Book Title: Ahimsa Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ પ અહિંસા અહિંસા શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે ‘ક્રિયેટ’ નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો.” એટલે જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે ‘ક્રિયેટ’ ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય. નહીં, તે મારવાનો તમને અધિકાર નથી. પ્રશ્નકર્તા : તો એ કરડવા શું કરવા આવે છે ? દાદાશ્રી : હિસાબ છે તમારો તેથી આવે છે અને આ દેહ કંઈ તમારો નથી, તમારી માલિકીનો નથી. આ બધો માલ તમે ચોરી લાવ્યા છો, ત્યારે એમાંથી પેલા માકણ તમારી પાસેથી ચોરીને લઈ જાય છે. એ બધા હિસાબ ચૂકતે થાય છે. માટે હવે મારશો-કરશો નહીં. ભગવાનની વાડીએ ત લૂંટાય ! એવું છે, અહીં બગીચો હોય અને બગીચાની બહાર વાડો હોય. અને વાડાની બહાર ગલકાં-દુધી એ બધું લટકતું હોય, એના મુળ માલિકના સ્પેસની બહાર લટકતું હોય તો ય પણ લોક શું કહે છે ? ‘હેય, આ તો પેલા સલિયાની વાડી છે, ના તોડીશ. નહીં તો મિયાંભાઈ મારી મારીને તેલ કાઢી નાખશે.’ અને કોઈ આપણા લોકોનું હોય તો લોક તોડી જાય. કારણ કે એ જાણે કે આ વાડી તો અહિંસક ભાવવાળાની છે. એ તો જવા દે. લેટ ગો કરે. અને સલિયો તો સારી પેઠ માર આપે. એટલે સલિયાની વાડી પરથી એક ગલકું કે દૂધી લેવાતું નથી, તો આ ભગવાનની વાડી પરનો માકણ શું કરવા મારો છો ? ભગવાનની વાડી તમે લૂટો છો ?!!! આપને સમજમાં આવ્યું ? એટલે એક પણ જીવને ના મરાય. તપો, પ્રાપ્ત તપો... પ્રશ્નકર્તા : પણ માકણ ચટકો ભરે તેનું શું ? દાદાશ્રી : પણ એનો ખોરાક જ લોહી છે. એને કંઈ આપણે ખીચડી આપીએ તો ખાય ? એને બહુ ઘી નાખીને ખીચડી આપીએ તો ય ખાય ? ના. એનો ખોરાક જ ‘બ્લડ’ છે. પ્રશ્નકર્તા : પણ એને કરડવા દેવો એ વ્યાજબી નથી જ ને ?! દાદાશ્રી : પણ અપવાસ કરીને મહીં વ્હાય બળે છે તે ચલાવી લેવી ?! ત્યારે આ તપ કરો ને !! આ તપ તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. જાતે ઊભા કરેલાં તપ શું કરવા કરો છો ?! આવી પડેલાં તપ કરો ને ! એ આવી પડેલાં તપ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે અને ઊભાં કરેલાં તપ એ સંસારનું કારણ છે. પ્રશ્નકર્તા : હા, બહુ મઝાની વાત કહી. પેલું બહુ તાણીને તપ કરીએ છીએ, એના કરતાં આ જે આવી પડે તે તપ થવા દો. દાદાશ્રી : હા, પેલું તો આપણે ખેંચીને લાવીએ છીએ અને આ તો પ્રાપ્ત છે, આવી પડેલું છે નિરાંતે ! આપણે બીજાને કંઈ બોલાવવા નથી જતા. જેટલા માકણ આવ્યો હોય એટલા જમો નિરાંતે, તમારું ઘર છે ! તે જમાડીને મોકલીએ. માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ ! અમારાં મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં. મેં મધરને પૂછયું કે, ઘરમાં માકણ થયા છે તે તમને કેડતા નથી ?” ત્યારે મધર કહે છે, ‘ભઈ, કેડે તો ખરા. પણ એ ઓછું કંઈ ફજેટીયું લઈને આવે છે બીજાં બધાંની જેમ કે “આપો, અમને માબાપ ?” એ બિચારો કશું વાસણ લઈને આવતા નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !” મેં કહ્યું, ધન્ય છે માજી ને ! અને આ દિકરાને ય ધન્ય છે !! કોઈને ઢેખાળો મારીને આવ્યો હોઉં ને, તો માજી મને શું કહે ? એને લોહી નીકળશે. એની મા નથી તો એને બિચારાને દવા કોણ કરશે ? અને તારે તો હું છું. તું માર ખાઈને આવજે, હું તને દવા કરી આપીશ. માર ખાઈને આવજે, પણ મારીને ના આવીશ.” બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ?! પ્રશ્નકર્તા : અત્યારે તો બધું ઊંધું છે. અત્યારે તો કહેશે, જો માર ખાઈને આવ્યો છે તો !Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53