Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અંક પ/૩૫,૩૬ નિ : ૧૪૪૭ થી ૧૪૫ર
૧૦૯
૧૧૦
ત્યજન, ઉન્મોચના, પરિશાતના, શાતના.
મૂળદ્વાર ગાયામાં ઉક્ત ઉત્સર્ગ એકાચિક શબ્દો કહ્યા.
પછી કાયોત્સર્ગ કહે છે - કાયાનો ઉત્સર્ગ. અહીં મૂળદ્વારગાથામાં રહેલા વિધાન-માર્ગખાદ્વાર અવયવાર્થની વ્યાખ્યા કરતાં કહે છે -
[૧૪૫૨] તે કાયોત્સર્ગ બે ભેદે છે - ચેષ્ટા અને અભિભવ. તેમાં ભિક્ષાચર્યાદિ વિષયમાં પહેલો કાયોત્સર્ગ હોય. ઉપસર્ગ - દિવ્યાદિ, તેના વડે અભિયોજન તે ઉપસગભિયોજન. તે ઉપસર્વાભિયોજનમાં બીજો અભિભવ કાયોત્સર્ગ હોય.
દિવ્યાદિ અભિભૂત જ મહામુનિ તે દેવને માટે કરે છે. અથવા ઉપસર્ગોને સહન કરવા તે ઉપસગિિભયોજન • x •
આ પ્રમાણે પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે. કાયોત્સર્ગમાં જ સાધુ વડે નોપગિિભયોજન કરવું જોઈએ -
• નિર્યુક્તિ-૧૪૫૩ થી ૧૪૫૮-વિવેચન :
(૧૪૫૩] સામાજકાર્યમાં પણ ત્યાં સુધી ક્વચિત્ અનવસ્થાદિમાં અભિયોગ કેટલાંકને કરવો ઘટતો નથી. પછી કર્મક્ષયને માટે કાયોત્સર્ગ કરવાથી શું ? તે સારી રીતે ગર્વરહિત કરવો જોઈએ. અભિયોગમાં પણ ગર્વ વર્તે છે. શું અસૂયામાં ગર્વ - અભિયોગથી પરપુર-શગુનગરને અભિરુંધે છે. જેમ તેનો ગર્વ કરનાર અસાધુ છે, તેમ અહીં પણ કાયોત્સર્ગ અભિયોજન શોભન છે.
- આવું શિષ્ય કહ્યું ત્યારે આચાર્ય કહે છે -
[૧૪૫૪] મોહપ્રકૃતિમાં ભય અથવા મોહપ્રકૃતિ એવા આ ભય, એમ મોહનીસકર્મનો ભેદ છે. તે આ રીતે – ‘હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને ગુપ્સા છ, મોહનીયના ભેદપણે પ્રસિદ્ધ છે.
" તે અભિભવ કરે, અભિભૂત એવો જે કોઈ કાયોત્સર્ગ કરે છે ‘તુ' શબ્દથી બીજા કોઈ બાહ્ય અભિભૂતથી નહીં. બાહ્ય ભય કારણમાં ત્રણ ભેદે દ્રવ્ય મનુષ્ય અને તિર્યંચ ભેદ ભિન્ન હોવાથી તેને અભિમવ નથી.
હવે આવા પ્રકારે પણ અભિયોગ છે, તે અહીં કહે છે - આવા પ્રકારના અભિયોગનો પ્રતિષેધ નહીં. - પરંતુ -
[૧૪૫૫ માર્ચ - રેરે ક્યાં જાય છે અત્યારે, એ પ્રમાણે પરમ્ - બીજા કોઈ સંગ્રામ માફક જો તે કાયોત્સર્ગ કરે તો અભિભવ કાયોત્સર્ગ ઘટે છે. પાભિભવના અભાવમાં અભિભવ કોનો ? કોઈનો નહીં.
ત્યાં આમ કહેવાય કે – ભય પણ કમશ વર્તે છે. કર્મ પણ અભિભવ છે, એકાંતે ન જ કરવો કહેવું તે અયુક્ત છે. કેમકે –
[૧૪૫૬] આઠ પ્રકારના કર્મો છે અને આઠે પ્રકારના કર્મો ગુરૂપ છે. તેનો અર્થ આ છે - જે કારણથી જ્ઞાનાવરણીયાદિ ગુરૂપ વર્તે છે. ભવનિબંધનપણાથી અને શબ્દથી અચેતન છે. તેથી કારણે તેનો જય કરવા એટલે કે કર્મની જય નિમિતે અભિમુખતાથી ઉધત જે એકાંત ગવરહિત પણ બાર પ્રકારનો તપ અને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સતર પ્રકારનો સંયમ સાધુઓ કરે છે - આરાધે છે. તેથી કર્મના ક્ષયને માટે જ તેના અભિભવને માટે કાયોત્સર્ગ કરવો જોઈએ.
[૧૪૫] તથા કહે છે કે – પ્રકાંત શત્રુન્યના કષાયો ચાર ભેદે છે - ક્રોધાદિ, નાયક-પ્રધાન, અભિભવ કાયોત્સર્ગને અલગ્ન - અપીડિત કરે છે. સાધુઓ તેમના જયને માટે અર્થાત્ કર્મના ક્ષય નિમિતે તપ અને સંયમવત્ (કાયોત્સર્ગ કરો]
મૂળ દ્વાણાયામાં વિધાનમાર્ગીણા દ્વાર કહ્યું. હવે કાલપરિમાણ હારનો અવસર છે. તેની આ ગાથા -
[૧૪૫૮] સંવત્સર એ ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ છે. તેથી બહુબલીએ સંવત્સર કાયોત્સર્ગ કર્યો. અભિભવ કાયોત્સર્ગનું જઘન્ય કાળ પરિણામ અંતર્મુહd કહેલ છે.
ચેષ્ટા કાયોત્સર્ગનું તો કાળ પરિમાણ અનેક ભેદથી હોય છે. જે અમે આગળ કહીશું. એ પ્રમાણે સામાન્યથી કાળ પરિમાણ દ્વાર કહ્યું.
હવે ભેદ પરિમાણદ્વારને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૧૪૫૯ થી ૧૪૬૧-વિવેચન :
ઉચિ9તોચિસ્કૃત ઉત્કૃત અને ઉત્કૃતનિષણ નિષણોસૃત નિષણ, નિષણનિષણ એમ છ ભેદ કહ્યા.
નિષણોસૃત નિષણ નિષણનિષણ જાણવા. આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા હું કહીશ. આ સંક્ષેપથી ગાથાર્થ કહ્યો, અવયવાર્થ તો હું આગળ કહીશ.
ઉનૃતોનિષણ, નિષણનિષણમાં એકૈક જ પદમાં દ્રવ્યથી ઉત્કૃત ઉર્થસ્થાને રહેલ પણ ભાવથી ઉત્કૃત નહીં. એવા ધ્યાન ચતુટ્ય રહિત કૃષ્ણાદિ લેશ્યાગત પરિણામ.
અન્યને દ્રવ્યથી ઉસ્મૃત નહીં - ઉદ્ધસ્થાને ન રહેલ, ભાવથી ઉત્કૃત, તે શુકલધ્યાયી, અન્ય બીજા દ્રવ્યથી પણ નહીં ભાવથી પણ નહીં. તે અહીં પ્રતીતાર્થ છે.
એ પ્રમાણે અન્યપદ ચતુર્ભગિકા પણ કહેવી.
અહીં સામાન્યથી ભેદ પરિણામ દર્શાવ્યા પછી શિષ્ય પૂછે છે કે - કાયોત્સર્ગ કરવામાં કયા ગુણ છે ? આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૪૬૨ થી ૧૪૭૮-વિવેચન :
[૧૪૬] દેહ જાડ્ય શુદ્ધિ - બ્લેણાદિ પ્રહાણથી અને મતિ જાણ્ય શુદ્ધિ. તે પ્રમાણે રહેલના ઉપયોગ વિશેષથી ચાય સુખદુ:ખની તિતિક્ષા અર્થાત્ તેને સહન કરવાનું થાય. અનિત્યસ્વ આદિ અપેક્ષા તે રીતે રહેનારને થાય છે. વળી તે શુભ ધ્યાન - ધર્મ અને શુકલરૂપને ધ્યાવે છે. બાકીની પ્રવૃત્તિના અભાવે એકચિતે કાયોત્સર્ગ થાય છે.
અહીં અનપેક્ષા, ધ્યાનાદિના ધ્યાનોપરમમાં થાય છે, એમ કરીને ભેદ વડે ઉપન્યાસ કરેલ છે.
[૧૪૬૩] અહીં શુભ ધ્યાન કરે છે, એમ કહ્યું. તેમાં આ ધ્યાન શું છે ? તે કહે છે - બે ઘડીનું મુહૂર્ત. ભિન્ન મુહૂર્તને અંતર્મુહૂર્ત કહે છે. આ અંતર્મુહૂર્ત કાળ