Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ • ૪/૨૬, નિ - ૧૨૮૪ પ્રધોતને અંજલિ જોડી. પ્રધોત પોતાના ભવને ગયો. દૂતિ મોકલી. તે બંનેએ કોપાયમાન થઈ દતિને કાઢી મૂકી. દૂતિએ રાજાને વાત કરી. બીજા દિવસે બોલી - સાતમે દિવસે દેવકુલમાં દેવયજ્ઞ છે, ત્યારે એકલી હોઈશું, બાકી તો ભાઈ હોય છે. અભયકુમારે પ્રધાન રાજા જેવા મનુષ્યનું પ્રધાંત નામ રાખ્યું અને તેને દારુ પાઈને ઉન્મત્ત કર્યો. ગણિકા પુત્રી બોલી - મારે આ ભાઈને સાચવવાનો છે. ભાઈનો સ્નેહ આવો હોય છે, તેનું શું કરવું. તે સેષિત થઈને ભાગી જાય છે. ફરી તેને હાંકલ કરીને પાછો લાવીએ છીએ. તે બૂમો પાડે છે કે – હું પ્રધોત છું, આ લોકો મારું હરણ કરી જાય છે. પ્રધોતે સાતમા દિવસે દૂતિ મોકલી ગણિકા પુત્રી બોલી - રાજા પ્રધોત એકલો આવે તેમ કહેજો. ગવાક્ષમાં મળ્યા. નોકરોએ પલંગ સાથે બાંધી દીધો. પછી દિવસના નગરની મધ્યથી હરણ કર્યું. કોઈએ પૂછતા અભયે કહ્યું - વૈધને ઘેર લઈ જાઉં છું. અગ્રસ્થમાં નાંખી રાજગૃહ પહોંચ્યા. શ્રેણિકને કહ્યું - શ્રેણિક તલવાર લઈને દોડ્યો. અભયે તેમને રોક્યા. પ્રધોનો સત્કાર કરી વિદાય આપી. પરસ્પર પ્રીતિ થઈ. એ પ્રમાણે અહીં સુધી અભયને ઉત્થાન પયપિણિકા કહી. તે શ્રેણિકને ચેલણા સણી હતી. હવે તેની ઉત્થાન પયપિનિકા કહે છે. ત્યાં રાજગૃહીમાં પ્રસેનજિત પાસે ‘નાગ’ નામે રયિક હતો. તેની પત્ની સુલસા હતી. તેણીને પુત્ર ન હતો. ઈન્દ્ર, સ્કંદ આદિને નમસ્કાર તે નાગસાચી નમતો. સુલતા શ્રાવિકા હોવાથી, તેને રુચતું ન હતું. તેણી બોલી કે તમે બીજી સ્ત્રી પરણી લો. નાણા બોલ્યો - તારા પુત્રનું જ પ્રયોજન છે. તેણે વૈધના ઉપદેશ ત્રણ લાખ મુદ્રા વડે તેલના કુડવ [એક માપ છે] પકાવ્યા. કોઈ દિને શકાલયમાં સંલાપ થયો - સલસા શ્રાવિકા આવી દે છે. દેવ સાધુરૂપ લઈને આવ્યા. નિસીહી કહી. સુલતાએ ઉભી થઈને વંદના કરી. પૂછ્યું - આપના આગમનનું પ્રયોજન કહો. તેમણે કહ્યું લક્ષપાક તેલ જોઈએ છે. વૈધએ કહ્યું છે. સુલતાએ આપું છું કહ્યું, તેથી અંદર પ્રવેશ કર્યો. તેણી કુડવ ઉતારતી હતી, ત્યાં એક કુડવ ભાંગી ગયો. બીજો લક્ષપાક તેલ કુડવ લઈને આવવા જતાં તે પણ માર્ગમાં ભાંગી ગયો. ત્રીજો પણ વહોરવતા પહેલાં ભાંગ્યો. સંતુષ્ટ થઈ દેવે તેણીને બત્રીશ ગુટિકા આપી. ક્રમચી ખાવા કહ્યું - ક્રમથી તને બત્રીશ પુત્રો થશે. તને કંઈક કામ પડે તો મને યાદ કરૂં, હું આવી જઈશ. સુલતાને થયું - જ્યાં સુધી હું બાળકોની અશુચિનું મર્દન કરતી રહીશ. આટલા બધાં કરતાં એક બગીશ લક્ષણો પુત્ર સારો. બબીશે ગુટિકા ખાઈ ગઈ. તેના ઉદરમાં બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. ઉદર વધવા લાગ્યું. અતિ દુઃખી થઈ કાયોત્સર્ગ કર્યો. દેવે આવીને પૂછતા બધો વૃત્તાંત કહ્યો. દેવે કહ્યું - તેં આ ખોટું કર્યું. બબીશે એક આયુષ્યવાળા થશે. દેવે તેની અશાતા ઉપશાંત કરી. કેટલાંક કાળ પછી તેણીને બગીશ ો થયા. શ્રેણિકની સાથે તે મોટા થવા લાગ્યા. અવિરહિત જ તેઓ રહેતા હતા. દેવના ૨૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દીધેલા રૂપે જ વિખ્યાત થયા. આ તરફ વૈશાલિમાં ચેટક રાજાને દેવી રાણીને સાત પુત્રીઓ હતી. તે આ પ્રમાણે - પ્રભાવતી, પડાવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા, સુયેષ્ઠા અને ચેલણા. તે ચેટક રાજાને પરવીવાહ કરવા નહીં તેવું પચ્ચકખાણ હતું. પોતાની પુત્રીને પોતે કોઈને પરણાવતા ન હતા. માતા વગેરે રાજાને પૂછીને કોઈ સમાન અને ઈષ્ટને કન્યા આપતા હતા. તેમાં અનુક્રમે - (૧) પ્રભાવતી વીતભય નગરે ઉદાયતને આપી. (૨) પડાવતી ચંપામાં દધિવાહનને આપી. (3) મૃગાવતી કૌશાંબીમાં શતાનીકને, (૪) શિવા ઉજૈનીમાં પ્રધોતને, (૫) પેઠા કુંડગ્રામે વર્ધમાન સ્વામીના મોટાભાઈ નંદિવર્ધનને આપી. બાકી બે રહી સુચેષ્ઠા અને ચેલ્લણા. તેમના અંતપુરમાં પ્રવાજિકા આવી, પોતાના સિદ્ધાંત તેમને કહે છે સુજ્યેષ્ઠાએ તેમને પ્રશ્નોત્તરથી નિરતર કરી, મોટું મરડીને કાઢી મૂકી. તે પરિવારિકા દ્વેષ લઈને નીકળી. રોષથી સુપેઠાનું રૂપ ચિત્રલકમાં બનાવીને શ્રેણિકના ઘેર આવી. શ્રેણિકે પૂછતાં પરિવ્રાજિકાએ સુજ્યેષ્ઠા વિશે જણાવ્યું. શ્રેણિક સુજ્યેષ્ઠાને મેળવવા અધીરો થયો. દૂત રવાના કર્યો. ત્યારે ચેટકે કહ્યું કે - હું કેમ વાહિકકુળમાં કન્યા આપું ? તેથી ના કહી. શ્રેમિકને ઘોરતર અધૃતિ થઈ. અભયકુમારે બધી વાત જાણીને કહ્યું - વિશ્વસ્ત થઈને રહો. હું તેણીને લાવી આપીશ. પોતાના ભવનમાં ગયો. ઉપાય વિચાર્યો. વણિક રૂપ કર્યું. સ્વરભેદ અને વર્ણભેદ કરી, વિશાલા નગરી ગયો. કન્યના અંતઃપુર નજીક દુકાન લીધી. ચિત્રપટ્ટમાં શ્રેણિકનું રૂપ ચિતર્યુ. જ્યારે તે અંત:પુરસ્વાસિની કન્યા ખરીદી અર્થે આવે ત્યારે તેને ઘણું ઘણું આપવા લાગ્યો. દાસીઓને પણ દાન-માન યુક્ત કરે છે. તે દાસીઓ પૂછે છે કે – આ ચિત્રપટ્ટમાં કોણ છે ? અભય કહેતો કે અમારા સ્વામી શ્રેણિક છે. શું તેનું રૂપ આવે છે ? અભય કહેતો કે – તેના રૂપને વર્ણવવા કોણ સમર્થ છે ? દાસીઓએ કન્યાના અંતઃપુરમાં વાત કરી. કન્યા બોલી - તે પટ્ટક લઈ આવો. દાસીએ માગતાં અભયે તે ન આપ્યો. ક્યાંક મારા સ્વમીની તમે અવજ્ઞા કરો તો ? ઘણી યાચના પછી આપ્યો. ગુપ્તપણે પ્રવેશ્યો. સુઠા વડે જોવાયો. શ્રેણિક કઈ રીતે પતિ થાય ? અભયે કહ્યું કે - જો એમ હોય તો હું અહીં શ્રેણિકને લાવું. ગુપ્ત સુરંગ કન્યાના અંતઃપુર સુધી કરાવી. - સુરેઠાએ ચેલણાને પૂછ્યું કે - શ્રેણિક સાથે હું ભાગી જવાની છું. તારે આવવું છે ? બંને કન્યા ચાલી પણ સુજયેષ્ઠા ઘરેણાનો ડબ્બો લાવે ત્યાં સુધીમાં શ્રેણિકના માણસોએ ચેલણાને લઈને નીકળી ગયા. ત્યારે સુજ્યેષ્ઠા રાડો પાડવા લાગી. ચેટક રાજા યુદ્ધ માટે સજજ થયા. વીરાંગદા ચિકે કહ્યું - હે રાજન્ ! તમે ન જશો. હું તેણીને પાછી લાવીશ. શ્રેણિકની પાછળ લાગ્યો. તે સુરંગમાં એક જ રયમાર્ગ હતો. તેમાં સુલતાના બગીશે પુત્રો ઉભા હતા. વીરાંગદે એક જ બાણ વડે તે બધાંને મારી નાંખ્યા. તે જ્યાં સુધીમાં રથની પાસે પહોંચે, તે પહેલાં શ્રેણિક ભાગી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104