Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૩૬૦૪/૨૯, નિં - ૧૩૩૯ થી ૧૩૪૧ કોઈ છળે છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૩૪૨-વિવેચન : ચંદ્ર ઉદયકાળનો લેવો. સંદૂષિત રાત્રિના ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ઉત્પાત ગ્રહણમાં સર્વ રાત્રિ લેવી. ગ્રહસહિત જ બૂડિત સંશિત રાત્રિમાં ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ન જાણતા-વાદળાથી છવાયેલની શંકામાં ન જાણતાં કેવળ ગ્રહણ, રાત્રિનો પરિહાર કરી, પ્રભાતે જોવું. ગ્રહસહિત બૂડિત, અન્ય અહોરમાં બાર. એ પ્રમાણે ચંદ્રની. ૩૫ સૂર્યની અસ્ત સમય ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. ઉપઘાતમાં ચાર રાત્રિ, અન્ય અહોરાત્રમાં બાર. જો ઉગતો સૂર્ય લેવાય તો સંદૂષિત અહોરાત્રના આઠ, અન્ય અહોરાત્રના સોળ અથવા વાદળથી આચ્છાદિતમાં ન જણાય કે કેવળ ગ્રહણ થશે. દિવસમાં શંકા કહેલ નથી. અસ્તવેળામાં દૃષ્ટ ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. સંદૂષિતના આઠ, અન્ય અહોરાત્રમાં સોળ લેવા. સગ્રહ બુડિતમાં એક અહોરમ થાય. કઈ રીતે ? તે કહે છે – સૂર્યાદિ જેનાથી અહોરાત્રિ થાય છે – સૂર્યોદયના કાલથી જે અહોરાત્રની આદિ થાય છે, તેને પહિરીને સંદૂષિત બીજા પણ અહોરાત્ર પરિહરવો જોઈએ. આ વાત હવેની નિયુક્તિમાં જણાવે છે – • નિર્યુક્તિ-૧૩૪૩-વિવેચન સંગ્રહથી બૂડિત સૂર્યાદિમાં જે કારણે એક અહોરાત્ર થાય છે. તેને પરિહરીને સંદૂષિત અન્ય પણ અહોરાત્ર પરિહાર વડે જોઈએ. જો આ આચીર્ણ હોય તો – ચંદ્ર રાત્રિમાં ગૃહીત, રાત્રિને છોડીને તે રાત્રિનું શેષ વર્જવું જોઈએ, જ્યાંથી આગામી સૂર્યોદયમાં અહોરાત્રની સમાપ્તિ થાય છે. સૂર્યમાં પણ દિવસે ગ્રહણ કરેલ દિવસ જ છોડીને. તે જ દિવસને છોડીને બાકીની રાત્રિ વર્જવી જોઈએ. અથવા સગ્રહ બૂતિમાં આ પ્રમાણે વિધિ કહેલી છે. ત્યારે શિષ્ય પૂછે છે – કઈ રીતે ચંદ્રમાં બાર અને સૂર્યમાં સોળ રાત્રિ કહેલ છે ? આચાર્ય કહે છે – સૂર્યાદિ, જેના વડે અહોરાત્રો થાય છે. ચંદ્રથી નિયમા અર્ધ અહોરાત્ર થાય પછી ગ્રહણનો સંભવ છે. તેથી બીજા અહોરાત્રમાં એ પ્રમાણે બાર થાય. સૂર્યના અહોરાત્રાદિત્વથી સંદૂષિત બીજા અહોરાત્રમાં પરિહરાય છે. તેથી આ સોળ થાય. ‘સાદિવ્ય* દ્વાર ગયું. હવે વ્યુગ્રહ દ્વાર, તેમાં – • નિયુક્તિ-૧૩૪૪ * વિવેચન : વ્યુગ્રહ દંડિક આદિ, સંક્ષોભમાં અને દંડિકમાં કાલગત, રાજા કાલગત થતાં અને અબયમાં જેટલો કાળ ભય હોય, તેની પછીના અહોરાત્રને પરિહરે. આનું જ વ્યાખ્યાન અનંતરગાથા વડે - ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૪૫નું વિવેચન : દંડિકનો યુગ્રહ, આદિ શબ્દતી સેનાધિપતિનો વ્યુગ્રહ પણ લેવો. બંને ભોજિકના, બંને મહત્તના, બંને પુરુષોના બંને સ્ત્રીઓના, બંને મલ્લોના જે યુદ્ધ પુષ્ટ આયત કે ભંડનમાં આદિ શબ્દથી વિષયદેશ પ્રસિદ્ધ કલહિવશેષમાં, વિગ્રહ - પ્રાયઃતર બહુલ છે. [શું ? તે કહે છે – તેમાં પ્રમત્તને દેવતા છળે છે. ઉડ્ડાહણા થાય. લોકો એમ કહે કે – અમને આપત્તિ પ્રાપ્તિમાં આ સ્વાધ્યાય કરે છે, અપ્રીતિ થાય, મોટાને સંક્ષોભ થાય. પરાક્ર - પરસૈન્યના આગમમાં, દંડિક કાળગત-મૃત્યુ પામેલ હોય. રાજા મૃત્યુ પામે ત્યારે નિર્ભયતા હોવા છતાં જ્યાં સુધી અન્ય રાજાની સ્થાપના ન થાય ત્યાં સધી. ભય હોય ત્યારે રાજા જીવતો હોય તો પણ બૌદ્ધિકો વડે ચોતરફથી અભિવ્રુત થઈ, જેટલો કાળ ભય હોય, તેટલો કાળ સ્વાધ્યાય કરવો ન જોઈએ. જે દિવસ શ્રુતનો નિર્દીત્ય થાય, ત્યાંથી આગળ અહોરાત્ર ત્યાગ કરવો. આ દંડિક મૃત્યુ પામે ત્યારે વિધિ છે. બાકીમાં આ વિધિ છે – નિર્યુક્તિ-૧૩૪૬,૧૩૪૭ - વિવેચન : • નિર્યુક્તિ ૧૩૪૬ની જ વ્યાખ્યાન ગાથા માટે નિર્યુક્તિ-૧૩૪૭ છે. આ બંને ગાથાનું વ્યાખ્યાન આ પ્રમાણે છે - ગ્રામભોજિક મૃત્યુ પામતા, તે દિવસ એટલે અહોરાત્રનો પરિહાર કરવો જોઈએ. અહીં માહિ શબ્દથી ગ્રામ કે રાષ્ટ્રના મહત્તરનો અધિકાર છે. તથા નિયુક્ત, પ્રજામાં બહુસંમત, બહુપાક્ષિક, બહુસ્વજન વાટકરહિતમાં અધિપતિ કે શય્યાતર કે બીજો કી બીજા ગૃહથી આરંભીને યાવત્ સાત ગૃહાન્તરે. આ બધાંના મૃત્યુમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરાય. જો કરે તો આ લોકો – “દુઃખ વગરના છે” એમ કહીને લોકો ગર્લ કરે છે. આક્રોશ કરે છે અથવા કાઢી મૂકે છે અથવા અલ્પ શબ્દોથી દૂર કરીને અનુપ્રેક્ષે છે. વળી જે અનાય મરે છે, તેને જો ઉદિભન્ન હોય તો ૧૦૦ હાથથી વર્લ્ડવો અને અનુદ્ભિન્ન અસ્વાધ્યાયિક ન થાય. તો પણ આચરણાથી રહીને ૧૦૦ હાથથી વર્જવો. વિવિક્ત એટલે પરિષ્ઠાપના કરતા શુદ્ધ થાય, એ રીતે સ્થાન શુદ્ધ થાય છે – ત્યાં સ્વાધ્યાય કરાય છે. જો તેનો કોઈ પરિષ્ઠાપક ન હોય તો શું કરવું તે હવે ન કહે છે – • નિયુક્તિ-૧૩૪૮-વિવેચન : જો તેનો કોઈ પરિઠાપક ન હોય ત્યારે સાગારિકના, માન્તિ શબ્દથી જૂના શ્રાવકના યથાભદ્રક આનો ત્યાગ કરો, ત્યાં સુધી અમને સ્વાધ્યાય શુદ્ધ થતો નથી. હવે જો તેઓ ત્યાગ કરી દે, તો શુદ્ધિ થાય, જો ત્યાગ ન કરે તો બીજા વસતિની માર્ગણા કરવી. જો બીજી વસતિ પણ ન મળે ત્યારે વૃષભો-મોટા સાધુઓ અલ્પ સાગારિકનો ત્યાગ કરે. આ અભિન્નમાં વિધિ કરી. જો ભિન્ન હોય તો - ઢંક આદિ વડે ચોતરફ વિકીર્ણ જોઈને વિવિક્ત-ત્યાગ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104