટાવીએ. એટલે બધાં જ જીવ-જંતુઓ તો નાશ થાય ને ? તો એ પાપ તો થયું ને ? એ બંધ કોને પડે ? કરનારને કે કરાવનારને ? દાદાશ્રી : કરનાર ને કરાવનાર બન્નેને જાય. પણ આપણા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53