Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૪/૨૯, નિ - ૧૩૫૩, ભા. ૨૧૯ કાર્યક જ છે. તે કલામાં કે ભૂમિમાં ત્યાગ કરાયેલા હોય, તેમાં જો કલામાં હોય તો કલાથી સાઈઠ હાથ બહાર લઈને ધોવે તો શુદ્ધ થાય. જો ભૂમિમાં ભાંગ્યા હોય તો ભૂમિને ખોદીને ત્યાગન કરે. અન્યથા ત્યાં રહીને સાઈઠ હાથ અને બીજી પોરિસિ સુધી ત્યાગ કરે. - અસ્વાધ્યાયિકનું પ્રમાણ - બિંદુ માત્ર પ્રમાણથી હીન કે અધિક હોય તો અસ્વાધ્યાય થાય ? પ્ર. તેનો ઉત્તર - માખીનો પગ જેમાં ન બૂડે તે સ્વાધ્યાયિકનું પ્રમાણ છે. હવે ‘પ્રસૂતા પદમાં કહે છે – • ભાણ-૨૨૦નું વિવેચન : જેને જરાયુ ન હોય, તેઓમાં પ્રસૂત - વીરાયેલને, તે પ્રસૂતિકાળથી આભીને ત્રણ પરિસિ સુધી અસ્વાધ્યાય. માત્ર અહોરાત્રને છોડીને કહેવું, કેમકે નીકટમાં પ્રયત-વીસાયેલા હોય તેને અહોરાત્રના છેદથી શદ્ધિ થાય છે. ગાય આદિ જરાયુજીને વળી જેટલો કાળ જરા પડે છે, તેટલો કાળ અસ્વાધ્યાયિક છે. જે જરા પડેલ હોય, તો તે પતનકાળથી આરંભીને ત્રણ પ્રહર છોડી દેવાય છે. | ‘ાજપ શૂટશુદ્ધ' - આ પદોની વ્યાખ્યા :- રાજપથમાં બિંદુઓ' આ પશ્ચાદ્ધ છે. સાધુની વસતિની નીકટથી જતા તીર્યચ જો લોહીના બિંદુઓ પડતા હોય, તે જો રાજપથથી અંતરિત હોય તો શુદ્ધ છે. જો રાજપથે જ બિંદુઓ પડેલા હોય તો પણ સ્વાધ્યાય કરવો ક્યો છે. જો અન્ય પયે કે અન્યત્ર પડેલ હોય તો જ જળના વેગથી વહન થાય તો શુદ્ધ સૂર્યપ્રકાશથી કે બળી જવાથી શુદ્ધિ થઈ જાય છે. મૂળ ગાયામાં – “પરવયણ સાણમાદીણિ” છે. પર તે નોદક (ચોદક], તેનું વચન જો શ્વાન - પુદ્ગલને ભોગવીને ચાવતું સાધુની વસતિ સમીપે રહે છે ત્યાં સુધી અસ્વાધ્યાયિક છે. મfર શબ્દથી મારાદિ લેવા. આચાર્ય કહે છે – • ભાષ્ય-૨૨૨નું વિવેચન : શાનને ભોગવીને માંસથી લિપ્ત મુખ વડે વસતિની નીકટ જતો હોય, તેનું મુખ જે રધિરથી લિપ્ત સ્તંભકોણાદિમાં સ્પર્શે છે, ત્યારે સ્વાધ્યાયિક થાય અથવા લિપ્ત મુખે વસતિની નીકટ રહે, તો પણ અસ્વાધ્યાય. આહાર કરતાં પણ હે ઓદક ! અસ્વાધ્યાયિક થતો નથી. જે કારણે તે આહારિત કરીને વમેલ કે ન વમેલ હોય, આહાર પરિણામથી પરિણત હોય. તે આહાર પરિણામ પરિણત અવાધ્યાયિક થતો નથી. કેમકે અન્ય પરિણામ છે. જેમ મૂત્ર-પુરીષાદિ છે. તીર્થંચ સંબંધી શરીર કહ્યું. હવે માનુષ શારીર કહે છે – • નિયુકિત-૧૩૫૫-વિવેચન : તે માનુષશરીર સ્વાધ્યાયિક ચાર ભેદે છે – ચર્મ, માંસ, લોહી અને હાડકાં. તેમાં હાડકાંને છોડીને બાકીના ત્રણ ભેદનો આ પરિહાર છે - ફોગથી સો હાથ, કાળથી અહોરમ, જે વળી શરીરથી જ વ્રણાદિમાં આવે છે તે પપિન્ન કે વિવર્ણ હોય આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તો તે અરસ્વાધ્યાયિક થતો નથી. પયપિત્ત - જેમ લોહી પૂતપરિણામથી - (સીયુક્ત) રહે. વિવર્ણ ખદિર કક સમાન રસિકાદિક. બાકીના અસ્વાધ્યાયિક થાય છે. અથવા શેપ અગારિણીથી સંભવે છે. ત્રણ દિવસની પ્રસૂતામાં જે શ્રાવ તે સાત કે આઠ દિવસો અસ્વાધ્યાયિક કરે છે. જો પુરૂષ - પુત્ર જન્મે તો સાત, કેમકે તેને શુક ઉકટ હોવાથી તેને સાત, જે સ્ત્રી છે તેને આઠ. કહેલ છે. • નિયુક્તિ-૧૩૫૬-વિવેચન : નિષેક કાળે લોહીની ઉત્કટતામાં સ્ત્રી જન્મ, તેનાથી તેને આઠ દિવસ પરિહાર કરાય છે. શુકની અધિકતાથી પુરુષના જન્મમાં તેને સાત દિવસ. જે વળી સ્ત્રીને ત્રણ ઋતદિવસોથી વધારે થાય, તો તે સરોગ યોનિવાળી સ્ત્રીના અમૃતકને તે અહોરાત્ર પછી કહી છે. તેને કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરવો. આ પ્રમાણે લોહીમાં વિધિ છે. • નિયંતિ-૧૩૫-વિવેચન : જે પૂર્વે કહ્યું – “હાડકાંને છોડીને” તેમાં આ વિધિ છે – જો દાંત પડેલ હોય, તો તે પ્રયત્નપૂર્વક શોધવો, જો દેખાય તો સો હાથથી દૂર તજી દેવો. જો ન દેખાય તો તેના ઉદ્ઘાટનો કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરે. બાકીના હાડકામાં જીવમોચન દિવસથી આરંભીને સો હાથની અંદર રહેલમાં બાર વર્ષ અસ્વાધ્યાયિક. આ ગાથાનો પૂર્વાદ્ધ કહ્યો. પશ્ચાદ્ધને ભાણકાર જ વ્યાખ્યા કરતાં કહે છે - • ભાષ્ય-૨૨૨-વિવેચન : રીયા શ્મશાનમાં જે હાડકાં બળી ગયા હોય, જળપ્રવાહમાં વહી ગયા હોય, તે હાડકાંથી અસ્વાધ્યાયિક થતાં નથી. વળી જે ત્યાં કે અન્ય નાથ ફ્લેવર પરિસ્થાપિત હોય કે સનાથ ક્લેવરને ઇંધણાદિ અભાવે નિક્ષિપ્ત કર્યા હોય, તેને અસ્વાધ્યાયિક કરે છે. Tળ • માતંગ (ચાંડાલ), તેમનો આડંબર, ચા, હીમેક પણ કહેવાય છે, તેની નીચે તુરંતના મરેલના હાડકાં સ્થાપે છે. એ પ્રમાણે દ્રગૃહમાં અને માતૃગૃહમાં જાણવું. તે કાળથી બાર વર્ષો, ક્ષેત્રથી સો હાથને પરિહરવા જોઈએ. • નિયુક્તિ-૧૩૫૮ + વિવેચન : આવાસિત, બૂઢ, બાકીનામાં જે શોધતા દેખાય છે તે શારીર ગ્રામ, વાડક, શાખામાં, ન લઈ જાય આ માત્ર પદો છે તેની વ્યાખ્યા હવેની નિયુકિતમાં અપાયેલ છે. • નિયુક્તિ-૧૩૫૯-વિવેચન : ઉકત બંને ગાથાની વ્યાખ્યા - જે શ્મશાન, જેમાં અશિવ અને અવમ મૃતક ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અથવા જે મહાસંગ્રામમાં ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અતવા જે મહાસંગ્રામમાં ઘણાં વ્યાયા. આવા સ્થાનોમાં અવિશોધિતમાં કાળથી બાર વર્ષ, ક્ષેત્રથી સો હાથને પરિહરે અર્થાત્ સ્વાધ્યાય ન કરે.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104