Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૪/૨૩, નિ - ૧૩૨૦/૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • સૂત્ર-૨૭ - તેનીશ પ્રકારની આશાતનાથી [થયેલા દૈવસિક અતિયારોનું હું પ્રતિકમણ કરું છું • વિવેચન-૨૭ : આય - સમ્યગદર્શનાદિની પ્રાપ્તિરૂપ. તેની શાતના. તે બતાવવા માટે સંગ્રહણીકાર ત્રણ ગાથા નોંધે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે - (૧) કારણે રનાધિક - આચાર્ય આદિની આશાતના ભીરુ શિષ્ય એ સામાન્યથી આગળ જવું આદિ કાર્ય ન કરે. કારણે - માગદિના પરિજ્ઞાન આદિમાં, દયામલ (?) દર્શનાદિમાં અહીં સામાચારી અનુસાર સ્વબુદ્ધિથી આલોચના કરવી. તેમાં આગળ જતાં આશાતના થાય. તેથી કહે છે - આગળ ન જવું, તેથી વિનયભંગાદિ દોષ લાગે. પડખેથી જતાં આશાતના લાગે. પાછળ પણ નીકટથી જતાં એ પ્રમાણે જ દોષ કહેવો. તેમાં નિઃશ્વાસ, છીંક, બળખાંના કણ પડવા-ઉડવા આદિ દોષ લાગે. તેથી જેટલા ભૂમિભાગ દરથી ચાલતા આ દોષ ન લાગે, તેટલેથી ચાલવું. - ૪ - અસંમોહને માટે તો ‘દશાશ્રુતસ્કંધ'માં પ્રગટાવી વ્યાખ્યા કરેલી જ છે. જેમકે - (૧) આગળ - શિષ્ય શક્નિકની આગળ ચાલે તો તેને આશાતના થાય. ઈત્યાદિ આ પ્રમાણે - (૨) શૈક્ષ સનિકને પડખે ચાલે તો આશાતના થાય. (3) નાધિક બેઠા હોય ત્યારે નીકટ ચાલે તો શૈક્ષને આશાતના થાય. (૪) શૈક્ષ રનાધિકની આગળ રહે તો શૈક્ષને આશાતના લાગે. (૫) શૈક્ષ રત્નાધિકની પડખે રહેતો આશાતના લાગે. (૬) રત્નાધિકની નજીક રહે તો શૈક્ષને આશાતના લાગે છે. (9) શૈક્ષ રનાધિકની આગળ બેસે તો આશાતના લાગે. (૮) શૈક્ષ રત્નાધિકના પડખે બેસે તો આશાતના લાગે. (૯) શૈક્ષ રત્નાધિકની નજીક બેસે તો શૈક્ષને આશાતના લાગે. (૧૦) શૈક્ષ રનાધિક સાથે બહાર વિચારભૂમિમાં ગયેલ હોય, ત્યાં પહેલાં આચમન કરે, સનિક પછી કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૧) રનાધિક સાથે ગયેલ શૈક્ષ બહિર્વિચાર ભૂમિથી નીકળી પછી ગમનાગમનની આલોચના રાનિકની પહેલા કરે તો આલોચના. (૧૨) રત્નાધિક ક્ષને રાત્રિના કે વિકાસે બોલાવે કે હે આર્ય! સુતો છે કે જાણે છે ? ત્યારે શૈક્ષ જાગતો હોવા છતાં ન સાંભળે તો શૈક્ષને આશાતના લાગે. (૧૩) શૈક્ષ રત્નાધિકની પૂર્વે કંઈક આલાપે – બોલે, પછી રાત્વિક બોલે તો શૈક્ષને આશાતના લાગે. (૧૪) અશનાદિ કંઈ લઈને તેને પહેલાં અલ્પ સનિકની પાસે આલોચે, સનિક પાસે પછી આલોચે, તો શૈક્ષને આશાતના લાગે. (૧૫) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરે પછી પહેલાં ઓછા સનિકને બતાવે, પછી સનિકને બતાવે તો શૈક્ષને આશાતના લાગે. (૧૬) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરી પહેલાં અપરાનિકને નિમંત્રણા કરે, પછી રતિકને નિમંત્રણા કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૭) શૈક્ષ સનિકની સાથે અશનાદિ લઈને તે સનિકને પૂછ્યા વિના જેને જે જોઈએ. તેને તેને પ્રયુર પ્રમાણમાં આપે તો ક્ષને આશાતના. (૧૮) શૈક્ષ અશનાદિ લઈને શનિકની સાથે ખાતાખાતા જો પ્રચુર પ્રમાણમાં શાક-શાક સંસ્કારેલ, સવાળું, મનોજ્ઞ, મણામ, સ્નિગ્ધ કે રૂક્ષ ખાઈ જાય તો તેને આશાતના. (૧૯) શૌક્ષને સનિક બોલાવે ત્યારે સામાન્યથી દિવસના પણ દિવસના પણ ન સાંભળે તો આશાતના લાગે. (૨૦) શૈક્ષ સનિકને મોય શબ્દોથી કઠોર-કર્કશનિષ્ફર શબ્દોમાં કંઈ કહે તો શૈક્ષને આશાતના. (૨૧) સનિક શૈાને બોલાવે ત્યારે જ્યાં હોય ત્યાં સાંભળે, ત્યાં રહીને જ જવાબ આપી દે, તો શૈક્ષને આશાતના. (૨૨) સનિક શૈક્ષને બોલાવે ત્યારે “શું ?' એમ બોલે તો આશાતના લાગે, “મત્રએણવંદામિ” બોલવું જોઈએ. (૨૩) શૈક્ષ સનિકને “તું” કહેતો શૈક્ષને આશાતના લાગે. (૨૪) શૈક્ષ શક્તિકને તજાત વડે પ્રતિહણે તો શૈક્ષને આશાતના લાગે. ‘તજ્જાત' એટલે - હે આર્ય! ગ્લાનની સેવા કેમ નથી કરતા ? તો સામું બોલે કે – તમે કેમ નથી કરતા ? ઈત્યાદિ. (૨૫) શૈક્ષ સનિકને કથા કહે ત્યારે ઉપહત મન સંકલાવાળો થાય • સુમનવાળો ન થાય તો આશાતના લાગે. ઉપબૃહણા ન કરે, જેમકે - અહો ! સરસ કહ્યું આદિ. (૨૬) સનિક કથા કહે ત્યારે શૈક્ષ તેમને કહે - તમને આનો અર્થ યાદ નથી કે આમ નથી ઈત્યાદિ તો આશાતના. (૨૭) સનિક કથા કહે ત્યારે કથાને છેદે, અથવા ‘હું કહું છું” એમ કહેતો શૈક્ષને આશાતના. (૨૮) સનિક કથા કરતા હોય ત્યારે પર્ષદાને ભેદે, જેમકે - ભિક્ષાવેળા થઈ, ભોજનવેળા થઈ. સૂત્રાર્થ પોરિસિ થઈ એમ બોલી પર્ષદાને ઉઠાડી દે. (૨૯) રાનિક કથા કરે ત્યારે તે પર્ષદા ઉભી ન થઈ હોય કે અવ્યચ્છિન્ન ન થઈ હોય ત્યાં બે ત્રણ વખત કથાને કહે તો શૈક્ષને આશાતના લાગે. સૂકાઈને અલગ અલગ રીતે સમજાવે તો આશાતના. (૩૦) સનિકના શય્યા કે સંસ્કારક આદિનું પગ વડે સંઘન થઈ જાય તો હાથ વડે સ્પર્શીને માફી ન માંગે તો શૈક્ષને આશાતના થાય. અહીં શય્યા - સવ[ગિકી જાણવી, સંથારો અઢી હાથનો જાણવો અથવા જે સ્થાને રહે છે કે સંથારો દ્વિદલ કાઠમય હોય અથવા શસ્યા એ જ સંથારો, તે પણ વડે સંઘ. ક્ષમા ન માંગે તો આશાતના. (૩૧) શૈક્ષ સનિકના શય્યા કે સંથારામાં ઉભો રહે, બેસે કે સુવે તો તેને આશાતના લાગે. (૩૨) શૈક્ષ સનિકના આસનથી ઉંચા આસને ઉભે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે. (33) શૈક્ષ સનિકના સમ આસને ઉભો રહે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે. સૂત્રોક્ત આશાતના સંબંધ જણાવવા સંગ્રહણીકાર કહે છે - અથવા અરહંતોની આશાતનાદિ સ્વાધ્યાયમાં કિંચિત્ ન ભણ્યા. જે કંઈ સમુદિષ્ટ છે, તે આ 33-આશાતના. 345

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104