Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૩ - સ્થૂળ પ્રાણાતિપાત પૂરું થયું. હવે સ્થૂળ મૃષાવાદ ચિંતવે છે (૧) સ્થૂળ મૃષાવાદ અને સ્થૂળ અદત્તાદાન પચ્ચકખે ૨-૩. (૨) સ્થૂળ મૃષાવાદ ૨-૩, સ્થૂળ અદત્તાદાન ૨-૨. એ પ્રમાણે પૂર્વના ક્રમથી છ ભંગો જાણવા. [એમાં જ્યાં-૨-લખેલ હોય તો દ્વિવિધ, ત્રણ લખેલ હોય ત્યાં ત્રિવિધ ઈત્યાદિ સમજવું.] એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. એ રીતે બધાં મળીને અઢાર ભંગો થશે. આ ભેદે મૃષાવાદને પ્રથમ ઘસ્ક સમજીને કહ્યા. એ પ્રમાણે બીજા આદિને ધારણ કરવાથી પણ પ્રત્યેકેપ્રત્યેકના અઢાર-અઢાર ભેદો થાય છે. આ બધાં મળીને ૧૦૮ ભેદો થાય. સ્થૂલ મૃષાવાદ કહેવાયું. હવે સ્થૂલ અદત્તાદાન વિચારીએ – (૧) તેમાં સ્થૂળ અદત્તાદાન અને સ્થૂળ મૈથુનના પચ્ચકખાણ કરે તે દ્વિવિધ ત્રિવિધથી, એક ભેદ. (૨) સ્થૂળ અદત્તાદાન ૨-૩, સ્થૂળ મૈથુન ૨-૨. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભેદો જાણવા. એ પ્રમાણે સ્થૂળ પરિગ્રહ સાથે પણ છ ભંગો મેળવીને બાર ભેદો થશે. આ ભેદો સ્થૂળ અદત્તાદાનને પ્રથમ ગ્રહણ કરીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ થાય. એ બધાં મળીને ૭૨ થશે. સ્થૂળ અદત્તાદાન કહ્યું. હવે સ્થૂળ મૈથુનાદિ ચિંતવીએ – (૧) તેમાં સ્થૂળ મૈથુન અને સ્થૂળ પરિગ્રહ બંનેનું દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરે છે. (૨) સ્થૂલ મૈથુન દ્વિવિધ ત્રિવિધથી, સ્થૂળ પરિગ્રહ વળી દ્વિવિધ દ્વિવિધથી. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય. એ પ્રમાણે સ્થૂળ મૈથુન પ્રથમ ધાકને ન છોડીને છ ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને છત્રીશ ભેદો થાય છે. આ બધાં મૂળથી આરંભીને બધાં ૫ણ ૧૪૪ + ૧૦૮ + ૭૨ + ૩૬ મળીને ૩૬૦ કુલ ભેદો થશે. આ પ્રમાણે દ્વિકસંયોગ ગાથાની વિચારણા કરી. ૦ હવે ત્રિક ચારણીયથી થતાં ભેદો આ પ્રમાણે – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ, સ્થૂળ અદત્તાદાનના દ્વિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરે તે એક. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદ દ્વિવિધ ત્રિવિધી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે, (૩) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદ દ્વિવિધ ત્રિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-એકવિધથી પરખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પણ પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને અઢાર ભેદો થયા. ૧૫૪ આ ભેદો સ્થૂલ મૃષાવાદમાં ફેરફાર ન થવા દઈને ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે । દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં અઢાર-અઢાર ભેદ થાય. બધાં મળીને કુલ ૧૦૮ ભેદો થશે. એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતના વિકલ્પમાં ફેરફાર કર્યા વિના ઉપરોક્ત ભેદો કહ્યા. તેમાં પણ દ્વિતિયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં ૧૦૮-૧૦૮ ભેદો થાય છે. આ બધાં મળીને કુલ ૬૪૮ ભેદો થાય. એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતથી ત્રિકસંયોગથી સ્થૂલ મૃષાવાદ સાથે કહ્યા. તે મુજબ સ્થૂળ અદત્તાદાન સાથે પણ ચારિત થશે તેમાં - - (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ અદત્તાદાન, સ્થૂળ મૈથુનને દ્વિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરે તે એક ભેદ. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ ત્રિવિધે અને સ્થૂલ મૈથુન દ્વિવિધ દ્વિવિધથી પરચખે. એ પ્રમાણે પૂર્વ ક્રમથી છ ભંગો થાય. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ ભંગ ઉમેરતા બાર ભેદો થશે. આ ભેદે અદત્તાદાન પ્રથમધરને છોડ્યા વિના પ્રાપ્ત થયાં. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પણ પ્રત્યેક-પ્રત્યેકના બાર-બાર ભેદો થશે. આ બધાં મળીને બોંતેર ભેદો થાય છે. આ ભેદો પણ પ્રાણાતિપાત પ્રથમ ઘસ્ક ન છોડીને પ્રાપ્ત થયા. આને દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં બોંતેર-બોતેર ભેદ. બધાં મલીને ૪૩૨ થાય. એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત ત્રિકસંયોગથી સ્થૂળ અદત્તાદાન સાથે ચાતિ કહ્યું. હવે સ્થૂળ મૈથુન સાથે પરિગ્રહને કહે છે. તેમાં – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૈથુન, સ્થૂળ પરિગ્રહ ત્રણે દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચકખે તે એક ભેદ. (૨) સ્થૂલ પ્રાણાતિપાત અને મૈથુન દ્વિવિધ-ત્રિવિધથી પણ પરિગ્રહને દ્વિવિધદ્વિવિધી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય. ઉક્ત ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકમાં છ-છ ભંગ. બધાં મળીને ૩૬ ભેદો. આ ભેદો સ્થૂળ પ્રાણાતિપાત પ્રથમધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિ પ્રત્યેક-પ્રત્યેકમાં છત્રીશ-છત્રીશ. એ રીતે બધાં મળીને-૨૧૬ થાય. એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત ત્રિકસંયોગથી મૈથુન સાથે કહ્યા. પ્રાણાતિપાત સાથેનો ત્રિક સંયોગ પણ કહ્યો.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104